સમયની કરામત.. – ડૉ. નિલેષ ઠાકોર

(જેમની કલમે આ પ્રથમ કૃતિ પ્રસ્તુત થઈ રહી છે એવા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. નિલેષ ઠાકોર આ વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. સાહિત્યનો અને નાની વાર્તાઓ લખવાનો તેમને શૈશવકાળથી શોખ છે. રીડગુજરાતી પર તેમનું સ્વાગત છે. ડૉ. નિલેષની કલમને શુભકામનાઓ. તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર 9979846971 પર કરી શકાય છે.)

અમદાવાદની પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજના કેમ્પસની બહાર આવેલી ગિફ્ટ શોપમાં સવાર સવારમાં કોઈ પ્રવેશ્યુ. પ્રવેશતા જ એને દુકાનદાર ને કહ્યું “ ભાઈ જરા સારી પેનો હોય તો બતાવો ને ?” દુકાનદારે પણ દિવસ નું પ્રથમ જ ગ્રાહક હોવાથી એની સમક્ષ પેનો નો ખજાનો રજૂ કરી દીધો. એમાંથી એને લાલ કલર ની પિયરી કાર્ડિન ની પેન પસંદ કરી કિંમત ચૂકવી ગિફ્ટ પૅક કરવાનું કહ્યું. દુકાનદાર એ સરસ ગિફ્ટ પૅક કરી સ્ટિકર લગાવી આપ્યું, જેના પર એને લખ્યું ‘હેપ્પી બર્થડે ટુ નિશા મૅમ.’

ડૉ. નિશા પટેલ, આ એ નામ કે જેને હમણાં જ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ કમ ટ્યુટર તરીકે એડમિશન લીધું. તેમના આકર્ષક વ્યક્તિવ્ય, મોહક હાસ્ય અને બોલવાની અનેરી છટાએ સૌ વિદ્યાર્થીઓના મન મોહી લીધાં. એમાંય જો કોઈ સૌથી વધારે મોહિત થયું હોય તો એનું નામ હતું ‘નિશિથ’.

નિશિથે પણ નક્કી કરી લીધું હતું કે મેડમના પ્રિય વિદ્યાર્થી બનવું. જેથી એ તેમના દરેક વર્ગમાં પહેલેથી પૂરી તૈયારી કરીને જતો અને ફાર્માકોલોજીના દરેક પ્રશ્નના ઉત્તરો આપવામાં હમેશાં અવ્વલ રહેતો. જોતજોતાંમાં તો નિશિથ નિશા મેડમનો સૌથી પ્રિય સ્ટુડન્ટ બની ગયો.

નિશા મેડમએ પણ એક વખત ક્લાસમાં બધાની વચ્ચે કહી દીધું કે ‘નિશિથ’ મારો સૌથી પ્રિય વિદ્યાર્થી છે એનું કારણ એ તેજસ્વી છે એ તો છે જ પણ બીજું પણ કઇંક કારણ છે. ‘બીજું પણ કઇંક કારણ’ આ શબ્દથી એને બીજા વિદ્યાર્થીઓ ચીડવતા. નિશિથ પણ મનમાં ને મનમાં મલકતો અને જાણે એને પણ ગમતું હોય એમ એ લોકો ને કંઈંજ ન કહેતો. શું હતું આ? મુગ્ધાવસ્થાનું પ્રથમ આકર્ષણ કે બીજું કઇંક? નિશિથને સમજાતું નહોતું અને એને સમજવું પણ નહોતું. ફાર્માકોલોજી વિષયમાં એને બધું જ આવડતું એનું કારણ કે એને ફાર્માકોલોજી વિષયના પુસ્તકોના દરેક પાને નિશા મેડમનો ચહેરો દેખાતો.

આજે સવારે જ નિશિથના મોબાઇલ પર નિશા મેડમનો કોલ આવ્યો, ‘જરા ફાર્માકોલોજીમાં આવીશ? મારે તારું થોડું કામ છે.’

આજે મેડમનો જન્મદિવસ હતો, તેમના માટે લીધેલી પેન લઈ તે ઝડપથી પહોંચી ગયો. ‘અંદર આવું મૅમ?’ એમ કહી એ રૂમમાં આવ્યો, પ્રવેશતા જ હેપી બર્થ ડે કહી પેન આપી.

નિશાએ પણ આભાર માની ને નિશિથ ને પોતાની સામે બેસાડયો, કહ્યું. ‘ગઈ કાલે રાત્રે જ મે મારી ફેસબૂકની ટાઇમલાઇન પર જોઈ લીધું હતું, જેમાં સૌથી પહેલી બર્થડે વિશ તારી હતી. વન્સ અગેન થેન્ક યૂ ફોર ધેટ.’

‘મૅમ શું કામ હતું?’ અચરજ ભરી નજરે નિસિથ બોલ્યો.

‘આ જરા થોડા કાર્ડ્સ છે એ લઈ ને તારે બાજુ ની કૂરિયર ઓફિસમાં જઇ કાર્ડ પોસ્ટ કરવાના છે અને એમાં એક કાર્ડ તારા માટે પણ છે, તારે સ્યોર આવવાનું છે.’

કાર્ડ નિશિથના હાથમાં હતાં જેની પર લખ્યું હતું, ‘ડૉ. નિશા વેડ્સ ડૉ. નિશીથ’

નિશિથને સમજાઈ ગયું કે પોતે નિશાનો પ્રિય સ્ટુડન્ટ હોવાનું બીજું કારણ એ કે તેમના ભાવિ પતિ નું નામ પણ નિશિથ હતું.

શૂન્યમનસ્ક મન, શમી ગયેલી લાગણીઓ, ભગ્ન હ્રદય, સહેજ ભીના થયેલા આંખના ખૂણાઓ અને મંદ ગતિએ ચાલતા પગલા સાથે ક્યારે એ કૂરિયર ઓફિસે આવી ગયો એની એને ખબર જ ન પડી. નિશાના લગ્નથી પોતે કેમ ઉદાસ હતો એનું કારણ એને ન સમજાયું.

* * *

૨ વર્ષ ના સમય પછી આજે નિશિથ એમ.બી.બી.એસનો અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્નશીપમાં હતો, સવારે એ વોર્ડમાં જતો અને બપોર પછી મેડિકલ કોલેજની લાઇબ્રેરીમાં અનુસ્નાતક અભ્યાસક્રમ માટેની પ્રવેશપરીક્ષાની તૈયારીઓ કરતો.

અચાનક એક દિવસ નિશિથની બાજુમાં એક સુંદર મજાની છોકરી આવી અને કહ્યું, ‘મને ફાર્માકોલોજીના ટૂંકા પ્રશ્નોમાં જરા હેલ્પ કરી દેશો? મારી સહેલીએ કહ્યું કે તમારું ફાર્માકોલોજી બહુ જ સારું છે.’

‘પણ તમે?’ આશ્ચર્ય સાથે નિસિથ બોલ્યો.

‘હું બરોડા મેડિકલ કોલેજથી છું, અહી ઇન્ટર્નશીપ કરવા આવી છું.’ એ છોકરી એ સહજ ભાવે ઉત્તર આપ્યો.

‘પણ તમારું નામ?’

‘નિશા, નિશા પટેલ’

બસ નિશિથ માટે નામ જ પૂરતું હતું. એ ના ન કહી શક્યો, મનમાં જરા ખુશ થતાં જ અચરજ સાથે વિચારવા લાગ્યો ‘નિશા અને ફાર્માકોલોજીમાં હેલ્પ?’

* * *

આજે નિસિથ ઉત્સાહ થી મારુતિ કૂરિયર ઓફિસે જઈ રહ્યો હતો એ જ ઓફિસ કે જ્યાં એ 2 વર્ષ પહેલા ગયો હતો.

ખુશમિજાજ મન, લાગણીઓનો આવેગ, આંખોમાં એક અનેરી ચમક અને ઝડપથી ચાલતા પગલાં સાથે ક્યારે એ કૂરિયર ઓફિસે આવી ગયો એની એને ખબર જ ન પડી.

નિશિથના હાથમાં કાર્ડ્સ હતા જેની પર લખ્યું હતું, ‘ડૉ. નિશિથ વેડ્સ ડૉ.નિશા’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સમજફેર – રમેશ ર. દવે
સબસે ઊંચી પ્રેમસગાઈ – વિનોદિની નીલકંઠ Next »   

20 પ્રતિભાવો : સમયની કરામત.. – ડૉ. નિલેષ ઠાકોર

 1. AMRUT RAVJI PATEL says:

  ભાઈ ડૉ. નિલેષ ઠાકોર આ૫ની કલમે આ પ્રથમ કૃતિ પ્રસ્તુત થઈ રહી છે સાહિત્યનો અને નાની વાર્તાઓ લખવાનો આપને શૈશવકાળથી શોખ છે.જાણી આન્ન્દ થયો. રીડગુજરાતી પર આપનું સ્વાગત છે.હુ આમજ લેખ વાચવા બેસી જઊ તમારી વારતા ગમી થોડા સમય મા વધુ કહ્યુ. ટુકી વારતા ના પ્રકાર મુજબ સરસ વારતા બની આપને દિલ થી શુભકામનાઓ. અમ્રત રવજી પટેલ. ૯૮૭૯૧૯૧૫૪૩

 2. Arvind Patel says:

  સરસ. યુવા વય ને મુગ્ધ અવસ્થા કહેવાય. આ ઉમરે લાગણીઓ ને દિશા નથી હોતી. જ્યાં જરાક હાસ્ય જોવે અને લપસી જાય. સ્વપ્ના જોવા લાગી જાય. જયારે પરિપક્વતા આવે ત્યારે હસવું આવે, ભૂતકાળમાં પોતે કરેલા પરાક્રમો પર.

 3. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  ડૉ. નિલેષભાઈ,
  આપની પ્રથમ કૃતિ ગમી. ભવિષ્યમાં વાર્તામાં નાટ્યક્તાને બદલે વાસ્તવિકતાને પ્રાધાન્ય આપશો તો કૃતિઓ વધુ ખિલી ઉઠશે. અભિનંદન.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Vaishali Maheshwari says:

   Shri Kalidas V. Patel Ji,

   I completely agree with your comment. You are an avid reader of ReadGujarati. I have been reading your comments on almost every article that I read and your comments are worth reading.

   I like how you have appreciated this story and based on your experience given a suggestion to improve to the new writer to do better in his upcoming writing.

   I wish people stop getting offended for things that are supposed to be appreciated and taken positively. I, as a reader, appreciate your comments and suggestions. Thank you for the same.

 4. kashmira says:

  Saras varta.kalidas bhai varta kalpnik pan hoy sake.jaruri nathi k varta vastvik j hoy varta mate aavu bandhan?????aagal lakhata rahejo.pravhmahi varta.vartaras jalvay rahyo.

 5. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  કાશ્મીરાબેન,
  વાર્તા કાલ્પનિક હોય તેની સામે કોઈ વાંધો જ ન હોય. લેખકની કૃતિમાં જે નાટ્યક્તાનો અતિરેક જણાયો તે પરથી તે વાસ્તવિક કે સ્વાભાવિક લાગતું નથી, તેથી એક નમ્ર સુચન કરેલ છે કે ભવિષ્યમાં વાર્તાને વાસ્તવિક બનાવવાને પ્રાધાન્ય આપવું. કલ્પના પણ વાસ્તવિકતાની એરણ પર સફળ ઉતરવી જરુરી છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

  • Ravi Dangar says:

   નિલેષભાઇ વાર્તા ખૂબ જ સરસ છે. વાંચીને ખૂબ જ મજા આવી. વાર્તા લખવાનો પહેલો જ પ્રયાસ છે પણ ખૂબ જ સારો છે. આવી જ રીતે આગળ વધતા રહો અને નવી વાર્તાઓ આપતા રહો એ માટે શુભકામના.

   અને હવે કાલિદાસભાઈ તમારા માટે થોડાં સૂચનો :

   – કે વાર્તા કાલ્પનિક હોય અને વાસ્તવિકતાના એરણ પર સફળ ના થાય તો ચાલે પણ વાર્તાના એરણ પર સફળ થવી જોઈએ. આ વાર્તા વાર્તાના એરણ ઉપર ખૂબ સારી રીતે પાર ઉતરી છે.

   – બીજું કે આ વાર્તામાં નાટ્યાત્મકતાનો જરા પણ અતિરેક નથી જણાયો. આ વાર્તાનું કથાનક એકદમ વાસ્તવિક અને સ્વાભાવિક લાગે છે. તમે કદાચ આવી વાતો કે ઘટના જોઈ નહિ હોય અથવા જોઈ હોય પણ તમારું રૂઢિવાદી મન એ માનવ તૈયાર ના થયું હોય. અથવા તમારા રૂઢિવાદી વિચારો એ સ્વીકારી ના શકતા હોય એવું મને લાગે છે.

   – તો કાલિદાસભાઈ સમજી વિચારીને વાર્તાનો પ્રતિભાવ લખો અથવા લખો જ નહિ.

 6. Shaikh fahmida says:

  Not so good. Navinta nathi. Pan biji Vaarta avasya Saari hase ,jyare pan lakhso tyare.

 7. AMRUT RAVJI PATEL says:

  તમામ મિત્રો નવા વારતાકાર ને આવકારે તો આગળ વધુ જાણવા મળશે.

 8. dipen says:

  બહુ સરસ ………..

 9. Ravi Dangar says:

  નિલેષભાઇ વાર્તા ખૂબ જ સરસ છે. વાંચીને ખૂબ જ મજા આવી. વાર્તા લખવાનો પહેલો જ પ્રયાસ છે પણ ખૂબ જ સારો છે. આવી જ રીતે આગળ વધતા રહો અને નવી વાર્તાઓ આપતા રહો એ માટે શુભકામના.

  અને હવે કાલિદાસભાઈ તમારા માટે થોડાં સૂચનો :

  – કે વાર્તા કાલ્પનિક હોય અને વાસ્તવિકતાના એરણ પર સફળ ના થાય તો ચાલે પણ વાર્તાના એરણ પર સફળ થવી જોઈએ. આ વાર્તા વાર્તાના એરણ ઉપર ખૂબ સારી રીતે પાર ઉતરી છે.

  – બીજું કે આ વાર્તામાં નાટ્યાત્મકતાનો જરા પણ અતિરેક નથી જણાયો. આ વાર્તાનું કથાનક એકદમ વાસ્તવિક અને સ્વાભાવિક લાગે છે. તમે કદાચ આવી વાતો કે ઘટના જોઈ નહિ હોય અથવા જોઈ હોય પણ તમારું રૂઢિવાદી મન એ માનવ તૈયાર ના થયું હોય. અથવા તમારા રૂઢિવાદી વિચારો એ સ્વીકારી ના શકતા હોય એવું મને લાગે છે.

  – તો કાલિદાસભાઈ સમજી વિચારીને વાર્તાનો પ્રતિભાવ લખો અથવા લખો જ નહિ.

 10. Dhairya says:

  આ કાલિદાસ કાકા ને બ્લોક કરો યાર!

 11. Nisha says:

  Cool….હુ તો વાંચુ છુ જ કાલ્પનીક દુનિયામા રેહવા માટે તો…this is best for me..મને તો ગમી…

 12. સુબોધભાઇ says:

  સરસ અને સફળ પ્રયાસ.

 13. Katappa says:

  This is stupid story… I am 100% with kalidas… wasted my time…

 14. Kalpana says:

  સાવ પકાઉ વાર્તા

 15. SHARAD says:

  REALLY A SHORT STORY .

 16. Vaishali Maheshwari says:

  Congratulations Shri Dr. Nilesh ThakorJi for getting your first story published on ReadGujarati. I enjoyed reading it, but as many other readers mentioned, there is some scope for improvement.

  It is a good first start. I am eager to read better and more engaging stories from you in the near future. All the best with your new writings.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.