(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) કાળાં ડિબાંગ વાદળોવાળી મેઘલી રાત, બારે મેઘ ખાંગા થયા બાદ ઈન્દ્રદેવે વરસાદને ‘સ્ટે’ ઓર્ડર આપ્યો છે. પવનના સૂસવાટા અને વીજળીના કડાકા વાતાવરણને ભયાનક બનાવી રહ્યા છે, મધરાતે ઘૂવડ અને ચીબરીનો અવાજ કશાક અમંગળના એધાંણ આપી રહ્યો છે. શ્વાનનું કરૂણ રૂદન નાનક શેઠના સ્વજનોને […]
Monthly Archives: November 2015
(‘સૂર્ય નમસ્કાર’ના નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાંથી) સૂફી ચિંતક ઇદ્રિસ શાહે એમ વાત કરી છે. બે યુવાન પ્રેમીઓ લાંબા વિયોગ પછી ભેગાં મળ્યાં. યુવકે વિરહના ગાળામાં પ્રિયતમાને લખેલા પ્રેમપત્રો વાંચવા માંડ્યા. પ્રિયતમા પત્રોના વાચનથી કંટાળી ગઈ. એણે યુવકને કહ્યું, ‘અહીં હું તારી સમીપે બેઠી છું અને તું પત્રો વાંચ વાંચ કરે છે […]
(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) ગામ નાનું ન કહેવાય, ખાસ મોટુંય ન કહેવાય. રાત્રિના પાંચ છ કલાક બાદ કરતા રેલવે સ્ટેશન પણ ધમધમતું. ગાડીઓ દર કલાક-દોઢ કલાક પછી આવતી જતી એટલે વચ્ચેનો ગાળો થોડોક શાંત રહેતો. આજેય મેલ ગાડી જતી રહી અને પ્લેટફોર્મ લગભગ ખાલીખમ થઈ ગયું એ […]
(‘અખંડ આનંદ’ સામયિકના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) હા અને ના. આ બંને આમ તો એકાક્ષરી શબ્દો છે. પરંતુ આ બેમાં જે પહેલો અક્ષર છે એ સાંભળનારને ગમે એવો, પેલા રાજાની ગમતી રાણી જેવો માનીતો છે, અને બીજો અણમાનીતો છે, ‘ના’ સાંભળવું કોઈને પસંદ નથી. કહે છે કે નેપોલિયનની ડિક્ષનેરીમાં અશક્ય જેવો […]
ગત તા. ૪ નવેમ્બરે સાંજે પિપાવાવથી મહુવા બાઈક પર આવતી વખતે હાઈવે પર મહુવાથી ૧૦ કિલોમિટર દૂર, બાઈક એક ઉંડા ખાડાને ભેટ્યું, એ આગલા પૈડા પર ઊભું થયું, હું પડ્યો અને મારા પગ ઉપર બાઈક પડ્યું.. અને પગના ઘૂંટણ નીચેના હાડકાને તોડી નાખ્યું. અને અંતે દોઢ મહીનાનો ખાટલાવાસ ભોગવવાનો આવ્યો […]
(‘રમાનાથનો અમૃતબોધ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ મહેન્દ્રભાઈ એન.પરીખ (મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાં ઘણા બધા ધાર્મિક પ્રશ્નોના ઉત્તરો આપીને ચર્ચા કરવામાં આવી છે. અહીં તેમાંથી અમુક પ્રશ્નો અને ઉત્તરો પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ૧. Devotion (ભક્તિ) કૃપાથી પ્રાપ્ત […]