Archive for December, 2015

વિજયાનો વિજય – હરિભાઉ મહાજન

(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) પીઠ પર એટલો જોરદાર ધબ્બો વાગ્યો કે હું જાણે ધનુષ્યની તણાયેલી કમાન જેવી થઈ ગઈ ! પડતાં પડતાં બચી. હાથમાંથી શોપિંગની થેલી પણ પડી ગઈ. મોંમાંથી ‘ઓ મા !’ નીકળી ગયું. હમણાં એકની પાછળ બીજો આઘાત પણ આવશે, એવા ભયથી હૈયું ફફડવા લાગ્યું. ત્રણ-ચાર સેકંડ ગઈ, પણ એવું કંઈ […]

રૂબરૂ કહેવાનું રાખ્યું નથી… – વિનોદ ભટ્ટ

(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) ‘તમે નિખિલભાઈના દીકરાના મેરેજ-રિસેપ્શનમાં આવવાનાં ને ?’ ‘ત્યાં આપણું શું દાટ્યું છે ?’ તેમણે મને સામે પૂછ્યું. તે થોડા નારાજ જણાયા. તેમની પાસેથી મેં જાણવા માગ્યું. ‘તમારા તો એ ખાસ સ્નેહી છે. તેમની જોડે તો તમે બબ્બેવાર વૈષ્ણવ દેવી પણ જઈ આવ્યા છો, તમારા માટે તે ઘણો ભાવ […]

સમાધાનની વિરલ અનુભૂતિનું ગાન – ડૉ. દર્શના ધોળકિયા

(‘જનકલ્યાણ’ સામયિકના નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) મંગલ મંદિર ખોલો, દયામય, મંગલ મંદિર ખોલો ! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો, દયામય. તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યો લ્યો દયામય. નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો, દયામય. દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો… દયામય. – નરસિંહરાવ દિવેટિયા અર્વાચીન […]

અનોખી વસિયત – કેશુભાઈ દેસાઈ

(‘કુમાર’ સામયિકના નવેમ્બર-૨૦૧૫ના અંકમાંથી) સત્તર કલાકની હવાઈ સફર કરી અમેરિકાથી દોડી આવેલી ડૉ. નંદિની પટેલ ઍરપોર્ટથી ટેક્સી લઈને શહેરની એ જાણીતી હાર્ટ હૉસ્પિટલના આઈસીસીયુ વૉર્ડમાં પહોંચી ગઈ, વાડીકાકા એનો પગરવ પારખી ગયા હોય એમ અર્ધબેહોશીમાં બબડ્યા : ‘આવી ગઈ, બેટા ! હું તારી જ વાટ જોતો’તો… લે ત્યારે, જઉં હવે ?’ એટલું કહેતાં કહેતાં એમની […]

બૅન્ક-બૅલેન્સ – બિપિન ધોળકિયા

(‘જવનિકા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) પ્રેમશંકર માસ્તરને સૌ કોઈ ઓળખે. ગામ બહુ મોટું નહીં તેમ બહુ નાનું પણ નહીં, એટલે બધા જ પ્રકારના લોકો જોવા મળે. કોઈ વાર કોઈ અજાણ્યો માણસ બસમાંથી ઊતરે ને પૂછે કે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.