(‘રમત આટાપાટાની’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પિન્કીની સ્કૂલમાં આજે પૅરન્ટ્સ ડે હતો. મુંબઈની પ્રખ્યાત શાળાઓમાં પૅરન્ટ્સ–ડેની સ્ટેજ પ્રોગ્રામ સાથે દબદબાપૂર્વક ઉજવણી થતી હોય છે. સરિતા દર વર્ષે પિન્કીની સાથે આ પ્રોગ્રામમાં […]
Yearly Archives: 2015
(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) (૧) એકાદું ઠેકાણું રાખો… – નીતિન વડગામા સાચેસાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો, સુખ-દુઃખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો. મુક્ત બનીને થાતી ફોગટ દોડાદોડી થકવી દેશે, સામે ચાલી બંધાવાનું એકાદું ઠેકાણું રાખો. પોતાના પડછાયામાંથી પણ જ્યાં રહેવાતું સાવ સલામત, એવી ઓથે સંતાવાનું એકાદું […]
(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) કાળાં ડિબાંગ વાદળોવાળી મેઘલી રાત, બારે મેઘ ખાંગા થયા બાદ ઈન્દ્રદેવે વરસાદને ‘સ્ટે’ ઓર્ડર આપ્યો છે. પવનના સૂસવાટા અને વીજળીના કડાકા વાતાવરણને ભયાનક બનાવી રહ્યા છે, મધરાતે ઘૂવડ અને ચીબરીનો અવાજ કશાક અમંગળના એધાંણ આપી રહ્યો છે. શ્વાનનું કરૂણ રૂદન નાનક શેઠના સ્વજનોને […]
(‘સૂર્ય નમસ્કાર’ના નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૫ના અંકમાંથી) સૂફી ચિંતક ઇદ્રિસ શાહે એમ વાત કરી છે. બે યુવાન પ્રેમીઓ લાંબા વિયોગ પછી ભેગાં મળ્યાં. યુવકે વિરહના ગાળામાં પ્રિયતમાને લખેલા પ્રેમપત્રો વાંચવા માંડ્યા. પ્રિયતમા પત્રોના વાચનથી કંટાળી ગઈ. એણે યુવકને કહ્યું, ‘અહીં હું તારી સમીપે બેઠી છું અને તું પત્રો વાંચ વાંચ કરે છે […]
(‘ગુજરાત’ વિક્રમ સંવત ૨૦૭૧ના દીપોત્સવી અંકમાંથી સાભાર) ગામ નાનું ન કહેવાય, ખાસ મોટુંય ન કહેવાય. રાત્રિના પાંચ છ કલાક બાદ કરતા રેલવે સ્ટેશન પણ ધમધમતું. ગાડીઓ દર કલાક-દોઢ કલાક પછી આવતી જતી એટલે વચ્ચેનો ગાળો થોડોક શાંત રહેતો. આજેય મેલ ગાડી જતી રહી અને પ્લેટફોર્મ લગભગ ખાલીખમ થઈ ગયું એ […]
(‘અખંડ આનંદ’ સામયિકના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) હા અને ના. આ બંને આમ તો એકાક્ષરી શબ્દો છે. પરંતુ આ બેમાં જે પહેલો અક્ષર છે એ સાંભળનારને ગમે એવો, પેલા રાજાની ગમતી રાણી જેવો માનીતો છે, અને બીજો અણમાનીતો છે, ‘ના’ સાંભળવું કોઈને પસંદ નથી. કહે છે કે નેપોલિયનની ડિક્ષનેરીમાં અશક્ય જેવો […]
ગત તા. ૪ નવેમ્બરે સાંજે પિપાવાવથી મહુવા બાઈક પર આવતી વખતે હાઈવે પર મહુવાથી ૧૦ કિલોમિટર દૂર, બાઈક એક ઉંડા ખાડાને ભેટ્યું, એ આગલા પૈડા પર ઊભું થયું, હું પડ્યો અને મારા પગ ઉપર બાઈક પડ્યું.. અને પગના ઘૂંટણ નીચેના હાડકાને તોડી નાખ્યું. અને અંતે દોઢ મહીનાનો ખાટલાવાસ ભોગવવાનો આવ્યો […]
(‘રમાનાથનો અમૃતબોધ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ મહેન્દ્રભાઈ એન.પરીખ (મુંબઈ)નો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાં ઘણા બધા ધાર્મિક પ્રશ્નોના ઉત્તરો આપીને ચર્ચા કરવામાં આવી છે. અહીં તેમાંથી અમુક પ્રશ્નો અને ઉત્તરો પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) ૧. Devotion (ભક્તિ) કૃપાથી પ્રાપ્ત […]
(‘ફીલિંગ્સ’ના લાઈફ… એટ 40 વાર્ષિક વિશેષાંક-૨૦૧૫માંથી સાભાર) ઘણી વખત તમે લોકોના મોઢે બોલતાં સાંભળ્યું હશે કે મહેનત કર, આ તારી સફળ થવાની ઉંમર છે. મહેનત કરીને નામના કમાવવાની એક ઉંમર હોય છે… શું આપ એવું માનો છો કે સફળ થવાની કે સિદ્ધિ મેળવવાની કોઈ ઉંમર હોય છે ? એ ઉંમર […]
(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) વટાણા ફોલતાં સંધ્યા એકદમ ચોંકી ગઈ. તાજા, લીલાછમ દેખાતા વટાણાની અંદર એવા જ કલરની મોટી ઇયળ ગૂંચળું વળીને બેઠી હતી. દૂરથી તો ખ્યાલ જ ન આવે કે ઇયળ છે. ઇયળ સહેજ સળવળીને બહાર નીકળવા મથામણ કરવા લાગી. સંધ્યા એના સળવળાટને થોડી વાર જોઈ […]
(‘બહાદુર બાળકો’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં ૨૦૧૩માં વડાપ્રધાનના હસ્તે વિવિધ વીરતાના પુરસ્કારો પ્રાપ્ત કરનાર ૨૨ બાળકોની ૨૧ સત્યઘટનાઓ સમાવવામાં આવી છે. જેમાંથી અહીં બે સત્યઘટનાઓ પ્રસ્તુત છે. સમગ્ર દેશમાં પોતાના પરાક્ર્મથી પોતાના માતા-પિતાનું અને દેશનું નામ ઉજાગર કરનાર બાળકોની બહાદુરી આપણને દરેક પ્રકરણે વાંચવા મળે છે. વીરતાના કાર્યો કરવા માટે કોઈ […]
(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ઑક્ટોબર, ૨૦૧૫ના અંકમાંથી) ‘જલેબીનું ગૂંચળું.’ ‘હેં ?’ ‘કાગડાનો કાળો રંગ.’ ‘એટલે ?’ ‘ઢાંકણ વગરની ગટર.’ ‘એક માઈકની ચીસ.’ ‘ભઈ, કંઈ સમજાય એવું બોલો ને. આ શું છે બધું ? મગજમાં ન ઊતરે તેવું સાવ ધડમાથા વગરનું.’ ‘આ બધાં મારી નવી વાર્તાનાં શીર્ષક છે. કેમ લાગ્યાં ?’ ‘આવાં ? […]