(‘ચિંતનને ચમકારે’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હું તારો અને તું મારો અંશ છે, આપણા પ્રેમનો એ જ સારાંશ છે. – સાગર તમે ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ? આંખો બંધ કરો અને થોડાક ખોવાઈ જાવ. એ ક્ષણને યાદ કરો જ્યારે તમે પહેલી વખત તમારી પ્રિય […]
Yearly Archives: 2015
(‘સંબંધસેતુ’ નામના પુસ્તકમાં ૪૧ પ્રેરણાત્મક અને વિચારપ્રેરક લઘુનિબંધો આપવામાં આવ્યા છે. અહીં તેમાંથી બે લઘુનિબંધો પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) માનવતાથી વધારે મોટો બીજો કોઈ ધર્મ નથી શિકાગોથી આવેલી ગાડીમાંથી એક જાડો માણસ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઊતર્યો. તેના હાથમાં ભારે બેગ અને […]
(‘લાવણ્ય’ પુસ્તકમાંથી) (૧) નજાકત – નીતા જોશી અરજણ જીવીને સાત ફેરાનાં ચક્કર ફેરવીને લઈ આવ્યો પછી સંસારનો ચાકડો ફરવો શરૂ થઈ ગયો. મહેંદીનો રંગ ઊતરે એ પહેલાં જ જીવી અરજણ સાથે માટીનાં રંગે રંગાઈ ગઈ. માટી, પાણી અને ચાકડો, ભડભડતી અગ્નિ અને અંદર પાકતા માટીનાં ઠામ વચ્ચે બન્ને ખુશખુશાલ હતા. […]
(‘કાગળ પર ચોમાસું’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પિતા ઓચિંતા જ બીમાર થઈ ગયા. સગાસંબંધીએ સમયસર હૉસ્પિટલમાં ખસેડ્યા. સારવાર શરૂ થઈ અને પુત્રને, વિદેશમાં જાણ કરી. વત્સલ પિતાનો સ્નેહ પુત્રને ખેંચી લાવ્યો. દોડાદોડ કરીને દેશમાં આવતાં તો ય એને બે દિવસ તો લાગ્યા. આવીને પિતાની પાસે […]
(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૫ના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ‘શિયાળાનો દિવસ ! સૂર્યાસ્ત હવે હાથવેંતમાં. સૂરજને ઊગવાની પણ ઉતાવળ અને આથમવાની પણ ઉતાવળ ! છતાં બધું જ ઘડિયાળના કાંટા મુજબ. આકાશ તો એકનું એક ! સૂરજ એકનો એક. અંધકારની છાતી ચીરીને સૂરજ ઊગે છે અને અંધકારને જગતનો હવાલો આપીને સૂરજ આથમે […]
(‘સાધના’ના ૩ ઓક્ટોબર,૨૦૧૫ના અંકમાંથી) મીઠી ઘંટડીનો રણકાર બપોરના વખતે શહેરના ભરચક વસ્તીવાળા મહોલ્લામાં સંભળાતો. તે સાંભળી ઘણાં છોકરાં જ્યાં હોય ત્યાંથી દોડી આવતાં. છોકરાં તેમને ‘ગળ્યા ડોસા’ કહીને બોલાવતાં. તે મીઠાઈ વેચતા તેથી આવું ઉપનામ પામેલા. ફેરી કરીને કમાનારા માણસો કરતાં ગળ્યા ડોસા જુદા પડી જતા. સામાન્ય ફેરિયાઓ કરતાં વધારે […]
(જેમની કલમે આ પ્રથમ કૃતિ પ્રસ્તુત થઈ રહી છે એવા જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટણ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડૉ. નિલેષ ઠાકોર આ વાર્તા લઈને ઉપસ્થિત થયા છે. સાહિત્યનો અને નાની વાર્તાઓ લખવાનો તેમને શૈશવકાળથી શોખ છે. રીડગુજરાતી પર તેમનું સ્વાગત છે. ડૉ. નિલેષની કલમને શુભકામનાઓ. તેમનો […]
(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) ચીમનલાલે ઓડકાર ખાઈને હાશ અનુભવી. બાજુમાં મૂકેલાં નાગરવેલનાં પાનમાંથી સરસ મઝાનું પાન પસંદ કરીને એની જાડી જાડી નસો કોતરવા લાગ્યા. ચૂનાની ડબ્બી લેવા હાથ લંબાવ્યો તો એમની નજર મનોજ પર ઠરી, નોર્મલી એ કંઈ રાહ જોતો નથી પણ આજે એ હજુ ડાઈનિંગ ટેબલ પર બેઠો […]
(‘સહજ બાલઆનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી) ‘અરે દેવાંગ ! આ તારો નાસ્તાનો ડબ્બો પાછો ભૂલી ગયો ? તારા દફ્તરમાં મૂકી દે. હમણાં વાનવાળાભાઈ આવી જશે… રાતે જરા વહેલો સૂઈ જતો હોય તો ! રોજ સવારમાં કેટલી ધમાલ પડે છે ? કાલે દૂધ પીવાનું ભૂલી ગયો હતો. બેટા… ભૂખ્યા પેટે ભણવામાં […]
(‘એવા રે અમે એવા…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) મારામાં પહેલાં નમ્રતા ઘણી ઓછી હતી તડ ને ફડ કરી નાખવાનો વારસો મને મોટાભાઈ-મોટીબહેન પાસેથી મળ્યો છે. કોઈને થોડો ઉદ્ધત પણ લાગું. પણ […]
(‘નવચેતન’ સામયિકના સપ્ટેમ્બર-૨૦૧૫ના અંકમાંથી સાભાર) શૈક્ષણિક ક્ષેત્રે આગવું કાઠું કાઢી, નામના મેળવી ચૂકેલ શહેરની સરસ્વતી વિદ્યામંદિરમાં નવા પ્રિન્સિપાલ તરીકે વંદિતાની નિમણૂક થઈ. સ્કૂલમાં ખળભળાટ મચી ગયો. ખળભળાટ થવાનું કારણ હાલના પ્રિન્સિપાલ પંડ્યાસાહેબ વયમર્યાદામાં નિવૃત્ત થતા હતા. વાઇસ પ્રિન્સિપાલ તરીકે સેવા આપતાં વિઠ્ઠલભાઈ સાહેબ પંડ્યાસાહેબની જગ્યાએ નક્કી જ હતા. આખી સ્કૂલ […]
(સ્વાતિ મેઢ દ્વારા સંપાદિત ‘બહુરંગી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે. ગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. […]