Archive for 2015

સંબંધસેતુ – દેવેશ મહેતા

(‘સંબંધસેતુ’ નામના પુસ્તકમાં ૪૧ પ્રેરણાત્મક અને વિચારપ્રેરક લઘુનિબંધો આપવામાં આવ્યા છે. અહીં તેમાંથી બે લઘુનિબંધો પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) માનવતાથી વધારે મોટો બીજો કોઈ ધર્મ નથી શિકાગોથી આવેલી ગાડીમાંથી એક જાડો માણસ ન્યુયોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ઊતર્યો. તેના હાથમાં ભારે બેગ અને બીજો ઘણો સામાન હતો. કોઈ […]

ત્રણ માઈક્રોફિક્શન વાર્તાઓ – સંકલિત

(‘લાવણ્ય’ પુસ્તકમાંથી) (૧) નજાકત – નીતા જોશી અરજણ જીવીને સાત ફેરાનાં ચક્કર ફેરવીને લઈ આવ્યો પછી સંસારનો ચાકડો ફરવો શરૂ થઈ ગયો. મહેંદીનો રંગ ઊતરે એ પહેલાં જ જીવી અરજણ સાથે માટીનાં રંગે રંગાઈ ગઈ. માટી, પાણી અને ચાકડો, ભડભડતી અગ્નિ અને અંદર પાકતા માટીનાં ઠામ વચ્ચે બન્ને ખુશખુશાલ હતા. માટીની નરમ જાત સાથે કામ […]

અભિપ્રાયની ઉતાવળ – તુષાર શુક્લ

(‘કાગળ પર ચોમાસું’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) પિતા ઓચિંતા જ બીમાર થઈ ગયા. સગાસંબંધીએ સમયસર હૉસ્પિટલમાં ખસેડ્યા. સારવાર શરૂ થઈ અને પુત્રને, વિદેશમાં જાણ કરી. વત્સલ પિતાનો સ્નેહ પુત્રને ખેંચી લાવ્યો. દોડાદોડ કરીને દેશમાં આવતાં તો ય એને બે દિવસ તો લાગ્યા. આવીને પિતાની પાસે હૉસ્પિટલમાં પહોંચ્યો. પિતાની તબિયત હવે […]

નીલકંઠ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૫ના દિપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ‘શિયાળાનો દિવસ ! સૂર્યાસ્ત હવે હાથવેંતમાં. સૂરજને ઊગવાની પણ ઉતાવળ અને આથમવાની પણ ઉતાવળ ! છતાં બધું જ ઘડિયાળના કાંટા મુજબ. આકાશ તો એકનું એક ! સૂરજ એકનો એક. અંધકારની છાતી ચીરીને સૂરજ ઊગે છે અને અંધકારને જગતનો હવાલો આપીને સૂરજ આથમે છે ! સૂર્યનો અસ્તકાળ શું […]

સબસે ઊંચી પ્રેમસગાઈ – વિનોદિની નીલકંઠ

(‘સાધના’ના ૩ ઓક્ટોબર,૨૦૧૫ના અંકમાંથી) મીઠી ઘંટડીનો રણકાર બપોરના વખતે શહેરના ભરચક વસ્તીવાળા મહોલ્લામાં સંભળાતો. તે સાંભળી ઘણાં છોકરાં જ્યાં હોય ત્યાંથી દોડી આવતાં. છોકરાં તેમને ‘ગળ્યા ડોસા’ કહીને બોલાવતાં. તે મીઠાઈ વેચતા તેથી આવું ઉપનામ પામેલા. ફેરી કરીને કમાનારા માણસો કરતાં ગળ્યા ડોસા જુદા પડી જતા. સામાન્ય ફેરિયાઓ કરતાં વધારે ઘરડા હતા. વળી કપડાં બહુ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.