Archive for 2015

સત્યનારાયણનો શીરો – કલ્પના જિતેન્દ્ર

(સ્વાતિ મેઢ દ્વારા સંપાદિત ‘બહુરંગી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) નવનીતરાયે કમર કસી ગળ્યું ખાવા માટે. ગમે તે થાય કોઈ પણ ભોગે આજે તો ગળ્યું ખાવું જ છે. સવારથી તલપ લાગી છે. ખરેખર તો આજે ગણેશચોથ છે […]

થોડા રમૂજી ટુચકાઓ.. – સંકલિત

ચોર તિજોરી તોડવા જતો’તો ત્યાં તેના પર લખેલું વંચાયું – તોડવાની જરૂર નથી, બાજુનું બટન દબાવો, તિજોરી ખુલી જશે. ચોરે બટન દબાવ્યું, સાયરન વાગી અને તે પકડાઈ ગયો. કૉર્ટમાં જજે તેને પૂછ્યું, ‘તારે તારી સફાઈમાં કંઈ કહેવું છે ?’ ચોરે ગળગળા સ્વરે કહ્યું, ‘સાહેબ હવે માણસાઈ પરથી મારો તો વિશ્વાસ જ ઉઠી ગયો…!!’ * ટીચર […]

ક્ષણે ક્ષણે રત્ન – નીલેશ મહેતા

 (નીલેશ મહેતા દ્વારા સંક્ષેપ અને સંકલન થયેલ ‘ક્ષણે ક્ષણે રત્ન’ પુસ્તકમાંથી. જિંદગીના મોતીચારા સમાન પ્રેરક પ્રસંગો ધરાવતા આ પુસ્તકમાં ૪૪ પ્રસંગો આપવામાં આવ્યા છે, તેમાંથી ૫ પ્રસંગો અહીં પ્રસ્તુત છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) બાળકના બાળપણની મજા એક મોટા બગીચામાં બાળકો રમતાં હતાં. બગીચાની એક બેંચ પર એક પુરુષ બેઠેલો હતો. […]

પન્નાએ કહેલી વાત – હિમાંશી શેલત

 (‘સહજ બાલઆનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી) રોજ સાંજે બગીચામાં એકાદ કલાક રમવાનો સમય છોકરાંઓ ગમે ત્યાંથી કાઢી લેતાં. સાંજે રમવાથી તાજાં થઈ જવાય, એવું એમના માબાપ પણ સ્વીકારે. આમ રમવાનો નિયમ બરાબર સચવાય, કોઈ દિવસ વળી રમવાને બદલે બધાં અંતકડી રમવા બેસી જતાં. આજે તો છોકરાંઓ એકઠાં થયાં કે તરત પન્નાએ જાહેર કરી દીધું કે […]

પ્રેમીના પપ્પાનો પત્ર – મણિલાલ હ. પટેલ

(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના ડિસેમ્બર-૨૦૧૪ના અંકમાંથી) ચિ. સમતા, હું, નીતિન પટેલ, તને ક્યા નાતે આ પત્ર લખી રહ્યો છુ ? – એવો પ્રશ્ન તને અને મને : બંનેને થાય એ સહજ છે. એનો હાથવગો, કહો કે હોઠવગો ઉત્તર અત્યારે તો એમ આપી શકાય કે નામ વગરની લાગણીને નાતે આ પત્ર લખાય છે. જેમ સ્નેહભાવ વિનાના સમ્બન્ધો હોય […]

Copy Protected by Chetan's WP-Copyprotect.