Archive for January, 2016

જીવનમાં પાંગરતા સંબંધો – નીલમ દોશી

(‘નવચેતન’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) જ્યાં તું બાંધે મને કે, હું બાંધું તને, નક્કી એ જ છે ખરું બંધન… સંબંધ… સમ બંધ… જે બંધન બંને તરફ સરખું છે તે સંબંધ… ગર્ભનાળ સાથે શરૂ થતા સંબંધો, લોહીમાં ધબકતા સંબંધો કે શ્વાસ જેટલા જરૂરી બનતા સંબંધો… દરેક સંબંધો એકસાથે અનેક પરિપ્રેક્ષ્યમાં જીવાતા રહે છે. અને કદાચ એથી […]

રોઈ લેવું પણ રાવ ન કરવી – જયદેવ માંકડ

(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘તમે સાચા હો તો પણ બાપ, રોઈ લેવું પણ રાવ ન કરવી.’ મોરારિબાપુની તાજેતરની એક કથામાં હમણાં આ સૂત્ર સાંભળવા મળ્યું. બાપુની કથાપ્રવાહમાં સહજપણે આવાં મૂલ્યવાન મોતી સમાં સૂત્રો મળી આવે છે. કોઈ કોઈ મરજીવા હોય પણ મરજીવાને તો ડૂબકીઓ મારવી પડે, જોખમ લઈ શોધવું પડે અને સફળતાની પાછી […]

બૂમરેંગ – સુનંદા ભટ્ટ

(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી-૨૦૧૬ના અંકમાંથી સાભાર) રમણભાઈએ ઘડિયાળમાં જોયું. રાતના એક વાગ્યો હતો. બાલ્કનીમાંથી રોડ પર નજર નાખતાં જોયું કે, અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. છતાં મ્યુનિસિપાલિટીની બત્તીઓને લીધે વાતાવરણ બિહામણું નહોતું. રડ્યાખડ્યા માણસો દેખાતા હતા. અજાણ્યાને જોઈ કૂતરાઓ ભસતા હતા. ગેટ પાસેનો ચોકીદાર થોડાં થોડાં ઝોકાં ખાતો સજાગ થઈ જતો હતો. હવે રમણભાઈની અકળામણ […]

જશોદાનો કાન – અશ્વિન વસાવડા

(‘નવચેતન’ સામયિકના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) વિશ્વેસની બદલી થતાં રુદ્રી મનોમન ખુશ થઈ. સ્વતંત્ર રહી શકાશે, પોતાના સમયે સૂવાનું, ઊઠવાનું, ઠીક પડે તે રસોઈ કરવાની, ફરવાનું, કોઈ રોકટોક નહીં, ઘેર વહેલું પહોંચવાની ચિંતા નહીં. વળી, રુદ્રીને નવા શહેરમાં નોકરી પણ મળી ગઈ. આમ તો ઘણા સમયથી નોકરી કરવાની તેની ઈચ્છા હતી જ; પણ સેતુનો જન્મ થવાનો […]

વેલેન્ટાઈન ડે – શ્રીમતી નયના શાહ

(‘અખંડ આનંદ’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) માલવિકા ફેસબુક પર ફોટા જોઈ રહી હતી. સવારથી એ બેચેન તો હતી જ. એ સવારે ઊઠી ત્યારે ટી.વી. ચાલુ કરતાંની સાથે જ ટી.વી. પર રોમેન્ટિક સીન ચાલી રહ્યા હતા. એણે કેલેન્ડર બાજુ નજર કરી. તારીખ ૧૪મી ફેબ્રુઆરી હતી. બધાં પતિપત્ની એ દિવસ ઊજવી રહ્યાં હતાં. એની બહેનપણીઓએ તો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.