રમૂજી ટુચકાઓ… – સંકલિત

રવિ (તરુણને) : શું તને ખબર છે કે મારા પપ્પા ચાલતી કારને અટકાવી દે છે ?
તરુણ : મારા પપ્પા તો ૧૦ કાર એકસાથે અટકાવે છે.
રવિ : સારું, તો તારા પપ્પા પહેલવાન છે.
તરુણ : ના, તેઓ એક ટ્રાફિક પોલીસ છે.
*

છોકરો : ચાલતાં-ચાલતાં રોકાઈ જાઉં છું, બેઠા-બેઠા આમ જ સૂઈ જાઉં છું, શું આ જ પ્રેમ છે?
છોકરી : પ્રેમ નહીં, કમજોરી છે, દવા લઈ લે !
*

એક પરેશાન માણસે એક મચ્છરને પોતાની આંગળીમાં પકડીને કહ્યું, ‘રાતે તો ડંખતો હતો, હવે દિવસે પણ ડંખવા લાગ્યો.’
મચ્છરે રૂંધાયેલા અવાજમાં કહ્યું, ‘ઓવરટાઈમ કરું છું માલિક. મા-બાપ બીમાર છે. ઘરમાં જુવાન બહેન છે. છોકરાવાળાઓએ દહેજમાં અડધા લીટર લોહીની ડિમાન્ડ કરી છે !’
*

ટીચર : પપલુ, કોઈપણ વાક્યના અંતમાં ‘વગેરે-વગેરે’ લખવાનો અર્થ શું છે ?
પપલુ : એ જ કે જેટલું અમે જાણીએ છીએ, એનાથી વધારે અમને નથી આવડતું.
*

એક બેટસમેને બીજી બેટસમેનને પૂછ્યું, ‘યાર, લગ્ન કરવામાં કેટલો ખરચ થાય છે ?’
‘ખબર નથી યાર ! મેં તો જ્યારથી લગ્ન કર્યા છે, ત્યારથી સતત ખરચો કરતો આવ્યો છું.’ બેટસમેને છગ્ગો માર્યો.
*

દીકરો : પપ્પા, હું અંધારામાં પણ વસ્તુઓને જોઈ શકું છું, જે આપણાથી ખૂબ દૂર હોય.
પપ્પા : સારું, તું શું જોઈ શકે છે ?
દીકરો : ચંદ્ર અને તારા.
*

ટીચર (સોનુને) : બોલ, સૌથી છેલ્લે આવતા દાંતને શું કહીએ છીએ ?
સોનુ (દાદાજીના દાંત વિશે વિચારતા) : હા મેડમ, નકલી દાંત.
*

સંતા : તું ક્યારનો બેઠો બેઠો ઈંટો કેમ ફેંકી રહ્યો છે ?
બંતા : હું એક રહસ્ય ઉકેલવા માટે આવું કરી રહ્યો છું. તું જો… આ ઈંટ લંબચોરસ છે ને ? તો પછી આ પાણીમાં વમળ કેમ વર્તુળાકાર પેદા થાય છે ?
*

મગન પાછળ એક કૂતરો દોડતો હતો. મગન હસતો જતો હતો. એની પાસેથી પસાર થનારે પૂછ્યું : તમે આમ હસો છો કેમ ?
મગન : મારી પાસે હવે એરટેલનું નેટવર્ક છે તોય આ હચવાળા પીછો નથી છોડતા એટલે હસું નહીં તો શું કરું ?
*

પત્ની બોલી, ‘આજકાલ ખર્ચની ખૂબ જ તંગી ચાલી રહી છે.
પતિ બોલ્યો, ‘હા… હું અઠવાડિયામાં છ દિવસ કામ કરું છું અને તું સાતેય દિવસ ખર્ચે છે, તો નુકસાન તો થાય જ ને.’ પતિએ હસતા હસતા જવાબ આપ્યો.
*

શિક્ષક : બોલ રાજુ, ઉનાળામાં વિસ્તરે અને શિયાળામાં સંકોચ પામે તે વસ્તુ કઈ છે ?
રાજુ : સાહેબ, નિશાળનું પડતું વેકેશન.
*

દુકાનદાર : તમારી પાસે મોબાઈલ હતો તો પછી લેટર કેમ લખ્યો ?
સંતા : મૈંને ફોન કિયા તો જવાબ મિલા ‘પ્લીઝ ટ્રાય લેટર’ ફિર મેં ક્યા કરતા ?
*

પ્રોફેસર : તમને જે ન ખબર હોય તે મને પૂછો.
સંતા : What is the meaning of I don’t know ?
પ્રોફેસર : મુઝે માલૂમ નહીં હૈ.
સંતા : જબ ઈતના નહીં માલૂમ તો ફિર આપસે ક્યા પૂછના…
*

એક સ્ત્રીએ પૂછ્યું : બાળકોને વગર ટિકિટે મુસાફરીની છૂટ છે ?
કંડક્ટર : હા મેડમ, પણ પાંચની નીચેનાંને જ…
સ્ત્રી : હાશ ! મારે ચાર જ છે !!
*

Complete અને Finished વચ્ચે શો તફાવત છે ?
તમને સરસ પત્ની મળે તો સાહેબ તમે Complete બનો પણ જો કોઈ માથાની ભટકાઈ તો બાપુ તમે Finished !
*

બંટી (ચિંટુને) : અંગ્રેજીમાં એવું શું છે જે ‘ટી’થી શરૂ થાય, ‘ટી’થી પૂરું થાય છે અને જેની અંદર ‘ટી’ એટલે કે ચા હોય છે ?
ચિંટુ : અરે, નથી ખબર.
બંટી : ટીપોટ.
*

ટીચર (વિદ્યાર્થીને) : તારા પપ્પા શું કરે છે ?
વિદ્યાર્થી : ગરમીમાં આઈસીએસ અને શિયાળામાં પીસીએસ.
ટીચર : શું મતલબ ?
વિદ્યાર્થી : ગરમીમાં આઈસ્ક્રીમ સેલર અને શિયાળામાં પકોડા ચાટ સેલર બની જાય છે.
*

અભિષેક (મિતેષને) : શું તને ખબર છે, આપણા ટીચરે કહ્યું છે કે દરરોજ એક સરફજન ખાવથી ડૉક્ટર દૂર રહે છે ?
મિતેષ : અરે, આ વાત છે. ત્યારે તો હું સફરજન નહીં ખાઉં.
અભિષેક : કેમ ?
મિતેષ : કારણ કે મારાં મમ્મીપપ્પા ડૉક્ટર છે.
*

શ્યામુ (રામુને) : રામુ, કાલે તેં જે દીવાસળીનું બૉક્સ ખરીદ્યું હતું, તેમાંથી એક પણ ન સળગી.
રામુ : આ તો ખૂબ આશ્ચર્યકારક વાત છે, પરંતુ મેં તો એક એક સળી સળગાવીને જોઈ હતી.
*

ટીચર : પપલુ, આજે સ્કૂલમાં મોડા આવવાનું તેં કયું બહાનું વિચાર્યું છે ?
પપલુ : માફ કરજો ટીચર, આજે હું એટલા ઝડપથી દોડીને આવ્યો છું કે વિચારવાનો સમય જ નથી મળ્યો !
*

નેતાજી જોશભેર ભાષણ આપી રહ્યા હતા. વચમાં એમણે કહ્યું, ‘અમારી પાર્ટીમાં ભ્રષ્ટાચારીઓ માટે કોઈ જગ્યા નથી…’
‘કેમ, હાઉસફૂલ થઈ ગયું શું ?’ કોઈકે ભીડમાંથી કટાક્ષ કર્યો.
*

પત્ની : તમે આ રોજ-રોજ ઉપર જોઈને આકાશમાં પથ્થર શા માટે મારો છો ?
પતિ : કારણ કે એક દિવસ મને કોઈકે કહ્યું હતું કે જોડી ઉપર સ્વર્ગમાંથી બનીને આવે છે !
*

છગને પપ્પુને કહ્યું, ‘ચોથા માળે રહેતા મગનકાકાને પૂછી આવ કે તમે હમણા તમારા ઘરમાં જાતે પેઇન્ટ કરેલું તો તમે પેઇન્ટ માટે કેટલા ડબ્બા કલરના લાવેલા ?
પપ્પુ : અંકલ કહે છે કે એ દસ ડબ્બા લાવેલા..
બે દિવસ પછી છગનને મગન મળી ગયો. છગન બોલ્યો, ‘મગન મેં પપ્પુને તારા ઘરે કલરના ડબ્બા કેટલા લાવેલો એ પૂછવા મોકલ્યો હતો. તેં એને દસ ડબ્બા કહ્યું તો હું બજારમાંથી દસ ડબ્બા લઈ આવ્યો, પણ એમાંથી પાંચ ડબ્બા વધ્યા.
મગન : હા તો… મારેય પાંચ વધ્યા હતા…
*

ગણિતના શિક્ષકે વર્ગખંડમાં સવાલ કર્યો : એક ટોપલીમાં દસ સફરજન પડ્યા છે એમાંથી ત્રણ સફરજન સડી ગયા તો કેટલા રહ્યા ?
પપ્પુ બોલ્યો : દસ રહ્યા…
છગન ; બેવકૂફ, દસ કેવી રીતે રહે ? ગણતરી તો કર.
પપ્પુ : સાહેબ, ત્રણ સફરજન સડી ગયા છે, તો એ રહેશે તો સફરજન જ ને… સડી જવાથી એ કેળા થોડાં થઈ જવાના છે…
*

પરેશ એના મિત્ર નરેશને કહેતો હતો, ‘યાર, મારી પત્ની બહુ ગુસ્સો કરે છે.’
નરેશ : પહેલા મારી પત્ની પણ કરતી હતી, પરંતુ હવે નથી કરતી.
પરેશ : એવું તેં શું કર્યું કે ગુસ્સો કરતી બંધ થઈ ગઈ.
નરેશ : એક દિવસ મેં એને કહ્યું કે વૃદ્ધાવસ્થામાં ગુસ્સો આવે એ સ્વાભાવિક છે. બસ, ત્યારથી એણે ગુસ્સો કરવાનું જ બંધ કરી દીધું.
*

પાડોશી : અલ્યા પિન્ટુ, આ પરીક્ષામાં તારા આટલા ઓછા માર્ક કઈ રીતે આવ્યા ?
પિન્ટુ : ગેરહાજર રહેવાના કારણે.
પાડોશી : કેમ, તું પરીક્ષા આપવા નહોતો ગયો ?
પિન્ટુ : હું નહીં, મારી બાજુમાં બેસતો છોકરો ગેરહાજર રહ્યો હતો !
*

(અહીં આપેલા રમૂજી ટુચકાઓ ચક્રમ ચંદન, ચંપક અને પુસ્તકાલય જેવા સામયિકોમાંથી લીધા છે.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “રમૂજી ટુચકાઓ… – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.