Archive for January, 2016

ધામ – રવજીભાઈ કાચા

(‘પુસ્તકાલય’ સામયિકના નવેમ્બર-૨૦૧૫ના અંકમાંથી) “ૠતા ! તું બહુ પજવે છે હો ! જીભડી ચાલુ થઈ પછી બંધ જ કરતી નથી. હું તો કંટાળી ગઈ છું તારાથી.” ત્રણ-સાડા ત્રણ વર્ષની પુત્રી પર ગુસ્સે થતાં મમ્મી બોલી. “હેં મમ્મી ! આ ઝાડવાં જમીનમાં જ કેમ ઊગે છે ? ઘરમાં કેમ નહીં ?” ૠતાએ મમ્મીના ગુસ્સાને અવગણી ફરી […]

આકાશને અડપલાં કરવાનો અવસર એટલે ઉત્તરાયણ – રમેશ ચાંપાનેરી

ઉત્તરાયણ ની ચિચિયારી, ને ધાબે ધમ્મ ધમ્મ અવાજ થાય, તો ચમનીયાનું તો ઠીક, ભલભલા સેવન્ટી પ્લસના હૈયાની ભેખડ તૂટવા માંડે. જૂના ખરજવા લાગે શાંત, પણ તક મળે તો ઉભર્યા વગર રહે? આપણને કંઈ રાણા પ્રતાપ અને શાહબુદ્દીન ઘોરીના જ ઈતિહાસની ખબર પડે અને આજુબાજુવાળાના ઈતિહાસમાં અલ્લાયો હોય એવું થોડું? સીધી વાત છે, જુના ખરજવાને ગમે […]

અંતિમ માર્ગ – બંસીધર શુક્લ

(‘નવચેતન’ સામયિકના ડિસેમ્બર, ૨૦૧૫ના અંકમાંથી સાભાર) સહદેવ જોશી જમીને ઊઠ્યા. હાથ-મોં ધોઈ-લૂછીને બહાર હીંચકે બેસવામાં હતા, ત્યાં તેમના ફોનની ઘંટડી રણકી. સહદેવે રિસીવર ઉપાડી કાને માંડ્યું અને કહ્યું, “હું સહદેવ બોલું છું. આપ કોણ સાહેબ વાત કરો છો ?” સામેથી ગભરાટભર્યો સ્વર સંભળાયો, “હા સહદેવજી, મારે તમારું જ કામ છે… હું… મને… એટલે જાણે એમ […]

ત્રણ કાવ્યો… – ભગીરથ બ્રહ્મભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, મણિલાલ હ. પટેલ

(૧) ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા; લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા. તલના ભેળા ભળ્યા કોદરા દાણે દાણો ગોત, સાચજૂઠના તાણે વાણે બંધાયું છે પોત; પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં. ક્ષુધા કણની મણની માયા ઘણાં બધાંને વળગી, ઘણાં ખરાંની દરિયા વચ્ચે કાયા ભડભડ સળગી; […]

પુરાણોમાં વિજ્ઞાન – રંજન જોષી

લોકોપયોગી અનેક વિદ્યાઓનું વર્ણન પુરાણોમાં છે. વિશેષતઃ વિશ્વકોશીય એવા અગ્નિપુરાણ, નારદપુરાણ તથા ગરુડપુરાણમાં પ્રચુરતાપૂર્વક વિજ્ઞાન વર્ણન ઉપલબ્ધ છે. આ તમામ વૈજ્ઞાનિક વિદ્યાઓનું વર્ણન તેના મૌલિક પ્રતિપાદક ગ્રંથોને આધારે કરવામાં આવ્યું છે. આ વર્ણન સંક્ષિપ્ત છતાં આધારભૂત છે. પુરાણોમાં આ ગ્રંથોના કર્તા તથા તેમના મતનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, જે અજ્ઞાત અથવા અલ્પજ્ઞાત છે. અતઃ […]

Copy Protected by Chetan's WP-Copyprotect.