Archive for February, 2016

અપહરણ – સુરેશ રતિલાલ કટકિયા

(‘નવચેતન’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) “મારે કોઈની માફી નથી માગવી.” તેણે ખુમારીથી કહ્યું. નવાસવા આવેલા શિક્ષકની ખુમારી બીજા સાત શિક્ષકોને એખરી ગઈ. થોડી વારે ત્રણ માણસો ધસી આવ્યા જેની સૌને અંદરખાને વાટ હતી. ભાસ્કર જોષીએ જાણે જાદુ કર્યો હોય તેમ છોકરાંઓ તેને જ ભાળતાં. ગામમાં પણ નવા આવેલા શિક્ષકની સારી છાપ પડી હતી એટલે […]

ટ્રેનમાં ટાઈમપાસ.. – નવનીત પટેલ

મારા જેવા ઘણા લોકોને આ પ્રશ્ન સતાવતો હશે કે મુસાફરી દરમિયાન ટાઈમ પાસ કેવી રીતે કરીશું ? પણ ખરેખર જોવા જઈએ તો સંજોગો જ એવા ભેગા થતા હોય છે કે ટાઈમ પાસ કરવો નથી પડતો પણ પાસ થઇ જાય છે. બસમાં મુસાફરી કરતા હોવ તો સ્વયમોપાર્જીત સાધનો વાપરવા પડે છે, જેમ કે ઈયર ફોન કાનમાં […]

વાતચીતની કુનેહ – વનરાજ માલવી

(‘જનકલ્યાણ’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) (૧) મૌનના બળનો ઉપયોગ કેમ થાય ? એમ માનો કે તમે કોઈક ઠેકાણે વાટાઘાટ કરવા જાઓ છો. તમે સામેની વ્યક્તિ આગળ એક પ્રસ્તાવ મૂકો છો. તે વ્યક્તિ તમારી વાત સાંભળી લે છે. પરંતુ એકે હરફ બોલતી નથી. એટલે ત્યાં ચૂપકીદીનું, મૌનનું વાતાવરણ છવાઈ જાય છે. ત્યારે તમારા મનની સ્થિતિ […]

ડુચ્ચો – રજનીકુમાર પંડ્યા

(‘નવચેતન’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘ક્યાં ખોઈ નાખી ?’ લલિતે સહેજ તપીને પૂછ્યું. ‘એમ ખોવાય કેમ ? મેં તને કહ્યું નહોતું કે બરાબર સંભાળીને રાખજે ?’ હાંફળીફાંફળી થઈને નિર્મળા પર્સ ફંફોસવા માંડી. સીટી બસની ટિકિટો, દૂધની કૂપન, મોટી બેનનું પોસ્ટકાર્ડ, દવાનાં બિલ, કેટકેટલું નીકળ્યું ? પણ બક્ષીસાહેબે આપેલી ચિઠ્ઠી જ ન નીકળી. ભારે જતનથી […]

કસોટી પ્રેમની – રેખા વિનોદ પટેલ

(‘ટહુકાનો આકાર’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો વાર્તાના અંતે આપવામાં આવી છે.) હું એટલે રવિ અને સવી એટલે મારી બાળપણની ભેરુ સવિતા ! અમે બંને એક જ ગામનાં રહેવાસી અને બંનેનાં ફળિયાં જુદાં પણ સવીના ઘરની બાજુની ખાલી જગ્યામાં મારા બાપાએ મકાન […]

Copy Protected by Chetan's WP-Copyprotect.