(૧) અનુભૂતિ મારા ઘરથી ખેતર સુધી ટૂંકો રસ્તો છે હું ચાલતો જાઉં છું શેઢા પર અને ખાડા-ટેકરા આવતા જાય છે ખેતરના છેડે ઉભેલા થોરીયા મારી સામે જોઈ રહે છે નિ:શબ્દ બની હું એમને જોતો રહું છું… માણસોની ભીડ ધીરે ધીરે દૂર થતી જાય છે મારા અંદર રહેલી ઉદાસીનું સૂર્યના […]
Monthly Archives: March 2016
સૂર્યકાંત એક લાંબા બોગદામાંથી પસાર થઇ રહ્યા છે. ચારે બાજુ અંધારું છે. એ સતત આગળ વધ્યા કરે છે પરંતું કશું પાછળ છૂટતું નથી. એક જ ગતિ અને એક જ સ્થિતી છતાંય ચકોર આંખો કશુંક બન્યાની રાહ જોયા કરે છે. કાળા દ્રશ્યો સિવાય કશુંયે નથી આવતું. અંધારાના ટુકડામાં એમને હાથ હલાવતી […]
(૧) મેળો મનના મેદાને આ જામ્યા છે મેળા ને મેળામાં લોક નવા આવ્યાં છે ભેળા. સગપણના ચક્ડોળ તો હારે ને હારે, બચપણથી ફરતાં રોજ રેશમને તારે. વળગણ થઈ ઘૂમતાં સૌ સાથે ને માથે, ને ગણગણતા ઉમટે જેમ સાગરકિનારે. લઈ મોજાં સમ ઘેલાં આ જામ્યા છે કેવાં, લો, મનના માંડવડે આ […]
(‘અખંડ આનંદ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઑસ્ટ્રેલિયાના મેલબોર્નની ધમધમતી ફલીન્ડર્સ સ્ટ્રીટને નાકે આવેલા વૈભવશાળી આલીશાન મોલમાં અમદાવાદથી ઉચ્ચ અભ્યાસાર્થે ગયેલો અમિત પાર્ટટાઈમમાં કાઉન્ટર પર કામ કરે છે. અમિત પટેલ કાઉન્ટર ઉપર આવતા ગ્રાહકોનાં બિલ ફટાફટ બનાવે છે તથા પૈસા ગણીને સસ્મિત ચહેરે ગ્રાહકોનો આભાર માની બિલ તથા પૅક સામાન […]
(‘મહોતરમા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.) (૧) આગ દિલમાં લાગશે તો એકદમ ઠરશે નહીં રોજ બળતી આગની જ્વાળા કદી શમશે નહીં. કરકસર ના હોય, જે માંગે એ દિલથી દે ભલા પ્રેમ છે, એ […]
(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) સવાર-સાંજ ઊઠતાં-બેસતાં વિદ્યુત એક જ વાત રટ્યા કરે છે : જો મેં આગલી લાઈનમાં પ્લોટ લીધો હોત તો આજે હું માલામાલ હોત. કેટલા સસ્તામાં મને એ પ્લોટ મળતો હતો ત્યારે મને થયું કે મુખ્ય રસ્તા પર બંગલો હોય તો વાહનોનો ઘોંઘાટ અને વાહનવ્યવહારના કારણે […]
(‘અખંડ આનંદ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘શું કહ્યું…? જરા ફરીથી બોલ તો…’ શર્મિલા અને કાવ્યા વચ્ચે વાતચીત થઈ રહી હતી. હું રવિવારની પૂર્તિ વાંચી રહ્યો હતો. ‘મા… મારે ફાઇન આટ્ર્સમાં એડમિશન લેવું છે.’ કાવ્યાએ ફરીથી એ જ વાક્ય દોહરાવ્યું. ‘ગાંડી થઈ ગઈ છો…?’ શર્મિલા કાવ્યાની મા હતી. તે આ […]
(‘પુસ્તકાલય’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી) જીવનમાં હાસ્યનું સ્થાન અગ્રેસર છે. કારણ કે હાસ્ય વિનાની જિંદગી નકામી છે. ખાલીપાથી ભરપૂર થઈ જાય છે. હાસ્યથી તંદુરસ્તી સારી રહે છે. હાસ્ય કોઈ બજારમાં વેચાતું મળતું નથી. જીવનમાં હાસ્યને સ્થાન કેવી રીતે આપવું તે એક આગવી શૈલી છે. અને તે પણ આપણામાં જ પડેલી […]
(‘આંખોમાં એક્વેરિયમ’ પુસ્તકમાંથી. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) કાવ્યપઠનની હરીફાઈ પૂરી થઈ હતી. વાતાવરણ અને પરિણામ બંને પ્રોત્સાહક નહોતાં. નિર્ણાયકો નિર્ણય લઈને ચા-પાણી સાથે ચર્ચામાં ગૂંથાયા. એક શાળા સંચાલકશ્રી પણ ચર્ચામાં સામેલ થયા. વિદ્યાર્થીઓની કચાશ બાબતે એમણે પોતાની દલીલ વ્યક્ત કરી : “શું કરીએ, સારા શિક્ષકો જ […]