બે ગઝલ – નરેશ ડોડિયા

(‘મહોતરમા’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો અંતે આપવામાં આવી છે.)

મહોતરમા(૧)

આગ દિલમાં લાગશે તો એકદમ ઠરશે નહીં
રોજ બળતી આગની જ્વાળા કદી શમશે નહીં.

કરકસર ના હોય, જે માંગે એ દિલથી દે ભલા
પ્રેમ છે, એ આપવથી કોઈ દિ’ ઘટશે નહીં.

સાવ અણઘડ હોય છે શરૂઆત જેના પ્રેમની
એ જ માણસ અંતની વાતો કદી કરશે નહીં.

સાંજ પડતાં રોજ ખુશબૂ સમ શું ફેલાતું હશે ?
એ પવનની જાત જેવી છે નજર ચડશે નહીં.

ભાવ સાથે જ્યાં ભરોસો હોય તો એ પ્રેમ છે
એ ‘મહોતરમા’ વિના બીજે કશે મળશે નહીં.

(૨)

શાંત એવી એક ક્ષણમાં આવ તું,
મનમાં આ એકાંત કણમાં આવ તું.

ભાવતા ભોજનની માયા ક્યાં રહી,
એક ઉપવાસીના રણમાં આવ તું.

હોય જિગર પ્રેમમાં પોલાદનું,
રૂપને બદલીને ઘણમાં આવ તું.

કોઈ કારણ ચાહવાનું ના મળે,
વેદના આપી ચલણમાં આવ તું.

ઓ ‘મહોતરમા’ મને મળવું પડે,
છેવટે મારા મરણમાં આવ તું.

[કુલ પાન ૯૪. કિંમત રૂ. ૮૫/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “બે ગઝલ – નરેશ ડોડિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.