જ્યોત સે જ્યોત જલે… – કાલિદાસ વ. પટેલ

(‘અખંડ આનંદ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર)

ઑસ્ટ્રેલિયાના મેલબોર્નની ધમધમતી ફલીન્ડર્સ સ્ટ્રીટને નાકે આવેલા વૈભવશાળી આલીશાન મોલમાં અમદાવાદથી ઉચ્ચ અભ્યાસાર્થે ગયેલો અમિત પાર્ટટાઈમમાં કાઉન્ટર પર કામ કરે છે.

અમિત પટેલ કાઉન્ટર ઉપર આવતા ગ્રાહકોનાં બિલ ફટાફટ બનાવે છે તથા પૈસા ગણીને સસ્મિત ચહેરે ગ્રાહકોનો આભાર માની બિલ તથા પૅક સામાન આપે છે. પાર્ટટાઈમમાં કામ કરીને ભણવાની મોંઘી ફી તથા રહેવા જમવાનો ખર્ચ એ કાઢે છે.

મોલના મુખ્ય પ્રવેશદ્વારથી એક દૂબળો-પાતળો, ગમગીન ચહેરે એક ગુજરાતી યુવાન પ્રવેશે છે. તે ખૂબ જ દુઃખી લાગે છે. તેને અંગત કામ માટે વતનમાં ફૅક્સ કરવો છે પરંતુ ફૅક્સ કરવાની વિધિ તથા કેટલો ખર્ચો થશે તે જાણતો નથી. અરે ! ખિસ્સામાં પૂરતા પૈસા પણ નથી ! તે અમિત સામે મીટ માંડીને, તે નવરો પડે તેની રાહ જોઈને એક ખૂણામાં ઊભો છે. ગ્રાહકોથી વીંટળાયેલા અમિતનું ધ્યાન તેની તરફ જાય છે અને ચબરાક અમિત બધું સમજી જાય છે. ગ્રાહકોને પ્રેમથી પતાવીને તે જુવાન ભણી વળે છે. તેને સસ્મિત વદને આવકારતાં પ્રેમથી બોલે છે : ‘બ્રધર ! બોલો શું સેવા કરું આપની ?’

બહુ દિવસે પોતાને કોઈએ ગુજરાતીમાં સંબોધ્યો અને તે પણ એક મોટા ભાઈના વાત્સલ્યભાવથી, તેથી એ જુવાન ભાવવિભોર થઈ ગયો ! મહાપરાણે રોકેલો અશ્રુબંધ તૂટી ગયો. બોલી જ ન શકાયું ! બસ રડતો જ રહ્યો ! ચાલાક અમિત બધું સમજી ગયો. પ્રેમથી તેને બરડે હાથ પસવારતાં બોલ્યો : ‘નાપાસ થયો છે ને ? શું રડે છે એમાં આમ છોકરીની જેમ ? ચલ ! હસ જોઉં તો ?’

મહાપરાણે, આંસુ લૂછતો જુવાન ફિક્કુ હસ્યો. બધી વ્યથા હવે મોં વાટે ટપકવા લાગી : ‘નાપાસ નહીં, બધાય વિષયમાં ફુલ્લી નાપાસ થયો છું. ફરીથી ભણવું પડશે અને બધી ફી ફરીથી ભરવી પડશે ! મોડાસાનો ગરીબ નાયીનો દીકરો છું. નાનકડી નાયીની દુકાન છે અમારી મોડાસામાં. માંડ ઘર ચાલે છે. ત્યાં ફીના અઢાર લાખ રૂપિયા કાઢવા ક્યાંથી ? હવે, ઈન્ડિયા પાછો પણ શું મોઢું લઈને જાઉં ? ગરીબ-પ્રેમાળ પપ્પાએ ઉધાર-ઉછીના કરીને – દેવું કરીને, મારી જીદ સામે ઝૂકી જઈને, મને ભણવા મોકલ્યો છે.

મારે ઘરે ફૅક્સ કરવો છે રૂપિયા મંગવાવા, પરંતુ તે ફૅક્સ કરવાનાં ફદિયાં પણ મારી જોડે નથી ! અહીં બહુ મથ્યો પાર્ટટાઈમ નોકરી કરવા પરંતુ અંગ્રેજી બરાબર આવડતું નથી તથા અહીંના ગોરા લોકોના ઉચ્ચાર પણ એવા જુદા જ છે કે કશું ય સમજાતું નથી ! જ્યાં કોમ્યુનિકેશનમાં જ પ્રોબ્લેમ હોય, ત્યાં નોકરી ક્યાંથી મળે ? વળી, હું બહુ ભણેલો નથી ! જેમ તેમ કરીને ધો. ૧૨ પાસ કર્યું અને દેખાદેખીમાં એજન્ટની મદદથી ‘કૂકરી’ (રસોઈ વિજ્ઞાન)માં એડમિશન મળી ગયું અને મોટે ઉપાડે દેવું કરીને આવી ગયો ! અહીં બધું કમ્પ્યૂટરથી ચાલે છે અને મને કમ્પ્યૂટરનો ‘ક’ નથી આવડતો ! પછી નોકરી ક્યાંથી મળે ? મજૂરી જેવાં કામ માટે જાઉં છું તો મારા શરીરનો માયકાંગલો બાંધો જોઈને જ તરત ના પાડી દે છે !’

અમિતનો પ્રેમાળ હાથ હજુ પણ તેનો બરડો પસવારતો હતો. તેણે હિંમત બંધાવતાં કહ્યું : ‘અરે ! તેમાં ગભરાઈ જવાનું ? બધું નવું હોય, ઘર યાદ આવતું હોય, ત્યારે આવું લાગે તે સ્વાભાવિક છે. જ્યારે અમે નવા આવેલા ત્યારે અમે પણ બાથરૂમમાં જઈને છાને ખૂણે રડેલા !’

અમિતે તેણે મોડાસા ફૅક્સ કરી દીધો તથા પૈસા જાતે ચૂકવી દીધા. પછી પ્રેમથી તે જુવાનને જણાવ્યું, ‘મારું નામ અમિત પટેલ. અમદાવાદથી ભણવા આવ્યો છું. પરીક્ષા પતી ગઈ છે અને સદ્‍નસીબે હું પાસ પણ થઈ ગયો છું. P.R. ની ફાઈલ મૂકી છે, હાલ તો જૉબ કરું છું. તારું શું નામ ભઈલા ?’

‘કનુભાઈ લીંબચિયા મારું નામ. મોડાસામાં વૃદ્ધ પિતા નાયીની દુકાન ચલાવે છે. માંડ-માંડ ગુજરાન ચાલે છે : ફરીથી ફી ભરી શકય તેમ નથી. ક્યાંક કંઈક કામ મળી જાય તો… નહિતર પરત ઈન્ડિયા જવું પડશે !’

ચબરાક અમિતના મગજમાં ઝબકારો થયો. તેણે વિચાર્યું. નાયીનો દીકરો છે તો નાયીનું કામ પણ જાણતો હશે ને ? અહીં ‘હેર ડ્રેસર’ શોધ્યાય જડતા નથી ! તેણે પ્રેમથી કનુને પૂછ્યું : ‘તને ‘હેર ડ્રેસર’ તરીકે કામ મળે તો ? વળતર પણ સારું મળે !’

કનુ ઉત્સાહથી બોલ્યો : ‘હા ! હા ! તે તો અમારો ખાનદાની ધંધો છે. મને સરસ ફાવે છે. હું એકદમ તૈયાર જ છું.’

અને અમિતે કનુભાઈને જ્યાં પોતે નિયમિત વાળ કપાવતો હતો તે હેર ડ્રેસરની મોટી દુકાનમાં ગોઠવી દીધો. બસ ! કારીગરીનું જ કામને ? ક્યાં અંગ્રેજી ઝાઝું બોલવું પડે કે ન ફાવે ? પાછો બાપદાદાનો ખાનદાની ધંધો ! કનુભાઈ તો જબરા ગોઠવાઈ ગયા !

વર્ષો વીતી ગયા આ વાતને. અમિતને P.R. પણ મળી ગયો. ઑસ્ટ્રેલિયાની ટેલિકોમ્યુનિકેશન માસ્ટર ડિગ્રીને લીધે એકદમ સેટલ થઈ ગયો.

એક દિવસ મોબાઈલ ટેલિફોનના કવરેજની મોજણી કરવા ઓફિસર અમિત પોતાની મોજણી ટીમ સાથે સિટીમાં ફરતો હતો ત્યારે એક સુંદર વૈભવશાળી દુકાનમાંથી કોઈએ તેના નામની બૂમ પાડી ! તેને નવાઈ લાગી. તેણે દુકાનને ધારીને જોઈ તો ઉપર સુંદર મજાનું બોર્ડ હતું : ‘ઈન્ડિયન હેર ડ્રેસર્સ.’

તેને લાગ્યું કે કોઈ ભાઈબંધ વાળ કપાવવા આવ્યો હશે અને તેને જોઈને બોલાવતો હશે. તે દુકાનની અંદર ગયો. વૈભવી ઠાઠવાળી, પાંચ ખુરશીવાળી, હેર ડ્રેસિંગની મજાની ઍરકન્ડિશન્ડ દુકાન જોઈ અમિત ખુશ થઈ ગયો. અમિત હજુ કંઈ જુએ વિચારે તે પહેલાં તો, ફૅશનેબલ કપડાંમાં સજ્જ એક યુવાન તેના પગમાં પડીને તેની ચરણરજ લેતો હતો ! અમિત ઓળખી જ ન શક્યો આ જુવાનને. સુંદર તંદુરસ્ત શરીર અને એકદમ લેટેસ્ટ ફૅશનનાં ઉત્તમ કપડાં !

જુવાને જ ઓળખાણ આપી : ‘ન ઓળખ્યો મને અમિતભાઈ ? હું કનુભાઈ લીંબચિયા ! મોડાસાનો ! તમારે ત્યાં ફૅક્સ કરવા આવ્યો હતો !’

અમિતને તરત ટ્યૂબલાઇટ થઈ : ‘અરે કનુભાઈ તમે ! કેમ છો ? તમે નોકરી બદલી કે શું આ બીજી દુકાનમાં ?’

‘ના અમિતભાઈ ! આપની કૃપાથી આ મારી પોતાની દુકાન હું ચલાવું છું. પાંચ ખુરશીની દુકાન ધમધોકાર ચાલે છે.’

અમિત આભો બની ગયો ! તેને બધું યાદ આવી ગયું. પુરુષાર્થ કરનાર કદી નિરાશ થતો નથી તે સત્ય તેની નજર સમક્ષ ઝગારા મારતું હતું ! તેણે કનુનો ખભો થાબડ્યો : ‘શાબાશ દોસ્ત ! મને તારા પર ગર્વ છે !’

બંને જણા પ્રેમથી વાતે વળગ્યા. વાતવાતમાં અમિતની નજર દુકાનના પ્રવેશદ્વારના કાચ પર પડી. મોટા સુંદર અક્ષરે ગુજરાતીમાં લખ્યું હતું : ‘ઈન્ડિયન સ્ટુડન્ટસને જોબ મળશે : રૂબરૂ મળો.’

‘કનુભાઈ ! તમે વળી ક્યારથી ઍમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જ ખોલ્યું ?’

ખૂબ જ ગંભીરતાથી કનુ બોલ્યો : ‘હા ! અમિતભાઈ, આ મારી દુકાન ઈન્ડિયાના સ્ટુડન્ટસ માટે ઍમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જ કરતાં પણ વધારે છે. હું કોઈ પણ વિદ્યાર્થીને કામ અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું. મારી દુકાનમાં જ પંદર છોકરા કામ કરે છે. તથા જેને કામ જોઈતું હોય તે સામેના પાટિયા પર પોતાનું નામ અને મોબાઈલ નંબર લખી જાય છે. જ્યારે કામ મળે ત્યારે હું અચૂક તેઓને ફોન કરું છું અને બોલાવીને જેને કામ આપવું હોય તેનો મેળાપ કરાવી દઉં છું. અને, હવે તો જેને કામ આપવું છે કે પાર્ટ-ટાઈમ માણસની જરૂર છે તેવા માલિકો મારે ત્યાં તેમનાં નામ, કામ તથા મોબાઈલ નંબર લખાવી જાય છે. હું તો બંનેને જોડી આપતી ‘કડી’ છું. માત્ર આપે જ આ સંસ્કાર આપ્યા હતા ને ?’

અમિત અનિમેષ નેત્રે જોઈ જ રહ્યો કનુભાઈને ! તેનું મન વિચારતું હતું કે –
‘જ્યોત સે જ્યોત જલાતે ચલો…’

– કાલિદાસ વ. પટેલ

સંપર્ક : ૪૬, શાકુન્તલ બંગ્લોઝ, સોલા રોડ, અમદાવાદ- ૩૮૦૦૬૧.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બે ગઝલ – નરેશ ડોડિયા
બે પદ્યરચનાઓ – દેવિકા ધ્રુવ Next »   

54 પ્રતિભાવો : જ્યોત સે જ્યોત જલે… – કાલિદાસ વ. પટેલ

 1. Rakesh Modi says:

  પ્રિય જીજ્ઞેશભાઈ, બહુ સમય પછી એક સર્વાંગ-સંપૂર્ણ વાર્તા આપવા બદલ દિલથી આભાર.
  મુ. કાલિદાસભાઈ,
  આપને તો હું ક્ષતિસંશોધક, ત્રુટિદર્શક તથા ભૂલસુધારક જ સમજતો હતો ! પરંતુ આપ તો — એક નીવડેલા , ઠરેલ-પીઢ લેખકથી પણ વધુ અને સક્ષમ નવલિકાકાર છો. નમસ્કાર વડીલ.
  સાચે જ એક સુંદર વાર્તા આપી.વાર્તાનું પોત કેવું સુઘટ્ટ તથા કોઈપણ જાતની નુકશાની વગરનું વણાયું છે! અને, કથાવસ્તુ કેવું આલાગ્રાન્ડ પસંદ કરાયું છે, તથા શીર્ષક પણ કેટલું યથાયોગ્ય પસંદ કરાયું છે! — જ્યોત સે જ્યોત જલે …
  સાચે જ ઓસ્ટ્રેલિયા ભણવા જતા વિધ્યાર્થીઓ માટે એક દીવાદાંડી સમાન આ વાર્તા છે. પરદેશની વાસ્તવિકતા અને ભણવા જતાં આપણાં બાળકોના સંઘર્ષનું વાસ્તવિક દર્શન કરાવતી એક આદર્શ કથા છે. પરદેશ ભણવા જતા દરેક વિધ્યાર્થી માટે એક રાહબર વાર્તા છે. દરેકે વાંચવા જેવી અને સમજવા જેવી. આભાર કાલિદાસભાઈ.
  રાકેશના વંદન

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   આભાર, મોદીસાહેબ.
   વળી, ટાઈપ થયેલા સાહિત્યમાંથી ક્ષતિ, ત્રુટિ કે ભૂલ શોધી આપીને તેને સુધરાવવું એ પણ સાહિત્ય સેવા જ છે ને ?
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 2. P. Patel says:

  શ્રી. કાલિદાસભાઈ,
  અભિનંદન … નમસ્કાર સાથે.
  બાળકોને પરદેશ ભણવા મોકલવા ઈચ્છતા દરે મા-બાપે
  તથા વિધ્યાર્થીઓએ ખાસ વાંચવા-સમજવા જેવી એક ઉત્તમ વાર્તા આપવા બદલ દિલથી આભાર.
  આપની બિલકુલ સજીવારોપણ કરતી સંવાદ-શૈલી ખૂબ જ ગમી. વળી, લાઘવમાં ઘણુંબધું કહી દેવાની આપની ફાવટ તો કાબિલેદાદ છે. શીર્ષક પણ કેટલું બધું કહી જાય છે ? ખરેખર, એક ઉત્તમ વાર્તા મળી. આનંદ આનંદ થઈ ગયો, મન-મગજમાં !
  આવું બીજું સાહિત્ય હોય તો અહીં આપતા રહેશો.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   આટલો સરસ પ્રતિભાવ આપવા બદલ આભાર, પી. પટેલ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 3. Hitesh Patel says:

  સ ર સ વાત …

  • Kalidas V. Patel { Vagosana } says:

   સુંદર અભિપ્રાય માટે આભાર હિતેશભાઈ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 4. gopal khetani says:

  શ્રી કાલિદાસભાઇ, ગઇકાલે વાર્તા વાંચી અને સંયોગ એવો કે ગઇકાલે જ એક મિત્રનો ઓસ્ટ્રેલિયાથી ફોન આવેલો. P.R. મળી ગયા હોવાથી ભારતની એક સારી નોકરી છોડી ને ત્યાં ૩ મહીનાથી નોકરી ની શોધમા છે. આવો આંધળો વિદેશ પ્રેમ હજુ પણ મને સમજ મા આવતો નથી. હા, ઉચ્ચઅભ્યાસ માટે (જો અહીં ઉપલબ્ધ ના હોય) કે નોકરી ની અતી સુંદર તક (વતન મા નોકરી ના જ કરવી હોય) તો ઠીક છે.
  વાર્તા બહુ જ સરસ. નવયુવાનો અને તેમના વડીલો શિખ લે તો ઘણુ સારુ.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   ગોપાલભાઈ,
   આપની વાત સાચી છે. ઉચ્ચ અભ્યાસ અને તેના થકી ઉચ્ચતર નોકરી મેળવીને આર્થિક રીતે સધ્ધર થવાની શક્યતાઓ હોય તો જ પરદેશ ખેડવો જોઈએ. બાકી પરદેશમાં પરચુરણ કામ { અહીં તેને ઓડ જોબ કહે છે } કરી માત્ર ડૉલર કમાવવા અને ભવિષ્ય ઉજ્વળ ન બનતું હોય તો, આપણો પોતાનો દેશ ઉત્તમ છે જ.
   આપના નિખાલસ અભિપ્રાય બદલ આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 5. Dipak patel says:

  કાલિદાસ કાકા મારા આપને નમસ્કાર .
  વાતાૅ મને ખુબજ પસંદ પડી.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   દીપકભાઈ,
   આપના અભિપ્રાય બદલ આભાર. સૌ મજામાં હશો. અહીં સૌ આનંદમાં છે.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 6. Dada says:

  Nice story ………….

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   આભાર …
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 7. Ekta Patel says:

  Very nice..

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   એકતાબેન,
   અભિપ્રાય બદલ આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 8. Mitesh Patel says:

  કાલિદાસ દાદા ખુબ સરસ અને દરેક વ્યક્તિએ પોતાના વાસ્તવિક જીવન મા અમલ મા મુક્વા જેવિ વાત તમે સમાજ સામે લાવ્ય બદલ આપ્ નો ખુબ ખુબ આભાર્.આપની વાત્ એક દમ હદય ને સ્પર્શી ગયિ.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   મીતેશભાઈ,
   સરસ … અભિપ્રાય માટે આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 9. ટુ ધી પોઇન્ટ, વળિ સત્યઘટના જેથી ખુબ જ સુન્દર નીખરેલિ વાર્તાને ચાર ચાન્દ લાગિ ગયા ૪ દાયકા પહેલા આ દેશમા મારા સહિત કેટ્કેટ્લાયે સ્ટુડન્ટોને આવિ નાનિ મોટિ વિટબણાઓમાથિ પસાર થવુ જ્ પડેલુ. જો કે ત્યારે નાનિ મોટિ મદ્દ્દ અને સલાહ સુચનો પહેલાના આવેલા તરફથી મળતા ગુજરાતિઓએ હોટેલ મોટેલના ધન્ધામા અસાધારણ નામના મેળવેલિ છે. ” અપને લિયે જિયે, તો ક્યા જિયે.”

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   મુ. કરશનભાઈ,
   નિખાલસ અભિપ્રાય માટે આપનો આભાર.
   સાચી વાત છે, અપને લિયે જીએ તો ક્યા જીએ ?
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 10. sandip says:

  “કોઇનેી સહાનુભુતિ સમજિ તેને મદ્દ્દ કરવાથિ બન્ને નુ સારુ થાય છે.”

  ખુબ સરસ વાર્તા………

  આભાર્…………. શ્રી કાલિદાસભાઇ

  અને સાથે લોકોના પ્રતિભાવ ને માન આપવા બદ્લ આભાર્…………..

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   સંદીપભાઈ,
   સરસ અભિપ્રાય બદલ આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 11. CHATRABHUJ SHANKHALA, AHMEDABAD. says:

  कालीदासभाई खूब ज सारस लेख। वधू आवा लेखो आपो।

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   શાંખલાસાહેબ,
   લેખ પસંદ આવવા બદલ ખૂબ જ આભાર. વધુ લેખ માટે પ્રયત્ન કરીશ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 12. p j pandya says:

  બહુ સરસ વાસ્તવિક વાત્ સરસ રિતે રજુ કરિ અભિનન્દન કાલિદાસ્ભૈ

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   પી.જે. પંડ્યા સાહેબ,
   સુંદર અભિપ્રાય માટે ખૂબ ખૂબ આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 13. Natavarbhai Patel says:

  આ સત્યઘતના સારેી ભાવનાનુ મહત્વ સમજાવે ચ્હે.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   નટવરભાઈ,
   નિખાલસ અભિપ્રાય માટે આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 14. Arunkumar says:

  કોઇ ભાગ્યશાળી ને જ સાચો માણસ મળે બાકી મિત્રો હોય તે પણ જાણ કરતા નથી.
  પણ હું નસીબદાર છું કે મારા પુત્ર ના મિત્રે મને અહીં પર્થ ની પોલીટેકનીક મા લેક્ચરર ની જોબ અપાવી.
  કથાનક સારૂં છે.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   અરુણભાઈ,
   અભિપ્રાય બદલ આભાર. ઈચ્છીએ કે આપની જેમ બધા ભાગ્યશાળી નીકળે, અને સૌને કોઈ અમિત મળે જ મળે.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 15. DIPAK N BHATT says:

  સર
  ખુબજ સરસ વારતા.આ અમિત ભાઇ આપના પુત્ર જ છએ ને ?
  મોર ના ઇન્ડા ચિતરવા ન પડઍ

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   ભટ્ટસાહેબ,
   આપની ધારણા સાચી છે.
   અભિપ્રાય બદલ આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 16. Avani says:

  Very good story. ફક્ત “શું રડે છે એમાં આમ છોકરીની જેમ ?” આ વાક્ય જરા વિચારવા જેવુ ખરુ. મે પેહલા પણ કશેક વાચેલુ અને વિચારુ છુ કે આપના સમાજ મા કેમ આવિ વિચાર્ સરણિ છે. Why we always say “crying like girls”? Girls do more than just crying. They study hard, they run the business, they fly the planes, they play in national level games, they are in every sector of the business world. They are the rockstars of the home!!

  The author has conveyed very good message in the story and I really liked it. Thank you for such a good story.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   અવનીબેન,
   આપને આ વાર્તા ગમી અને આપે તેને બિરદાવી તે બદલ આપનો આભાર.
   રહી વાત આપના ” સુંદર ” વિરોધની ! તો આપની જાણ ખાતર જણાવું કે — છોકરીની જેમ રડવું — એ શબ્દ પ્રયોગ-મુહાવરો- છે. આવા મુહાવરા ઘણા બધા અનુભવોના નીચોડ પછી ભાષામાં રૂઢ થતા હોય છે, તેમાં સમાજદર્શનનું પ્રતિબિંબ પડતું હોય છે.
   આપે નિર્દેશ કર્યો તેમ આજે છોકરીઓ રડવા કરતાં ઘણુંબધું સારું અને મક્કમ કામ કરી દેખાડે છે, તે તદ્દન સાચું છે જ. આમ છતાં, તે રડતી હતી અને હજું પણ રડે છે તેવું આપણે હજું પણ જોતા રહ્યા છીએ, જે હકીકત છે ! … તે કુદરતી દેન છે, તેને નેગેટીવ રીતે ન જુઓ, બલ્કે રડી શકે છે , તેને ગુણ તરીકે જુઓ. કુદરતે આપેલી “નબળાઈ ” પણ આશીર્વાદરૂપ છે, એમ માની સ્વીકારવું યોગ્ય ગણાશે.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

   • Avani says:

    Thank you Kalidasbhai.
    My mother-in-law tells “don’t cry like a girl” to my 3 year old boy almost everyday. I don’t like it and when I try to tell her not to think like that she doesn’t understand and argues back with me. I guess I can never make her think differently like you just described. You presented a very different approach to this whole thing which I really liked. Thank you once again.

 17. Sanjay patel says:

  Khub saras sandesh aapti vat

  • Kalidas V. Patel { Vagosana } says:

   સંજયભાઈ,
   વાર્તાની સરાહના કરતો અભિપ્રાય આપવા બદલ આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 18. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સંજયભાઈ,
  વાર્તાને બિરદાવતો અભિપ્રાય આપવા બદલ આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 19. Ashish Dave (California, USA) says:

  કાલિદાસ કાકા,

  એકદમ ચુસ્ત editing કરેલ વાર્તા વાચવાની મજા આવી ગઈ… તમારી હવે પછીની વાર્તા માટે આપેક્ષા એક્દુમ વધી ગઈ છે..

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   આશિષભાઈ,
   આપના સુંદર અભિપ્રાય માટે આભાર. વધુ વાર્તાઓ માટે હું જરૂર પ્રયત્ન કરીશ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 20. M. Patel says:

  અમદાવાદ સ્થિત બળદેવદાસ ટ્રસ્ટ તરફથી ” માનવ ” નામનું એક સાત્વિક સાહિત્ય પીરસતું માસિક ઘણું જાણીતું છે. આ માસિક તરફથી સમાજને ઉપયોગી, સમાજના ઉત્કર્ષ માટેના, જનસમાજને હકારાત્મક ભણી લઈ જતા, સાત્વિક અને સમાજને બોધ આપતા ઉત્તમ લેખોનું સંકલન કરીને ” સ્પર્શ ” નામના ગ્રંથનું પ્રકાશન કરેલ છે. આ ગ્રંથમાં ‘ જ્યોત સે જ્યોત જલે … ‘ ને સ્થાન મળ્યું છે. { કદાચ આની જાણ લેખકને પણ નહિ હોય ! }
  સમગ્ર રીતે જોતાં … ,
  ૧. કથાવસ્તુની પસંદગી ઉત્તમ કક્ષાની છે, જનસમાજને હકારાત્મકતા તરફ દોરે છે, બીજાને શક્ય એટલા ઉપયોગી થવાનું શીખવે છે.
  ૨. કથારસ તથા શૈલી છેવટ સુધી વાચકને જકડી રાખે છે.
  ૩. શીર્ષક તો આલાગ્રાન્ડ પસંદ કરાયું છે, તે પોતે જ કેટલું બધું કહી દે છે !
  ૪. સંવાદોમાં સજીવારોપણ સુપેરે કરાયું છે, તેથી સંવાદો એકદમ જીંવત લાગે છે.૫. લાઘવમાં ઘણુંબધું કહેવાની લેખકને જબરી ફાવટ છે,જે કાબિલેદાદ છે.
  ૬. પરદેશ ભણવા જતા દરેક વિધ્યાર્થીએ તથા સૌ વાલીએ વાંચવા જેવી કથા છે.

  આવી સર્વાંગસંપૂર્ણ કથા આપવા બદલ શ્રી. કાલિદાસભાઈ અભિનંદનના અધિકારી છે
  જીજ્ઞેશભાઈને ખાસ વિનંતી કે— આવા લેખકોની કૃતિઓને જરૂર સ્થાન આપતા રહે.

 21. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  એમ. પટેલ સાહેબ,
  આપની વાત સાચી છે. માનવ માસિક એ જાણીતું સાત્વિક ગુજરાતી માસિક છે અને તે અવાર-નવાર ઉત્તમ અને સાત્વિક વિષયો ધરાવતા લેખોનું સંપાદન કરે છે, પરંતુ તેના છેલ્લા ” સ્પર્શ ” માં મારા આ લેખને સ્થાન મળ્યું છે તેની હું ઓસ્ટ્રેલિયા હોવાથી જાણ થઈ ન હતી. આવા આનંદના સમાચાર આપવા માટે આભાર.
  આપે મુદ્દાસરનો તથા છણાવટ સાથેનો અભિપ્રાય આપીને મારા લેખને બિરદાવ્યો તે બદલ દિલથી આભાર. આવા હકારાત્મક અભિપ્રાયો જ તો લેખકોની મૂડી અને તેમનો પુરસ્કાર છે ને ? નવું સર્જન કરવાનું પીઠબળ આવા અભિપ્રાયો જ પુરું પાડે છે ને ?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 22. hitesh ghoda says:

  મુ. શ્રી કાલિદાસભાઇ,

  સુંદર વાર્તા, આશિષભાઈ નિ જેમ તમારી હવે પછીની વાર્તા માટે આપેક્ષા એક્દુમ વધી ગઈ છે..
  આભાર્..

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   હીતેશભાઈ,
   વાર્તાને પસંદ કરીને અભિપ્રાય આપવા માટે આભાર.
   બીજી વાર્તાઓ આપવા હું જરૂર પ્રયત્ન કરીશ. જીજ્ઞેશભાઈની કૃપા રહી તો જરૂરથી આપની અપેક્ષા ફળશે જ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 23. Aarav says:

  Very very meaningful story…
  Being living in overseas from last 14 years and after reading this personally i found that Indian community [ specially Gujarati ] always eager to help their peers in any possible ways… I proud to be Gujarati and i always tired hard that my kid and next generation read/speak/write Gujarati in proficient way… Thanks to Mr Patel… its been pleasure to read this awesome story..

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   આરવભાઈ,
   ૧૪ વર્ષના પરદેશના વસવાટ પછી પણ આપ માતૃભાષા ગુજરાતીના આટલા બધા ચાહક તથા પ્રચારક છો તે જાણી ખૂબ જ આનંદ થયો. આપનાં બાળકોને ગુજરાતીમાં પારંગત બનાવવા હંમેશાં પ્રયત્નશીલ રહો છો તે જાણી માનની લાગણી થઈ. આભાર અને અભિનંદન.
   — અને , હા, ગુજરાતી હંમેશાં બીજા ગુજરાતીને શક્ય એટલી મદદ કરવા તત્પર રહે છે જ … અને તે જ તો આપણી ઓળખ છે ને ?
   આપને આ વાર્તા ગમી તથા તેને વખાણી તે બદલ ફરીથી આભાર.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 24. પ્રહલાદ પટેલ says:

  કાલિદાસભાઈ,
  ” ધરતી ” વગેરેમાં તો આપને બહુ વખત વાંચ્યા હતા , પરંતુ આપ ઈન્ટરનેશનલ મેગેઝીન રીડ ગુજરાતીમાં પણ એક સ-ર-સ સાહિત્યિક લેખ સાથે ઝળક્યા તે જોઈ અત્યંત આનંદ થયો. સાચે જ ખૂબ જ સરસ અને સૌને માટે દીવાદાંડી સમાન વાર્તા આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
  બીજી આવી વાર્તાઓ જરૂરથી આપશો જ.
  પ્રહલાદ પટેલના વંદન.
  પ્રહલાદ પટેલ

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   પ્રહલાદભાઈ,
   આપ મારા જૂના વાંચક અને ચાહક છો તે જાણી આનંદ થયો. આપે મારી આ વાર્તા વખાણી તેથી આ આનંદ બેવડાયો. આપ જેવા સજાગ અને પ્રોત્સાહક વાંચકો જ લેખકોને પ્રેરણા આપતા હોય છે ને ?
   આપની અપેક્ષા મુજબ બીજી વાર્તાઓ જરૂરથી આપીશ.
   આપના આભાર સાથે,
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 25. સંગીતા says:

  મુ. કાલિદાસભાઈ,
  સ્ત્રી સાપ્તાહિકમાં આપના ચિંતન , મનન ,સામાજિક ઉલઝનો અને તેના ઉપાય, બાળઉછેર, લઘુકથાઓ વગેરે નિયમિત વાંચ્યા છે. આ ઉપરાંત ” ઉમિયાદર્શન ” માં આપની કટાર ‘ મુખવાસ ‘ પણ નિયમિત પણે માણી છે.
  પરંતુ … ઈન્ટરનેશનલ મેગેઝીન … રીડ ગુજરાતીમાં આપની ઉત્તમ વાર્તા વાંચવાનો આનંદ અનેરો રહ્યો. … કારણ કે —
  ૧. કથાવસ્તુઃ એકદમ આલાગ્રાન્ડ પસંદ કરાયું છે.
  ૨. કથાશૈલીઃ એકદમ ઉત્કૃષ્ઠ રહી. વાર્તાના અંત સુધી જકડી રાખે તેવી રસાળ છે.
  ૩. શીર્ષકઃ ઉત્તમ અને કાવ્યાત્મક પસંદ કર્યું છે, ઘણુંબધું કહી જાય છે.
  ૪. સંવાદોઃ એકદમ જીવંત અને સજીવારોપણ કરતા વાસ્તવિક છે.
  ૫. કથાનું પોતઃ એક્દમ ઘટ્ટ અને ચૂસ્તપણે વણાયું છે.
  ૬. કથાબોધઃ ખૂબ જ મહત્વપૂર્ણ અને યુવાનોને દોરનારો હકારાત્મક છે.
  ટૂંકમાં , સર્વાંગ સંપૂર્ણ કથા આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
  જીજ્ઞેશભાઈને વિનંતી કે — આ લેખકની વધુ વાર્તાઓ જરૂરથી આપો.
  સંગીતાના નમસ્કાર.

 26. કાલિદાસ વ.પટેલ {વાગોસણા} says:

  સંગીતાબેન,
  આપ મારા જૂના વાંચક છો તે જાણી આનંદ થયો. વધુ તો આપે મારી વાર્તાની વિવેચક દૃષ્ટિથી મુદ્દાસર છણાવટ કરીને જે પોઝીટીવ અભિપ્રાય આપ્યો તે ખૂબ જ યથાર્થ લાગ્યો. આભાર.
  ખરેખર, આપ જેવા સજાગ વાંચકો અને તેમના આવા મુદ્દાસરના અભિપ્રાયો એ જ તો અમારા જેવા લેખકોની મૂડી છે ને ? ફરીથી, એક વાર આભાર.
  બીજા લેખ જરૂરથી આપીશ.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

 27. Hitesh says:

  Away some story — ઉત્તમોત્તમ નવલિકા. આવી વાર્તાઓ આપતા રહેવા વિનંતી.
  હીતેશ.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   હીતેશભાઈ,
   આપને આ કથા ગમી તથા તેને બિરદાવી તે બદલ હાર્દિક આભાર.
   આવી બીજી વાર્તાઓ જરૂર આપીશ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 28. Natavarbhai Patel ,memnagar says:

  Congratulations for being appreciated by so many readers. I would like to congratulate all the readers who positively appreciate. The appreciation itself proves the quality of the article. Thanks for representing such fine article.

 29. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નટવરભાઈ સાહેબ,
  આપની વાત બિલકુલ સાચી છે. આટલા બધા સુજ્ઞ વાચકોના પોઝીટીવ અભિપ્રાયો વાર્તાની ઉત્તમતાની નિશાની છે. આપની સાથે હું પણ આ બધા જ સુજ્ઞ વાચકોનો આભાર માનતાં જણાવવાની રજા લઉં છું કે … તેઓએ વાર્તાને વાચવા માટે તથા તેનો યોગ્ય પ્રતિભાવ આપવા માટે આવા સમયના અભાવવાળા કાળમાં સમય કાઢીને મારી વાર્તાને બિરદાવી છે તે નમસ્કારને પાત્ર છે. ફરીથી સૌ વાચકોનો અને આપશ્રીનો આભાર.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 30. A. patel says:

  મુરબ્બી,
  આપની સાહિત્યિક વાર્તાને ૫૨ {બાવન} પૉજીટીવ અભિપ્રાય મળ્યા છે , એ જ સૂચવે છે કે … આપની આ વાર્તા ઉત્કૃષ્ઠ છે, અતિ સુંદર અને જીવનૌપયોગી છે. આવી વાર્તાઓ રીડ ગુજરાતી આપતી રહે તેવી સંપાદકને વિનંતી છે.
  આપનો વાંચક અને હવે તો ચાહક …
  A. Patel

  • Kalidas V.Patel { Vagosana } says:

   પટેલસાહેબ,
   આપનું અનુમાન સાચુ જ ગણાય. આ રીતે આપે મારી વાર્તાને વખાણી તે આનંદની વાત છે. આભાર.
   કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.