થોડી હાસ્યસમિધા.. – સંકલિત
પતિએ પાન ખરીદીને પત્નીને ખાવા આપ્યું.
પત્ની – અરે તમે તો તમારા માટે લીધું જ નહીં.
પતિ – ડીયર હું તો એમને એમ પણ ચૂપ રહી શકું છું.
* * *
સેલ્સમેન – સર વાંદા માટેનો પાઉડર લેશો કે?
સંતા – નહીં નહીં.. સૉરી અમે વાંદાને એટલા લાડ પ્યાર નથી કરતાં, આજે પા ઉડર આપશું તો કાલે ડિઓ માંગશે..
* * *
વરરાજા – પંડિતજી, પત્નીને ડાબે બેસાડું કે જમણે?
પંડિત – બકા, તને જેમ ઠીક લાગે તેમ બેસાડ, આજનો જ દિવસ વૈકલ્પિક છે. કાલથી તો એ તારે માથે જ બેસવાની છે.
* * *
પત્ની સાથે ચર્ચામાં ઉતરવું
અને
ગૂગલના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચવા
એક સરખું જ છે, આખરે તો તમારે I agree કર્યા વગર છૂટકો જ નથી.
* * *
મરઘીના લગ્ન બત્તક સાથે થઈ રહ્યાં હતાં.
બાજુના વાડામાંના મરઘાએ પૂછ્યું, ‘શું હું મરી ગયો હતો?’
મરઘી – ‘મારા મમ્મી પપ્પાની ઈચ્છા છે કે એક જમાઈ તો ‘નેવી’વાળો હોવો જ જોઈએ.
* * *
એક પાનવાળો જ છે જે કહીને ચૂનો ચોપડે છે, બાકી બીજા બધાં તો…
* * *
સંતા અને બંતા રસ્તે ચાલતા જતા હતાં, રસ્તામાં ૧૦૦૦ની નોટ પડી હતી.
સંતા – ‘આનું આપણે શું કરશું?’
બંતા – ‘આપણે ફિફ્ટી ફિફ્ટી કરી લેશું.’
સંતા – ‘તો બાકી બચેલા ૯૦૦નું શું કરશું?’
* * *
ડૉક્ટર – ‘સારા સ્વાસ્થ્ય માટે રોજ વ્યાયામ કરો, રમતો રમો.’
સંતા – ‘હું રોજ ક્રિકેટ અને ફૂટબોલ રમું છું.’
ડૉક્ટર – ‘કેટલા કલાક?’
સંતા – જ્યાં સુધી મોબાઈલની બેટરી ચાલે ત્યાં સુધી.
* * *
આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યાં
અજાણ્યા લોકો ૧૦ મિનિટમાં લગ્ન નક્કી કરી દે છે,
પણ આખા દિવસના ઈન્ટર્વ્યુ પછી પણ નોકરી નથી આપતા.
* * *
પપ્પુ – ટીચર, કોઈ વસ્તુને ઉપાડીને બીજે મૂકવા કરતાં ધક્કો મારીને સરકાવવી વધુ સરળ છે.
ટીચર – એમ? કોણે કહ્યું?
પપ્પુ – ન્યૂટનના મોટા બાપુજીએ.
* * *
સંતા તેના સાહેબને – તમે એવી નોટિસ કેમ લગાડી છે કે અહીં ફક્ત પરણેલા લોકોને જ નોકરી મળશે?
સાહેબ – કારણ કે પરણેલા લોકોને અપમાન સહન કરવાની આદત હોય છે, એને ઘરે જવાની ઉતાવળ નથી હોતી અને એ સામે જવાબ પણ નથી આપતા.
* * *
પતિ પત્ની વિદેશમાં ફરવા નીકળ્યા,
વાતો કરતાં અને ચાલતાં ચાલતાં પતિનું ધ્યાન ન રહ્યું અને તે પથ્થર પગમાં આવવાથી પડી ગયો, હાથ છોલાયો અને લોહી નીકળ્યું. પત્ની પોતાનો દુપટ્ટો ફાડીને હાથ પર બાંધી દેશે એ આશાએ પતિ તેને જોઈ રહ્યો.
પત્ની બોલી – ‘વિચાર પણ ન કરતો, ડિઝાઈનર પીસ છે.’



નિચેની રમુજ કડવુ સત્ય.
“આપણે એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યાં
અજાણ્યા લોકો ૧૦ મિનિટમાં લગ્ન નક્કી કરી દે છે,
પણ આખા દિવસના ઈન્ટર્વ્યુ પછી પણ નોકરી નથી આપતા.”
આ પણ સત્ય છે….. એક પાનવાળો જ છે જે કહીને ચૂનો ચોપડે છે, બાકી બીજા બધાં તો…
મજાની હાસ્ય સમિધા. મજા આવી ગઈ.
અમે ન્યૂટનના ગતિના ત્રણ નિયમ ઉપરાંત ચોથો , … The forth MOTION LAW
શોધ્યો છે, જે આ પ્રમાણે છેઃ
The loose motion can not be in SLOW motion !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
મહાન વૈજ્ઞાનિક કાલિદાસભાઈ,
આપનો ગતિનો ચોથો નિયમ અફલાતૂન છે. હવે પછી વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આ નિયમ ભણાવવામાં આવશે ! જો કે ભણતાં ભણતાં loose motion … …
શ્રવણના નમસ્કાર.
આ જોક્સ સ ર સ ….
ખુબ જ સરસ…મારો બ્લોગ ultimateattempts.blogspot.in… મારો પ્રથમ પ્રયત્ન ટૂકી વાર્તામા! આપની કોમેન્ટ મારા માટે ઉપયોગી રહેશે.
Hahahahahaahaha… Maza Avi….