Archive for April, 2016

લગ્ન વિધિની સમજણ – વિનોદભાઈ માછી

(લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર લેખકે પ્રકાશ પાડ્યો છે.) લગ્ન પ્રસંગે થતી વિવિધ વિધિઓ આપણે નિહાળીયે છીએ પણ તે બધાનો શું અર્થ હોય છે તે જાણવું […]

થોડાં આંસુ : થોડો આનંદ… – જયવદન પટેલ

(શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના ‘શક્તિદર્શનમ્’ સામયિકના માર્ચ-૨૦૧૬ના અંકમાંથી) ચંદુલાલ આમ તો ભારે નમ્ર માણસ છે. પણ એમનાથી ખોટું સહન થાય નહીં. ઓફિસમાં પણ એમના “બોસ”ને તડ અને ફડ જેવું હોય તેવું કહી દે : “જુઓ સાહેબ, દિવસ હશે તો હું દિવસ જ કહીશ, તમે રાત કહેવાનું કહેશો તો પણ નહીં. હા-જી-હા કહેવાનો […]

ભાડેથી મળશે – વિનોદ ભટ્ટ

(‘જનકલ્યાણ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ભાડૂતી માણસો તો આજથી દોઢસો-બસો વર્ષ અગાઉ પણ મળતા – ખાસ કરીને મરણ વખતે ખોટું-ખોટું રડનાર, પોક મૂકનાર અને છાજિયાં લેનારા. જેમણે ‘રૂદાલી’ ફિલ્મ જોઈ છે તેમને આ હકીકતની ખબર છે. પછી સમાજ સુધરતો ગયો ને મરણ પાછળ રોવા-કૂટવા તેમ જ કાણ-મોકાણનો રિવાજ અસ્ત પામ્યો એટલે ખોટું-ખોટું રોનારાંઓનો ધંધો […]

તપસ્વી – અશ્વિન વસાવડા

(‘અખંડ આનંદ’ સામયિકના માર્ચ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) અમારા શહેરમાં નવાબી સમયનો આ વિશાળ મોતીબાગ ગુજરાતના સુંદર અને મોટા બગીચામાં અગ્રેસર હશે. પ્રવેશદ્વારથી અંદર જતા પહોળા રસ્તાની બંને બાજુ ‘પેન્ડલુમ’ આસોપાલવ અને લીસાં લીલાંછમ થડવાળાં ‘બૉટલબ્રશ’નાં વૃક્ષોની હાર. રંગબેરંગી ફૂલો, લાંબા રસ્તાને શોભામય બનાવે છે. આગળ જતાં એક મેદાન તેમાં લીલાંછમ ઘાસની ચાદર પાથરેલી હોય તેવું […]

દમયંતી – નયનાબેન શાહ

(‘જનકલ્યાણ’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) આજે પણ પ્રસાદમાં કોપરાનું છીણ ને દળેલી ખાંડ હતા. ગઈ કાલે સાકરિયા હતા. રંભાએ પ્રસાદ આપનાર છોકરાને બે વાર પૂછ્યું, ‘આ આપણી સોસાયટીના ગણપતિનો પ્રસાદ છે?’ ‘હા, કેમ એવું પૂછો છો?’ રંભાને આશ્ચર્ય તો થતું જ હતું કે આ શક્ય જ નથી, પણ એ વાસ્તવિકતા હતી, પરંતુ ત્રીજા દિવસે […]

Copy Protected by Chetan's WP-Copyprotect.