વાલીને એક વિદ્યાર્થીનો પત્ર – કૃણાલ રાજપૂત ‘હમરાઝ’
(પરિણામનો પવન અત્યારે ફૂંકાય ચૂક્યો છે. અમુક વિદ્યાશાખાના પરિણામો આવી ગયા છે અને બાકી રહેલા પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. આવા સમયે ઘણા પરિવારોમાં ખુશીનો માહોલ હશે તો ઘણી જગ્યાએ દુઃખના વાદળો ઘેરાશે. આ સમયગાળો માતા-પિતા અને વિદ્યાર્થી માટે ખરેખરી કસોટીનો છે. પ્રસ્તુત પત્રમાં એક વિદ્યાર્થીએ પરિણામ માટે ચાતક બનેલા વાલીઓને એક નમ્ર અરજ કરી છે. આ પત્ર રીડ ગુજરાતીને પાઠવવા બદલ શ્રી કૃણાલ રાજપૂત ‘હમરાઝ’ (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો 8866022858 અથવા krunalkasela@gmail.com પર સંપર્ક કરી શકો છો. તેમની કલમને ખૂબ ખૂબ શુભકામનાઓ)
પ્રિય
માતા-પિતા,
પરીક્ષાઓનો સમયગાળો વીતી ગયો છે અને હવે તમે તમારા બાળકોના પરિણામને લઈને ચિંતાતુર હશો. દિવસો આંગળીના વેઠે ગણાવા માંડ્યા હશે અને ભવિષ્યના અનેક વિચારોમાં આપ સૌ ગરકાવ થઈ ગયા હશો.
પણ કૃપા કરીને એટલું યાદ રાખો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં સંમેલિત થયા હતા એમાં કેટલાયે કલાકાર પણ છે જેમને માટે ગણિત કે વિજ્ઞાનમાં પારંગત હોવું જરૂરી નથી. એમની કલાનો કસબ ગણિતના આંકડાઓ અને વિજ્ઞાનના પ્રયોગોમાં અટવાય ન જાય એ જોવાની જવાબદારી તમારી છે.
આમાં અનેક એવા ઉદ્યમી વિદ્યાર્થીઓ પણ છે જેમને ઈતિહાસ કે અંગ્રેજી સાહિત્ય ઘણું અઘરું લાગતું હોય, પરંતુ તેઓ આગળ જતાં ઈતિહાસ બદલી નાખશે અથવા પોતાની આગવી તવારીખ આ દુનિયા સમક્ષ મૂકી શકશે.
આમાં ઘણાયે મોટા સંગીતકાર પણ છે જેમને રસાયણશાસ્ત્રનાં ગુણોથી કોઈ જ લેવાદેવા નથી. તેમના આગવા સૂરો બીજાના મસ્તિષ્ક અને હૃદયમાં આગવા રસાયણો ઉત્પન્ન કરવા શક્તિમાન હોય જ છે. તેમના સૂરો આ શાસ્ત્રમાં ડૂબી જાય એ પહેલા એને બહાર લાવવા મથજો.
આમાં ઘણા બધા ટોચના ખેલાડીઓ પણ છે જેમના માટે ફિઝીકલ ફીટનેસનો ગ્રાફ ફિઝીક્સનાં અંકોથી વધારે મહત્વપૂર્ણ છે.
જો આપનું બાળક સારા ગુણાંકથી પાસ થાય છે તો એ ઘણી સારી બાબત છે. પણ જો તેઓ એમ નથી કરી શકતા તો મહેરબાની કરીને એમનો આત્મવિશ્વાસ ન છીનવો.
એને એ સમજાવો કે આ માત્ર ને માત્ર એક પરીક્ષા છે, એનાથી વધું કાંઈ જ નથી. અને આ પરીક્ષા એ કંઈ જીવનની અંતિમ પરીક્ષા તો નથી જ. એ જીવનમાં આનાથીયે મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે બન્યો છે.
એ વાતથી કોઈ જ ફરક નથી પડતો કે એણે કેટલા ગુણાંક મેળવ્યાં છે. તે કઈ રીતે દુનિયામાં જીવે છે અને આગળ વધી સુખ અને સમૃદ્ધિ મેળવે છે એ મહત્વનું છે.
એમને પ્રેમ અને હૂંફ આપો, ક્યારેય તમે તમારો ફેંસલો ન જણાવી દો. નિર્ણય સંભળાવવાનો અધિકાર ન્યાયાધીશને હોય છે અને મા-બાપ એ બાળકના સલાહકાર છે, આદર્શ છે. તેને જે દિશામાં જવું છે તે અંગેનું યોગ્ય માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરો. ખોટો રસ્તો હોય તો પ્રેમથી સમજાવી બાળકને પાછું વાળો પણ જબરજસ્તી કોઈ ક્ષેત્રમાં ન ધકેલો.
જો તમે એને ખુશમિજાજી બનાવશો તો એ જે કંઈ પણ બનશે તો એનું જીવન સફળ થશે. પણ જો એ ખુશ-મિજાજી નથી તો એ કંઈ પણ બનીતો જશે તો પણ સફળ ક્યારેય નઈ થઈ શકે.
બસ એક વાર એક જ વાર આટલું કરીને જુઓ, તમારું બાળક આખી દુનિયા જીતવા માટે સક્ષમ છે.
એક પરીક્ષા જ કે એક 90% ની માર્કશીટ જ આપના બાળકનું ભવિષ્ય નથી. એ પરિણામપત્રકની બહાર પણ તેનું આગવું ભાવવિશ્વ ધબકતું હોય છે. A ગ્રેડ હોય કે E ગ્રેડ, માત્ર એક પરીક્ષા તમારા બાળકના ભવિષ્યનો આધારસ્તંભ નથી એ વાત સમજો અને તેને પણ સમજાવો.
બસ આટલું જ યાદ રાખજો.
અને આપની યાદ રાખેલી માત્ર આટલી નાની વાત કદાચ એક બાળકનું જીવન બચાવી શકશે.
લિ
એક વિદ્યાર્થી ‘હમરાઝ’



હૉંશિયાર છો તમે હમરાઝભઇ.. હું મારા પપ્પાને આવું બધું કહેતો પણ મારી સમજાવટ આટલી સાહિત્યસમૃધ્ધ ન હોવાને લીધે હું તેમના દિમાગમાં આ વાત ઉતારી શક્યો નહિ.
હાલ હું જે કાંઇ પણ છું એમાં મારા શાળેય શિક્ષણનો નહિવત ફાળો છે. મને અફસોસ છે કે જીવ બાળીને પરીક્ષાની આગલી રાત્રે તૈયાર કરેલા સમાજવિદ્યાનું આજે શકોરુય ઊપજતું નથી. એ ગાંધી અને નહેરુને ગોખવામાં મેં અષાઢના વરસાદ અને નવરાત્રિની રાતો ખોઈ છે.
નાઈસ લેખ
wah yagneshbhai. Very nice. Ocha shabdo ma saras vat kari. Especially Gandhi nehru one.
વેરી ગુડ. ભાઇ
બહુજ મસ્ત ભાઇ ..
ભાઈ આપ ની રચના વાંચતા વાંચતા ખરેખર વિધ્યાર્થી કાળ યાદ આવી ગયો …
આ સમસ્યા ને લીધે ..આજ ખુદ ને શોધી રહ્યા છીયે …
બાકી જોરદાર અને ચોટદાર લેખ છે …
આપ નો મિત્ર ..!!
અશોક દેસાઈ ..
હમરાઝભાઈ,
મજાનો લેખ આપ્યો. સાચે જ વાલીઓએ પોતાના પાલ્યને કેરિયર પસંદગીમાં માર્ગદર્શન આપવું જોઈએ, દબાણ કે જોહુકમી ન કરવાં જોઈએ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
ખુબ સરસ લેખ ……
આભાર્………………
ભાઈ એક દમ સાચી વાત કરી
Super
અભિનંદન હમરાઝ
ખરેખર જે માં બાપ દરિયા કિનારે બેસીને સાચા મોતી શોધવા બેસે છે એ લોકો ને આ લેખ જરૂર વાચવો જોઇએ.
બહુ ચોટદાર શબ્દો છે.આ વાલીને જો સમજાય જશે તો ઘણા બાલકો ની જિંદગી બચી જશે .
Once again superb
આપ બધાનાં પ્રતિભાવ બદલ હૃદય પૂર્વક આભાર,ખાસ કરીને હું “રીડ ગુજરીતી” નો આભારીછું કે જેઓએ મારા વિચારો અને મારા શબ્દોને સ્થાન આપ્યું, ખૂૂબખૂબ આભાર
ખુબ સરસ ભાઈ પણ એવા વિદ્યાર્થીઓનુ શુ જેઓ સહેજ પન મહેનત ના કરી હોય? એક મુદ્દો એ સમાવવા જેવો ખરો.
માં ભવાની અાપને લોક ઉપયોગી રચના કરવાની શકિત આપે અને સમાજ નુ નામ રોશન કરો.
બહુ જ જરૂરી અને સમજવા, અમલીકરણ કરવા જેવી વાત. એટલી બધી ગમી ગઈ કે, રોજ ૧૦૦૦ થી વધારે મુલાકાતીઓને સેવા આપતી બાળકો માટે સમર્પિત આ વેબ સાઈટ પર જડી દીધી.
http://evidyalay.net/student_letter/
કુણાલ ભાઈને વિનંતી કે, ઈવિદ્યાલયની મુલાકાત અવશ્ય લે, અને બાળકો, વાલીઓ અને શિક્ષકોને કામમાં લાગે તેવી બાબતો માટે અમને જરૂરી માર્ગદર્શન આપે.
પ્રિય
બંધુ ક્રુણાલ (હમરાજ )
મને તમારો આ પત્ર ખરેખર હદય ને સ્પર્શ કરી ગયો છે . તમારો આ સમાજ ને જોવાનો જે દ્રષ્ટીકોણ છે તે જોઈ ને મને ખૂબ જ માન ઉપજી રહ્યુ છે .મને ગર્વ છે કે તમે મારા ભાઈ છો . અને સમાજ નુ માન વધારી રહ્યા છો તે બદલ તમારો આભાર . તમારી કલમ તલવાર કરતા પણ તિક્ષ્ણ છે અને ધારદાર છે તમે આ ક્ષેત્રે અનંત કીર્તિ હાંસલ કરો એવી મારી શુભકામનાઓ તમારી સાથે છે . મા ભવાની આશીર્વાદ બન્યા રહે
તમારો નાનકૉ
મહાવીર સિંહ (નાદાન )
સુજ્ઞ મહાશય,
આપ સૌ જાણો છો કે હવા, પાણી, ખોરાકની ગુણવત્તા ઘટવાને કારણે મન, મગજ, અને શરીર વ્યવસ્થિત કાર્ય કરી શકતા નથી. ફળ સ્વરુપ પરિણામ નબળુ હોયછે. હવા, પાણી, ખોરાકની ગુણવત્તા વિષે વિચારીએ તો હવા અને ખોરાકની ગુણવત્તા સુધારવી લગભગ ખર્ચની દ્રષ્ટીએ ઓછી હિતાવહ છે.
શરીરમાં પાણી અંદાજીત ૭૦ ટકા છે. જીવ પ્રાણી માત્ર માટે પાણી અતિ આવશ્યક છે. પાણીની ગુણવત્તા સુધારવી એકંદરે પોષાઈ શકે છે. ઊંચી ગુણવત્તા વાળુ પાણી ( ૯.૩ pH અને વધારે આલ્કલીનીટી ) ઉપયોગમાં લેવાથી શરીરમાં પડતો ઘસારો ઘટાડી શકાય છે. સરવાળે મન,મગજ, અને શરીરની કાર્ય શક્તિ સુધરે છે. જેથી દરેક કાર્યની ગુણવત્તા વધે છે.સારુ પરિણામ આવે છે. દરેક બાબતથી સુખાકારી વધે છે.
ડૉ.સુધીરકુમાર અમીન એમ.ડી. ( એ.એમ.)
એસ.કુમાર ટ્રષ્ટ,
૧૦ એ.જી.,પારસી પંચાયત કોમ્પ્લેક્ષ, મહેમદાવાદ રોડ, જશોદાનગર ચાર રસ્તા પાસે, અમદાવાદ.
મોબાઈલ 9428117650
બહુ સરસ પત્ર. દરેક રિઝલ્ટ પહેલાં જાહેર કરવા જેવો.
Nice Letter.Congrats…Krunalbhai
ખૂબ ખૂબ અભાર કાનાબાર સાહેબ
Good one bro.. keep it up. very nice.. good msg and very informative for parents and also for students.. and very happy to see your affort. good luck
આભાર ધર્મેન્દ્ર ભાઈ,
wah bhai khubaj saras
બહુજ મસ્ત ભાઇ …
ભાઈ આપ ની રચના વાંચતા વાંચતા ખરેખર વિધ્યાર્થી કાળ યાદ આવી ગયો …આ સમસ્યા ને લીધે ..આજ ખુદ ને શોધી રહ્યા છીય.
બહુ સરસ પત્ર. દરેક રિઝલ્ટ પહેલાં જાહેર કરવાજેવો.
બાકી જોરદાર અને ચોટદાર લેખ છે …
માં ભવાની અાપને લોક ઉપયોગી રચના કરવાની શકિત આપે અને સમાજ નુ નામ રોશન કરો.
Khun j saras lekh 6e.. Aa lekh ne darek newspaper ma apvo joeye ane darek pata – pita ne jarur karva joeye..
Krunal Ni Kalam hju khile Ane khule aavi abhyarthna
Abhinanandan
ખૂબ જ સાચી વાત કૃણાલસિંહ(હમરાઝ) .. હંમેશા પોતાના સંતાનની મનોદશા જાણ્યા વીના મારો દિકરો/દિકરી ડૉક્ટર/ઈજનેર/ઓફિસર બનશે એવો નિર્ણય લેનાર તમામ વાલીઓ માટે ખાસ ..