મૃગેશભાઈની દ્વિતિય પુણ્યતિથિએ….

Mrugesh Shahતારીખ ૫મી જૂન ૨૦૧૪ના રોજ આપણી વચ્ચેથી વિદાય લઈને ગુજરાતી સાહિત્યને કદી ન પૂરાય એવી ખોટ મૂકી જનાર મૃગેશભાઈના અવસાનને આજે બે વર્ષ થઈ ગયા. કદાચ ઈશ્વરને પણ ગુજરાતી સાહિત્ય ‘રીડ’ કરવા એક અદના નિષ્ઠાવાન અને સમર્પિત ભાવકની જરૂર હશે કે તેમણે મૃગેશભાઈને સાવ જ કાચી ઉંંમરે બોલાવી લીધા. આજે બે વર્ષ પછી ઓનલાઈન સાહિત્ય વિશ્વમાં તેમની ખોટ સહેજે પૂરી શકાઈ નથી, ઉલટું એ વધુ તીવ્ર બની છે એ બાબત તેમના સમર્પણ, સાહિત્ય પ્રત્યેના તેમના પ્રેમ, સાહિત્યકારો અને મિત્રો સાથે તેમના સરળ વ્યવહાર અને નિષ્ઠાનું સ્પષ્ટ પ્રમાણ છે. અમારી આવડત અને ક્ષમતા મુજબ રીડગુજરાતી તેમની સમર્પણભાવના અને ઇચ્છાને લઈને સતત તેમના ધ્યેયને પહોંચવાનો પ્રયત્ન કરતી રહેશે..

આજે પણ જ્યારે વડીલ સાહિત્યકારો, નવોદિત લેખકમિત્રો કે રીડગુજરાતીએ જેમને પ્રથમ મંચ આપ્યો હતો એવા હવે પ્રસ્થાપિત થઈ રહેલા લેખકમિત્રોના ફોન આવે અને તેમની સાથે સંપર્ક થાય તો સૌપ્રથમ તેઓ મૃગેશભાઈને યાદ કરવાનું, તેમના ઉત્સાહ અને જોમને બિરદાવવાનું ચૂકતા નથી. રીડગુજરાતી અને આપણી માતૃભાષા માટેના મૃગેશભાઈના પ્રેમને આપણે કોઈ કદી ભૂલી શકીએ તેમ નથી. મૃગેશભાઈના મિત્ર હોવું, તેમના સાન્નિધ્યનો અને એ સહજ વાર્તાલાપનો, એ મનભરીને માણેલી ગોષ્ઠીઓનો અને પાણીપૂરીના એ ખૂમચાઓ પરની અમારી મજાની યાદ મારા માટે ગર્વની બાબત છે, તેમ સર્વે સર્જકો અને વાચકોને માટે પણ મૃગેશભાઈ સાથેનો તેમનો સંંપર્ક તેમના માટે એક સ્નેહભીનું અને યાદગાર સંભારણું છે તેની પ્રતીતિ એ મિત્રોની વાત સદાય તાજી કરાવે છે.

મૃગેશભાઈ પ્રવાસપ્રિય માણસ હતા. તેમના અનેક પ્રવાસોની વાતો તેમણે રીડગુજરાતી પર મૂકેલી, તેમના અંતિમ સમય પહેલા પણ તેઓ અંબાજી માતાના દર્શને ગયેલા.. આજે તેમની દ્વિતિય પુણ્યતિથિએ રીડગુજરાતી પર તેમના મનપસંદ પ્રકારની સ્પર્ધાની જાહેરાત કરતા આનંદ થાય છે.. શીર્ષક છે

‘મારા પ્રવાસના સંભારણાં’

ત્રણ હજાર શબ્દોની મર્યાદામાં વાચકમિત્રો આ સ્પર્ધામાં ભાગ લઈ શક્શે. વધુ વિગતો આવતીકાલે..

મૃગેશભાઈ, દોસ્ત… આશા છે જ્યાંથી પણ વાંચતા હશો, આ ગોઠવણ તમને ગમશે જ! આપણો ગીરનો પ્રવાસ એ વાતની સાક્ષી છે..

જ્યાં જ્યાં વંચાય રીડગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત…

‘કૃષ્ણં શરણં ગચ્છામી..’

– જીજ્ઞેશ અધ્યારૂ


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આપણો ફોગટનો અહંકાર – તથાગત કુમાર
વેશપલટો – રાજેશ અંતાણી Next »   

16 પ્રતિભાવો : મૃગેશભાઈની દ્વિતિય પુણ્યતિથિએ….

 1. SHITAL DESAI says:

  રીડગુજરાતી થકી સમાજ ના મોટા વર્ગ ની સાહિત્ય પ્રત્યે ની અભિરુચિ તો તેમણે કેળવી હતી જ, પરંતુ તેઓ એક સંવેદનશીલ વ્યક્તિ હતા. વિદ્યાર્થિનીઓ પગભર બને તે માટે કેટલાંક મિત્રો એ આપેલ ડોનેશન યોગ્ય પાત્ર ને મળે તે હેતુ થી મે તેમની સાથે કેટલીક વિદ્યાર્થિનીઓ ના ઘર ની મુલાકાત લીધી હતી. તે સમયનાં તેમના વ્યવહાર અને વાતો થી મદદ લેનાર નો સંકોચ ઓછો થતો. સામાજિક નિસ્બત ધરાવતાં માનવ ને સાચા દિલ થી સલામ.

 2. ક્રૂણાલ રાજપૂત "હમરાઝ says:

  પરમ પિતા પરમત્મા તેઓની દિવ્યાત્માને શાન્ત અર્પે એવિ પ્રર્થના

 3. SANJAY UDESHI says:

  BHAGWAN EMNI ATMA NE PARAM SHANTI AAPE…

 4. મૃગેશભાઈની યાદને સાહિત્યના વિષયમાં પ્રકાશમય રાખવા માટે તેમની પુણ્યાંજલિની શ્રદ્ધાંજલિ રૂપે ‘પ્રવાસ’ પરના નિબંધ કે વાર્તા કે કાવ્યની ‘સ્પર્ધા’ એ બહુ જ ઉમદા આયામ છે.

 5. Dharmesh says:

  સવારે ફેસબુક ચાલુ કર્યું ત્યારે જ મૃગેશભાઈ સાથે નો ફોટો (એમની દુબઈ મુલાકાત વખતનો) આવ્યો અને શેર કરતા હાથ ના ઉપડ્યો…. જીગ્નેશભાઈ આપ મૃગેશભાઈ નું આ સપનું રીડગુજરાતી જે રીતે ચલાવી રહ્યા છો એ જોઇને મૃગેશભાઈ જ્યાં હશે ત્યાં અચૂક આનંદ અનુભવતા હશે.

 6. મૃગેશભાઈની પ્રેરણાથી મેં ઓનલાઈન બૂકસેલિંગ વેબસાઈટ શરુ કરી. મારી એમની સાથેની એક મુલાકત અદભુત હતી..એ પુણ્યાત્માને સદાય નમસ્કાર હજો…..હું સદાય તેમનો આભારી રહીશ…જીગ્નેશભાઈ પોતાનું સપનું સાકાર કરવું સહેલું છે પણ બીજાના સપનાને સફળતાનાં શિખરો સર કરાવવા ખુબ જ અઘરું છે…અમે સદાય આપના પણ આભારી રહેશું..અમારા લાયક કામકાજ કહેતા રહેજો…

 7. એમનો બાયો ડેટા મેળવી આપશો તો આભારી થઈશ. મારી સાહિત્ય યાત્રાની શરૂઆત વખતે તેમનો અમૂલ્ય સહારો મળ્નયો હતો, તે કદી નહીં ભુલાય.

 8. સોરી…
  તેમનો અમૂલ્ય સહારો મળ્યો હતો, તે કદી નહીં ભુલાય.

 9. Vinod Patel says:

  સ્વ.મૃગેશભાઈએ એમના ટૂંકા જીવનકાળમાં ગુજરાતી સાહિત્યની અમુલ્ય સેવા બજાવી છે .નેટ જગતમાં રીડ ગુજરાતી એ જે નામ દિપાવ્યું છે એમાં એમનો પાયાનો ફાળો કદી વિસરાય એમ નથી.રીડ ગુજરાતીમાં મુકાતા લેખોની પસંદગીમાં એમનો સાહિત્ય પ્રેમ અને સૂઝ જણાઈ આવતી.

  સ્વ.મૃગેશભાઈની દ્વિતીય પુણ્યતિથીએ મારી હાર્દિક શ્રધાંજલિ.

 10. મનસુખલાલ ગાંધી says:

  સ્વ.મૃગેશભાઈએ એમના ટૂંકા જીવનકાળમાં ગુજરાતી સાહિત્યની અમુલ્ય સેવા બજાવી છે .નેટ જગતમાં રીડ ગુજરાતી એ જે નામ દિપાવ્યું છે એમાં એમનો પાયાનો ફાળો કદી વિસરાય એમ નથી.રીડ ગુજરાતીમાં મુકાતા ભાતભાતના અદભુત લેખોની પસંદગીમાં એમનો સાહિત્ય પ્રેમ અને સૂઝ જણાઈ આવતી. દરેક વિષયના લેખો વાંચવાની મજા આવતી, અને હજીય તે જુના લેખો પણ એટલાંજ તાજા લગે છે.

  સ્વ.મૃગેશભાઈની દ્વિતીય પુણ્યતિથીએ મારી હાર્દિક શ્રધાંજલિ.

 11. KAUSHAL MOHANLAL PAREKH says:

  પુણ્યતિથીએ મારી હાર્દિક શ્રધાંજલિ

 12. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  સ્વ. મૃગેશભાઈને બીજી પુણ્યતિથીએ હાર્દિક શ્રધ્ધાંજલિ આપતાં એક સાહિત્યરસિક અને સાહિત્યની ચિંતા કરનાર સ્વજન ગુમાવ્યાનું દુઃખ થાય છે. આટલી નાની ઊંમરે આવો સાહિત્યપ્રેમી જણ ચાલ્યો જાય એ પણ ઉપરવાળાનો ન્યાય ગળે ઉતરતો નથી.
  રીડ ગુજરાતી માટે લેખોની પસંદગીમાં તેમની અદભુત સાહિત્યિક સૂઝ અને સાહિત્યપ્રેમ ઉડીને આંખે વળગતો હતો. વિષયની વિવિધતા પણ કેટલી બધી હતી ? અને તેમનાં પોતાનાં લખાણો પણ કેટલાં બધાં ઉચ્ચતમ રહેતાં હતાં ?
  આજે જ્યારે યુવા સાહિત્યકારોનો દુકાળ વર્તાય છે ત્યારે આવા ગુજરાતી સાહિત્યની ચિંતા કરવાવાળા યુવાન પરંતુ પીઢ સાહિત્યકારની ખોટ સાલે એ સ્વાભાવિક છે.
  પરમ કૃપાળુ પરમેશ્વર એમના આત્માને સાશ્વત શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 13. sandip says:

  સ્વ.મૃગેશભાઈની દ્વિતીય પુણ્યતિથીએ મારી હાર્દિક શ્રધાંજલિ.

 14. Chetu says:

  મૃગેશભાઈ આજે પણ સાહિત્ય જગતમાં જીવંત જ છે. એમનું નિખાલસ વ્યકતિત્વ અમર રહેશે.” રીડગુજરાતી” એ તો ” સમન્વયની “ની પ્રેરણા છે.. ભાવ ભીની શ્રધ્ધાંજલી.!

 15. Chintan says:

  સ્વ.મૃગેશભાઈ ને મળવાનો, વાત કરવાનો અથવા પાત્ર વ્યવહાર નો અવરસ મળ્યોજ નથી, પણ જો આજે એમની દ્વિતીય પુણ્ય તિથિએ; ગુજરાતી ભાષાને જીવંત રાખવા એમેણે કરેલા તમામ પ્રયત્ન અને readgujarati.com ની શરૂઆત કરવા માટે એમેનો આભાર વ્યક્ત ના કરું તો તદ્દન ગેરવ્યાજબી વાત કેહવાય.

  readgujarati સાથે સંકળાયેલા બેજ વ્યક્તિને જાણું છું એટલે, આજે મૃગેશભાઈ અને જીગ્નેશભાઈ બન્નેને ખુબ-ખુબ અભીનંદન અને ધન્યવાદ.

 16. તેઓની દિવ્યાત્માને શાન્ત અર્પે એવિ પ્રર્થના

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.