આંતરરાષ્ટ્રીય પ્રવાસવર્ણન સ્પર્ધા ૨૦૧૬ – ‘મારા પ્રવાસના સંભારણાં’

નવોદિત લેખકોને પોતાની આગવી સર્જનશક્તિને વિશાળ વાચક સમુદાય પાસે મૂકવાનું એક માધ્યમ મળી રહે અને તેમનું લેખન-કાર્ય યોગ્ય દિશામાં વિકસિત થાય એ માટે માર્ગદર્શન પણ મળી રહે તેવા હેતુથી ચાલુ વર્ષે રીડગુજરાતી તરફથી ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસવર્ણન સ્પર્ધા – ૨૦૧૬’નું આયોજન ‘મારા પ્રવાસના સંભારણાં’ એ શીર્ષક હેઠળ કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સ્પર્ધકો માટે જરૂરી વિગત નીચે પ્રમાણે છે.

સ્પર્ધાના નિયમો :

[1] સ્પર્ધામાં કોઈ પણ વ્યક્તિ વિશ્વમાં ગમે ત્યાંથી ભાગ લઈ શકે છે. આ સ્પર્ધામાં જોડાવવા માટે કોઈ પણ પ્રકારની ફી કે નોંધણીની જરૂરિયાત નથી. માત્ર સ્પર્ધકે નક્કી કરેલી સમય મર્યાદામાં પોતાની કૃતિ મોકલવાની રહે છે. ચાલુ વર્ષે કૃતિ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ છે.

[2] જેમનો સ્વતંત્ર પ્રવાસ વર્ણન સંગ્રહ પ્રકાશિત થયો હોય એવા સર્જકો સિવાય કોઈપણ આ સ્પર્ધામાં જરૂરથી ભાગ લઈ શકે છે. જુદા જુદા સામાયિકોમાં ક્યારેક જેમની કૃતિ પ્રકાશિત થઈ હોય તેઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

[3] કૃતિ મૌલિક અને અપ્રગટ હોવી જોઈએ, ૩૦૦૦ શબ્દોની મર્યાદામાં જ હોવી જોઈએ.

[4] હસ્તલિખિત કૃતિ મોકલનાર સ્પર્ધકે પોતાની રચના ફૂલ-સ્કેપ કાગળની એક બાજુ, સુવાચ્ય અક્ષરે લખેલી હોવી જોઈએ. કૃતિની શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. આ માહિતીના અભાવમાં કૃતિ સ્વીકાર્ય ગણાશે નહિ. આ રીતે કૃતિ મોકલનારે કૃતિની એક ઝેરોક્ષ પોતાની પાસે રાખીને ઓરીજીનલ કોપી મોકલવાની રહેશે. ટપાલ કે કુરિયર દ્વારા કૃતિ નિશ્ચિત કરેલી તારીખ અગાઉ મોકલવાની રહેશે. ત્યારબાદ મળેલી કૃતિઓ સ્પર્ધામાં ગણાશે નહીં.

[5] આપની કૃતિ ટાઈપ કરીને ઈ-મેઈલથી પણ મોકલી શકાય છે. (કૃપયા હસ્તલિખિત પ્રત સ્કેન કરીને મોકલવી નહીં) ઈ-મેઈલથી વાર્તા મોકલનારે PDF Format અથવા Word Document Format માં જ પોતાની કૃતિ મોકલવી. તદુપરાંત જે ફોન્ટમાં ટાઈપ કરી હોય તે ફોન્ટ, જો સામાન્યથી અલગ હોય તો, ઈ-મેઈલ સાથે એટેચ કરવા જરૂરી છે. કૃતિ શરૂઆતમાં પ્રથમ પાને સ્પર્ધકનું નામ, સરનામું, ફોન-નંબર લખવા અત્યંત જરૂરી છે. વિશેષમાં, ઈ-મેઈલથી કૃતિ મોકલનારે ઈ-મેઈલ કરતી વખતે Subjectમાં Pravas-Varnan-Spardha-2016 લખવું.

[6] સ્પર્ધામાં મોકલેલી કૃતિ અન્યત્ર મોકલી શકાશે નહિ. સ્પર્ધામાં વિજેતા થયેલી કૃતિઓને પ્રકાશિત કરવાનો હક ‘રીડગુજરાતી.કોમ’નો રહેશે. તેમ છતાં, વિજેતા થયેલી કૃતિ જો ‘રીડગુજરાતી’ના સાહિત્યિક સ્વરૂપને અનુરૂપ હશે તો જ પ્રકાશિત કરવામાં આવશે. કોઈ એક ક્રમાંક માટે જો એકથી વધુ કૃતિ વિજેતા નીવડે તો દરેક સ્પર્ધકને ઈનામ સરખે ભાગે વહેંચી આપવામાં આવશે.

[7] સ્પર્ધાના પરિણામ માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે અને તે સર્વ સ્પર્ધકોને બંધનકર્તા રહેશે. આ માટે ‘રીડગુજરાતી’ કે તેના સંપાદક જવાબદાર રહેશે નહિ.

અગત્યની તારીખો :

સ્પર્ધાની શરૂઆત : તા. ૬ જૂન ૨૦૧૬
કૃતિઓ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ / ૨૦ ઓગસ્ટ ૨૦૧૬
સ્પર્ધાનું પરિણામ : ધનતેરસ, ૨૮ ઑક્ટોબર ૨૦૧૬

કૃતિ કેવી રીતે મોકલશો ? :

પોસ્ટ કે કુરિયર દ્વારા મોકલવા માટે…

જીજ્ઞેશ અધ્યારૂ,
સંપાદક, રીડગુજરાતી.કોમ,
ઓમ, એ-૪૬, સાંઈનગર સોસાયટી,
ખોડીયાર નગર પાછળ, ન્યૂ વી આઈ પી રોડ,
વડોદરા ૩૯૦૦૨૨, ગુજરાત

ઈ-મેઈલ દ્વારા વાર્તા મોકલવા માટે :

shah.mrugesh@gmail.com
Subject : Pravas-Varnan-Spardha-2016

પુરસ્કારની વિગતો
પ્રથમ ઈનામ – ૧૫૦૧/- રૂ.
દ્વિતિય ઈનામ – ૧૦૦૦/- રૂ.
તૃતિય ઈનામ – ૫૦૧/- રૂ.
આશ્વાસન ઈનામ – ૨૫૧/-રૂ.

નિર્ણાયકો વિશેની માહિતી ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાવાશે.

– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વેશપલટો – રાજેશ અંતાણી
“અપરિગ્રહ” – ત્યાગીને ભોગવી જાણો, વાંછો મા ધન અન્યનું – સતીષ શામળદાન ચારણ Next »   

31 પ્રતિભાવો : આંતરરાષ્ટ્રીય પ્રવાસવર્ણન સ્પર્ધા ૨૦૧૬ – ‘મારા પ્રવાસના સંભારણાં’

 1. KISHAN LIMBANI says:

  શું એક કરતા વધુ કૃતિઓ મોકલી શકાશે?

 2. gopal khetani says:

  વાહ, સુંદર આયોજન. આભાર જિગ્નેશ ભાઇ તથા રિડ ગુજરાતી ટીમ ને.

 3. natvar gohil says:

  તમારા લોકો થકી સારુ સારુ જાણ્વા મલે આભાર

 4. Harish Mahuvakar says:

  ૧૫ મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્ણન સ્પર્ધાના પરિણામની તારીખ હતી. હજુ પરિણામ જાહેર થયું નથી? ખુબ જ આતુરતાથી વિગતો ઉપલબ્ધ થશે તો રોમાંચક રહેશે.

 5. gopal khetani says:

  અનિવાર્ય કારણોસર શ્રી જિગ્નેશભાઈ હાલ વ્યસ્ત હોઇ થોડા સમયમાં જ સ્પર્ધા અંગેની વિગતો જાહેર કરશે. સૌ સ્પર્ધક મિત્રો અને વાંચક મિત્રોનો સહકાર બદલ આભાર.

 6. HIMANSHU PARIKH says:

  સર
  આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્ણન સ્પર્ધાનું પરિણામ ક્યારે આવશે?

 7. ડો. વિમલ જયસ્વાલ says:

  પ્રવાસ વણઁન સ્પર્ધા નું પરિણામ જણાવશો. આભાર …..

 8. ashwin says:

  વાહ, સુંદર આયોજન. આભાર જિગ્નેશ ભાઇ તથા રિડ ગુજરાતી ટીમ ને.

 9. jayesh says:

  વાહ, સુંદર આયોજન પ્રવાસ વણઁન સ્પર્ધા નું પરિણામ જણાવશો. આભાર …..

 10. vikas says:

  પ્રવાસ વણઁન સ્પર્ધા નું પરિણામ જણાવશો.

 11. પરિણામ જણાવશો.

 12. આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્ણન સ્પર્ધાનું પરિણામ ક્યારે આવશે?

 13. ashok parekh says:

  pleas સ્પર્ધાનું પરિણામ

 14. lalit parmar says:

  પ્રવાસ વર્ણન સ્પર્ધાનું પરિણામ ક્યારે આવશે?

 15. પરિણામ જણાવશો. આભાર …..

 16. પ્રવાસ વણઁન સ્પર્ધા નું પરિણામ

 17. પરિણામ જનવ્શો

 18. VILAS says:

  સ્પર્ધા નું પરિણામ

 19. DIVYANG says:

  સ્પર્ધા નું પરિણામ

 20. RAJU GOHIL says:

  સ્પર્ધા નું પરિણામ

 21. સ્પર્ધા નું પરિણામ

 22. KHODABHAI says:

  સ્પર્ધા નું પરિણામ

 23. સ્પર્ધા નું પરિણામ જન્વ્શો

 24. padam pandya says:

  સ્પર્ધા નું પરિણામ જન્વ્શો

 25. સ્પર્ધા નું પરિણામ જન્વ્શો

 26. jigo says:

  સ્પર્ધા નું પરિણામ જન્વ્શો

 27. akshay says:

  સ્પર્ધા નું પરિણામ જન્વ્શો

 28. bahvin says:

  સ્પર્ધા નું પરિણામ જન્વ્શો

 29. એચ.રાજ. says:

  આંતરરાષ્ટ્રીય પ્રવાસવર્ણન સ્પર્ધા ૨૦૧૬ – ‘મારા પ્રવાસના સંભારણાં’વેબસાઈટ પરથી હટાવી લેશો તો વધારે સારું લાગશે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :