ઑનેસ્ટી ઍન્ડ ઇન્ટિગ્રિટી : રાજમાર્ગ – નિલેશ મહેતા

કારકિર્દી(‘તમારી કારકિર્દીને પાંખો આપો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

પ્રામાણિકતા એટલે માત્ર સત્ય બોલવું જ નહીં, પણ સામાવાળાના હિતનું રક્ષણ કરવું, બીજાના હિતને પોતાનું સમજવું, જરૂર પડે તો છેતરાઈ જવું પણ છેતરવું નહીં. પ્રામાણિકતા સત્યના આત્માને રક્ષે છે. ક્યારેક છેતરાઈને પાઘડી (goodwill) બનાવવામાં જીત છે.

પ્રામાણિકતા (honesty) અને એકતા / એકત્વ (integrity) એ બંને શબ્દો ભાવની પવિત્રતા દર્શાવે છે. પ્રામાણિકતા સામેની વ્યક્તિ તરફ દર્શાવવામાં આવે છે. જ્યારે ઇન્ટિગ્રિટી એ વ્યક્તિનો આંતરિક ભાવ છે.

પ્રામાણિક વ્યક્તિ ઉપર સૌ ભરોસો કરે છે, કારણ કે તે નફા-નુકસાન કરતાં સચ્ચાઈ અને સિદ્ધાંતને વધારે મહત્વ આપે છે. ઇન્ટિગ્રિટી એ પોતાના અંતરઆત્મા તરફની પ્રામાણિકતા છે. પ્રામાણિકતા કોઈને છેતરવા ન દે જ્યારે ઇન્ટિગ્રિટી અંતરઆત્માને છેતરવા ન દે. ઇન્ટિગ્રિટી એ પ્રામાણિકતાનો આત્મા છે. બંનેના પાયામાં સ્વાર્થ અને લોભ જેવી અનૈતિકતાનો ત્યાગ છે.

પ્રામાણિકપણે કામ કરનારને લાપરવાહી પણ ના પોષાય. કારણ કે લાપરવાહી ક્યારેક વ્યક્તિને ખોટું બોલવા કે ખોટું કામ કરવા મજબૂર કરે છે. કોઈ પણ કંપની તેના કર્મચારી પાસે સૌપ્રથમ ઇન્ટિગ્રિટીની અપેક્ષા રાખે છે, કારણ કે ઇન્ટિગ્રિટીવાળી વ્યક્તિ કોઈ પણ જાતના સુપરવિઝન વગર પણ પ્રામાણિકતા દર્શાવી કામ કરે. કંઈ પણ ખોટું કરે તો તેનો અંતરાત્મા જ તેને ડંખે. આમ, કર્મચારીનો જાગ્રત અંતરઆત્મા જ તેને વારે અને તારે.

ગાંધીજીએ બાળક મોહન તરીકે પોતાના જ સોનાના કડામાંથી થોડા સોનાની ચોરી કરી, પણ મન બેચેન બની ગયું. તેમના પિતાજીને ચિઠ્ઠી લખીને, ભૂલની માફી માંગી. આમ તો તેમની આ ચોરી વિશે કોઈને ખ્યાલ ન આવ્યો હોત. પણ અંતરાત્માને આવી ચોરી ખૂબ ડંખી, કબૂલાત કરીને જ મન શાંત થયું.

સંસ્થા એક વખત ભૂલને માફ કરી શકે છે અને તેનું નુકસાન ઉઠાવી શકે છે. પણ ઇન્ટિગ્રિટીની બાબતમાં નુકસાન નહીં પણ માત્ર બદઇરાદો જ પૂરતો છે. કારણ કે ઇન્ટિગ્રિટી વગરના લોકો કંપનીને મોટા નુકસાનના ખાડામાં ઉતારી શકે છે. આવી વ્યક્તિનું અસ્તિત્વ ચેપી હોય છે, તે બીજા કર્મચારીઓની નિયત પણ બગાડે છે.

પ્રામાણિક વ્યક્તિ કોઈને છેતરે નહિ. તે બીજાના નુકસાનમાં પોતાનું નુકસાન જુએ છે. તે ઉચ્ચતમ કાર્યક્ષમતાથી પોતાનું કામ કરે છે, કારણ કે કાર્યક્ષમતાના નીચા ધોરણથી પણ બીજા લોકોનું સીધું કે આડકતરું નુકસાન થતું હોય છે.

અપ્રામાણિક વ્યક્તિ ખોટું કાર્ય કરે અને જૂઠું બોલે. તે પોતાની સાથે સંસ્થાની છબીને પણ નુકસાન પહોંચાડે. તેથી તેઓ સંસ્થા માટે ભારરૂપ સાબિત થાય છે. અપ્રામાણિકતા વ્યક્તિના ચરિત્ર સાથે જોડાયેલી હોય છે. તેમાં સુધાર માટે મોકો આપવામાં આવે છતાં પણ ઘણી વ્યક્તિ સુધરી શકતી નથી. માત્ર આત્મપરીક્ષણ અને પ્રતીતિ જ વ્યક્તિને પ્રામાણિકતાનાં ઉચ્ચ ધોરણો તરફ પ્રગતિ કરાવી શકે.

ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ્‍ રાજચંદ્રનો જીવનપ્રસંગ પ્રામાણિકતાનું ઊંડાણ દર્શાવે છે. એક ધંધાકીય સોદામાં સામા વેપારીની પાયમાલી થઈ શકે છે તેવા વાવડ મળતાં જ જમવાનું છોડી, તાત્કાલિક તેમને મળવા ગયા. સોદાનો દસ્તાવેજ જાતે જ નષ્ટ કરી વેપારીને અભય કર્યો. આ છે સંવેદનશીલ પ્રામાણિકતા.

EXTERNAL-INTERNAL

EXTERNAL : HONESTY IS THE BEST POLICY.
INTERNAL : INTEGRITY IS THE BEST STATE OR MIND.

[કુલ પાન ૧૮૪. કિંમત રૂ.૧૮૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અમારો વનપ્રવેશ – આશા વીરેન્દ્ર
સમર્થિણી : મોરપીંછ – સમીરા પત્રાવાલા Next »   

8 પ્રતિભાવો : ઑનેસ્ટી ઍન્ડ ઇન્ટિગ્રિટી : રાજમાર્ગ – નિલેશ મહેતા

 1. KIRIT . TRIVEDI says:

  EXCELLENT ARTICAL. HONESTY IS THE BEST POLICY

 2. sandip says:

  “પ્રામાણિકતા એટલે માત્ર સત્ય બોલવું જ નહીં, પણ સામાવાળાના હિતનું રક્ષણ કરવું, બીજાના હિતને પોતાનું સમજવું, જરૂર પડે તો છેતરાઈ જવું પણ છેતરવું નહીં. પ્રામાણિકતા સત્યના આત્માને રક્ષે છે.”

  “પ્રામાણિક વ્યક્તિ કોઈને છેતરે નહિ. તે બીજાના નુકસાનમાં પોતાનું નુકસાન જુએ છે. તે ઉચ્ચતમ કાર્યક્ષમતાથી પોતાનું કામ કરે છે, કારણ કે કાર્યક્ષમતાના નીચા ધોરણથી પણ બીજા લોકોનું સીધું કે આડકતરું નુકસાન થતું હોય છે.”

  આભાર્……………

 3. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નિલેશભાઈ,
  સાચી અને સારી જિંદગી જીવાવાનો રાજમાર્ગ બતાવી દીધો. સાચે જ સમાજમાં પ્રામાણિક અને એકત્વ ધરાવતા માણસો જ ધરતી પર સ્વર્ગ ઉતારી જાણે છે. પ્રામાણિકતા અને એકત્વ એ બે ગુણો માનવીના સૌથી મોટા માપદંડ છે.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 4. Chhaya sachdev says:

  बहुज सरस

 5. Gita kansara says:

  સરસ ભાશામા જિન્દગેીનો સરલ માર્ગ બતાવ્વાનો પ્રયત્ન કર્યો. આભાર્.

 6. Bharati khatri says:

  Very nice

 7. Arvind Patel says:

  ( Honesty & Integrity ) એટલે પ્રામાણિકતા અને સચ્ચાઈ. આપણે મૉટે ભાગે પ્રામાણિક પણ નથી અને સાચા પણ નથી, હા, ડોળ જરૂર કરીયે છીએ, સાચા અને પ્રામાણિક હોવાનો. કૈક અંશે આપણે દંભી છીએ. હવે વર્ષો થી આ બધું લોહીમાં વણાઈ ગયું છે. આનો અર્થ એવો નથી કે બધાય 100% લોકો આવા જ છે. પરંતુ 90% લોકો આવા જ છે. આજે જે કઈ પ્રગતિ છે, તે 10% લોકોની પ્રામાણિકતા અને સચ્ચાઈ ના લીધે જ છે, વધુ ચર્ચા માં ઉતર્યા વગર, જો આપણે આપણી જાત ને આ 10% લોકોમાં લાવી શકીયે તો સમાજનું અને સાથે સાથે આપણું પણ કલ્યાણ થઇ જશે.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.