સ્નેહીઓ, મિત્રો, વાચકો,
રીડગુજરાતી આજે બારમા વર્ષમાઁ પ્રવેશી રહી છે. મૃગેશભાઈએ તેમના જન્મદિને, ૯મી જુલાઈ, ૨૦૦૫ના દિવસે આ વેબસાઈટ શરૂ કરી ત્યારથી લઈને આજ સુધી કેટલાય ગુજરાતીઓ તેને માણી રહ્યા છે, વાચકોનો અવિરત પ્રેમ અને તેમની સાહિત્યના મનનીય, ચિંતનપ્રેરક અને સત્વશીલ વાચનની અપેક્ષાનો પડઘો રીડગુજરાતી સદાય પાડતું જ રહ્યું છે અને એમ જ થતું રહેશે. રીડગુજરાતીનું સુકાન સંભાળ્યે આજે મને બે વર્ષથી વધુ થયા છે, ત્યારે સમજી શક્યો છું કે આ પ્રકારની ગુણવત્તાસભર વેબસાઈટ નિયમિત રીતે અને એ પણ એકલા હાથે ચલાવવી એ કેટલુ કપરું કામ છે! મૃગેશભાઈ આ કામ નવ વર્ષ સુધી ક્યારેય પણ અટક્યા કે અડચણોથી મૂંઝાયા વગર સતત લગન અને મહેનતથી, સાવ નિર્લેપ રીતે કરી શક્યા હતા, અને એ માટે તેઓએ પોતાની અંગત અપેક્ષાઓ અને જરૂરતોને કોરાણે મૂકી દીધેલી એ વાતનું સ્મરણ થાય કે મન એમના માટે અહોભાવથી છલકાઈ જાય.
સાહિત્યની આવી સેવા આપણે ત્યાં સામાન્ય નથી, પોતાના અંગત જીવનની જરૂરતોને વિસારે પાડીને ભાષાની સેવાનો આવો કપરો યજ્ઞ કરનારા મૃગેશભાઈ અને તેમનું સર્જન, અવિસ્મરણીય આ વેબપોર્ટલ રીડગુજરાતી એક અનોખી અને સમયથી આગળ જોતી નજરનો ઓનલાઈન પુરાવો છે. ગુજરાતી સાહિત્યની એક અદની વેબસાઈટ આટઆટલા વર્ષોથી સતત આમ જ ધબકતી રહે, રોજે દસેક હજાર વાચકો જેનો લાભ લેતા હોય એવી સતત વ્યસ્ત આ વેબસાઈટ એ વાતનો પૂરાવો છે કે સાહિત્યની સેવામાં કરેલું આવું કાર્ય નશ્વર શરીર પછી પણ હજારો લોકોની વચ્ચે રોજ તેમને સદેહે હોવાનો અહેસાસ કરાવતી રહે છે. રીડગુજરાતીની આ જ વિશેષતા છે, અને એટલે જ તેની સાથે સંકળાઈ શક્યાનો આ આનંદ અનોખો અને હ્રદયંગમ છે.
ક્યારેક નોકરીની કે અન્ય અંગત વ્યસ્તતાઓ વચ્ચે લેખ મૂકી શકાતો નથી, પણ વાચકમિત્રોનો સ્નેહ અને પ્રતિભાવ સહેજે ઓછા થતાં નથી. રોજ સવારે એક નવા લેખ સાથે પ્રસ્તુત થવાની રીડગુજરાતીની પરંપરા અત્યારે જાળવી શકાઈ છે એ માટે મારા કરતા વધારે મૃગેશભાઈના પિતા ધનંજયભાઈ જેઓ લેખ પસંદ કરવા આજે પણ અનેક પુસ્તકો અને સામયિકો ખૂંદી વળે છે, ટાઈપ માટે મદદ કરનાર સોનિયાબેન જેઓ તેમનું નામ અહીં વાંચીને મને એ હટાવવા કહેવાના છે અને એ હજારો વાચકો જેમના પ્રતિભાવો, ઈ-મેલ, વોટ્સએપ સંદેશાઓ અને ભાષા પ્રત્યેનો તેમનો અનરાધાર પ્રેમ આ વેબસાઈટને ચલાવવાનું મુખ્ય ઈંધણ છે, એ સર્વેને હ્રદયપૂર્વક વંદન. સાહિત્યની આ સરવાણી વહેતી હોય ત્યારે તેને ફક્ત માર્ગ આપવાનું મને મળેલું કાર્ય પણ કેટલુ આત્મસંતોષ આપે છે.. એ જવાબદારીનું હું વહન કરી શકું છું તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ મદદ કરવા બદલ સર્વેનો આભાર.
રીડગુજરાતી સાથે જોડાયેલા સર્વે વાચકો, દાતાઓ, લેખકો, પ્રકાશકો, મદદકર્તાઓ, સંસ્થાઓ અને વડીલ સાહિત્યકારોનો ખૂબ ખૂબ આભાર, આપણા સર્વેનો આ સહિયારો પ્રયાસ એના મૂળ હેતુને સદા સર્વદા વળગી રહે એવી જ ઈશ્વરને પ્રાર્થના..
હેપ્પી બર્થડે મૃગેશભાઈ.. હેપ્પી બર્થડે રીડગુજરાતી..
– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક, રીડગુજરાતી.કોમ
18 thoughts on “રીડગુજરાતી : બારમા વર્ષમાં મંગલ પ્રવેશ”
રીડ ગુજરાતીના આ બારમાં વર્ષના મંગલ પ્રવેશ પર હ્ર્દિક શુભ કામના
મૃગેશભાઈ અને રીડગુજરાતી ને જન્મદિવસની શુભકામનાઓ.
આ સાથે ગુજરાતી સાહિત્ય વેબ દુનિયામાં સતત સક્રિય રહી કાર્ય કરી રહેલ છે તે બદલ અભિનંદન.
Khub khub antar thi mrugeshbhai & temna sarjan read gujarati ne Abhinadan .
Hope Read Gujarti will continiue to serve gujarti samaj & gujarati literature.–
GOVIND SHAH
મૃગેશભાઈ! નામ લેતાં જ તેનો સદા હસતો ચહેરો નજર સામે હાજર! મહુવામાં અસ્મિતા પર્વમાં થયેલી મુલાકાત જિંદગીભરનો મધૂર યાદગાર અનુભવ બની જશે તેની કલ્પના પણ ન હતી. તેની વિષયપસંદગી, ભાષા વ્યવહાર અને વર્તન અજોડ! જન્મદિન અને શુભકામનાઓથી ઉપર ઊઠીને આપણે સૌને રીડગુજરાતીનું અદ્વિતીય નજરાણું તથા વ્યક્તિ વ્યક્તિએ અલગ સંદેશ આપીને વિદાય થયા!
હાર્દિક અભિનંદન
12 વર્ષનો સમયગાળો આપણે ત્યાં સાધના માટેનો એક ચોક્કસ સમયગાળો ગણાયો છે. રિડગુજરાતીએ એ એક તબક્કો સુખરુપે પાર કર્યો છે પણ એના આર્ષદ્રષ્ટા એવા મૃગેશભાઇની યાદ પળેપળ આવે એ સ્વાભાવિક છે. એના બે કારણ. એક એમનું આ યુગકાર્ય અને બીજુંં એમનો મૃદુ સહજ સ્વભાવ. એમની હયાતીમાં તો રિડગુજરાતી માટે લખવાનું થયું નહીં, પરંતુ આનંદ એ વાતનો કે 12મા વર્ષની શુભ શરુઆત પૂર્વે એ ખોટ પૂરી શકાઇ છે. રિડગુજરાતી જે રીતે ગુજરાતી ભાષાની ચૂપચાપ સેવા કરી રહ્યું છે, એ કાબિલેદાદ છે. એના સ્વપ્નદ્રષ્ટાના અચાનક ચાલ્યા જવા પછી પણ એમના એ સંકલ્પને સતત સિદ્ધિમાં પળોટતી રહેતી શાહકાકા, જિ.અ. અને સો.ઠ.ની ત્રિમૂર્તિને વંદન. એમની આ સાધનામાં પોતાના ભાગની આહુતિ આપનારા સૌ ગુણીજનોને સાદર નમન. ખૂબ જીવો ગુજરાતી, રિડ ગુજરાતી.
શ્રી મૃગેશભાઈ,એમના પિતાશ્રી ધનંજયભાઈ, શ્રી જીજ્ઞેશભાઈ, શ્રી સોનલબેન તેમ જ રીડગુજરાતી.કોમ ના અન્ય સક્રિય સરસ્વતીપ્રિયોથી આ વેબસાઈટ સમૃદ્ધપણે આગળ ધપતી રહી છે. અમૂલ્ય સમય, મહેનત તથા નિષ્ઠા માંગી લેતું, ગુજરાતી ભાષા,સાહિત્ય તેમ જ ગુજરાતી લોકોને ગૌરવવંતુ સ્થાન આપતા રહેવાનું આ પુણ્યકાર્ય અનેરું, પ્રશંસનીય છે. રીડગુજરાતીને તેમ જ આપને,સૌને અભિનંદન તેમ જ સુંદર કામનાઓ.
શ્રી મૃગેશભાઈ,એમના પિતાશ્રી ધનંજયભાઈ, શ્રી જીજ્ઞેશભાઈ, શ્રી સોનિયાબેન તેમ જ રીડગુજરાતી.કોમ ના અન્ય સક્રિય સરસ્વતીપ્રિયોથી આ વેબસાઈટ સમૃદ્ધપણે આગળ ધપતી રહી છે. અમૂલ્ય સમય, મહેનત તથા નિષ્ઠા માંગી લેતું, ગુજરાતી ભાષા,સાહિત્ય તેમ જ ગુજરાતી લોકોને ગૌરવવંતુ સ્થાન આપતા રહેવાનું આ પુણ્યકાર્ય અનેરું, પ્રશંસનીય છે. રીડગુજરાતીને તેમ જ આપને,સૌને અભિનંદન તેમ જ સુંદર કામનાઓ.
ખુબ ખુબ અભિનંદન – બારમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ રીડગુજરાતી ટીમ્ ને….
શ્રી મૃગેશભાઈએ ગુજરાતી લોકોને રીડગુજરાતી વેબસાઈટથી Khub khub સરસ સેવા કરી…
ખુબ ખુબ અભિનંદન – બારમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ રીડગુજરાતી ટીમને
હુ હમેશા તેના લેખો વાચુ છુ
શ્રી મૃગેશભાઈ ને જન્મ દિવસે હાર્દિક શુભેચ્છા અને શુભ કામના
જન્મ દિવસે શુભેચ્છા સંદેશ
શ્રી મૃગેશભાઈ
આજે 9મી જુલાઇ , આપનો જન્મ દિવસ , આજના શુભ દિવસે મારી અંતર ની શુભેચ્છા અને શુભ કામના, આજથી શરૂ થતું વર્ષ આપને જિંદગી ની પાદાન નું એક પગથિયું આપને ઉપર લઈ જાય છે.
વ્યક્તિ પદ થી નાનો કે મોટો હોય શકે , પરંતુ તે ખરેખર મોટો માત્ર અને માત્ર તેના કર્મ અને નીતિ થી જ બને છે , એટલે જ આપણાં વેદો અને પુરાણો માં કહ્યું છે ,
गुणाः सर्वत्र पूजयन्ते न महत्योडपि सम्पदः ।
पूर्णेन्दु किं तथा वन्घो निष्कलड्को यथा कृशः ।। સામવેદ
દરેક જગ્યાએ વ્યક્તિનો આદર-સત્કાર તેના ગુણો અને કર્યો ના કારણે જ થાય છે. દુર્ગુણોના ભંડાર સમાન વ્યક્તિ પાસે અખૂટ ધનસંપત્તિ હોવા છતાંય તેને આદર-સન્માન પ્રાપ્ત નથી થતાં. ડાઘ વિનાના, આછો પ્રકાશ આપનાર બીજના ચંદ્રની જે રીતે પૂજા થાય છે, તેવું તો પૂનમના ચંદ્રને પણ સન્માન નથી મળતું.
મૃગેશભાઈ , છેલ્લા લગભગ એક વર્ષ થી ‘રીડ ગુજરાતી ‘ ના લેખો હું નિયમિત વાંચું છુ અને મારો અભિપ્રાય પણ મોકલું છું . માણસ જે કાઇ છે તે તેની જબાન, કાર્યશૈલી અને સ્વભાવ થી જ તો છે .
कौआ किसका ना लेत है , कोयल किसीको ना देत |
तुलसी मीठे वचनसे जग अपना करी लेत ||
ફરીથી આજના શુભ દિવસે મારી અંતર ની હાર્દિક શુભેચ્છા અને શુભ કામના,
મનોજભાઇ હિંગુ ભાવનગર
મેનેજર EDP ભાવનગર નાગરિક બઁક M 76000 35422
તા ૦૯.૦૭ .૨૦૧૬
—
મૃગેશભાઈ, જીગ્નેશભાઈ, ધનંજયભાઈ, સોનિયાબેન અને રીડગુજરાતી ની આખીયે ટીમને ખુબ-ખુબ અભિનંદન અને શુભકામનાઓ….
રીડ ગુજરાતીના બારમા વર્ષના પ્રારંભે શ્રી મૃગેશભાઈ યાદ આવી જાય છે. તેમનો સાલસ સ્વભાવ અને કામ પ્રત્યેનું સમર્પણ ખરેખર અદભૂત હતાં.
ખુબ ખુબ અભિનંદન –રીડ ગુજરાતીના બારમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ રીડગુજરાતી ટીમને.
શ્રી મૃગેશભાઈ ને જન્મ દિવસે હાર્દિક શુભેચ્છા અને શુભ કામના.
ખુબ ખુબ અભિનંદન – બારમા વર્ષમાં મંગલ પ્રવેશ બદલ રીડગુજરાતી ટીમને
બારમા વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રીડગુજરાતી ટીમને ખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ…. –
વાહ, ખુબ ધન્યવાદ “રીડ ગુજરાતી” ને. હું રોજ તો નથી વાચી સકતો બધા લેખ, પણ જયારે પણ થોડો સમય મળે હું આ વેબસાઈટ જોઈ લઉં છું. નોકરી ની વ્યસ્તતા વચ્ચે જયારે પણ આ કોમ્પુટર માં અંગ્રેજી શબ્દો નો ભાર મગજ પર ચડી જાય ત્યારે મનને શાંત અને સ્થિર કરવા એકાદી ગુજરાતી વાર્તા અથવા કાવ્ય વાચી લઉં છું, અને બધોય થાક જાણે શરીર પરથી પાણીની જેમ પ્રસરી જાય છે.
મારી ભગવાનને પ્રાર્થના છે કે આ વેબસાઈટ ખુબ “પોપ્યુલર” થાય, અને સહુ કોઈ આપની માતૃભાષા ગુજરાતીને જાળવી રાખે.