૬ થી ૧૦ શબ્દોની માઈક્રોફિક્શન.. – સંકલિત (લાઈવ અપડેટ)
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આજે રીડગુજરાતી પર પ્રસ્તુત થઈ રહી છે છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન.. વિષય છે ‘ગુરુ અને જ્ઞાન’
લાઈવ બ્લોગિંગનો આ અહીં, અને મારી જાણ મુજબ ગુજરાતી બ્લોગવિશ્વનો પ્રથમ પ્રયાસ છે. ‘સર્જન’ માઈક્રોફિક્શન વોટ્સએપ ગૃપના સભ્યો જેમ જેમ માઈક્રોફિક્શન રચતા જાય છે એમ એમાંથી પસંદગીની માઈક્રોફિક્શન અહીં મૂકાતી જશે.. જો તમારે પણ આ આયોજનમાં ભાગ લેવો હોય તો નીચે પ્રતિભાવમાં આપની માઈક્રોફિક્શન વાર્તાઓ લખો.. પસંદગીની વાર્તાઓને પોસ્ટમાં સમાવીશું.
ગુરુનું સ્મરણ કરીને શરૂઆત કરીએ..
૧.
ફાનસના અજવાળે એણે દિકરીની પાટીમાં “ક” ઘૂંટ્યો. – જીજ્ઞેશ અધ્યારૂ
૨.
ગુરુએ શિષ્યને સ્વહસ્તે વ્યાસપીઠ પર બેસાડ્યો. – હાર્દિક પંડ્યા
૩.
વરસાદમાં ફૂટપાથ પર થરથરતી ગરીબીને બાળકે આપ્યો પોતાનો રેઈનકોટ. – જાહ્નવી અંતાણી
૪.
વિદ્યાર્થીએ ગુરુને નિવૃત્તિ બાદ પોતાની કંપનીમાં પદવી આપી. ગુરુદક્ષિણા! – જાહ્નવી અંતાણી
૫.
“તારા ગુરુ કોણ?” : દ્રોણાચાર્ય
ને માટીના દ્રોણાચાર્ય તરફ આંગળી ચીંધાઈ.. – જલ્પા જૌન
૬.
અભણ માએ કહ્યું, “દીકરી, મારા ગુરુ તો મારા મા-બાપ..” – મીરા જોશી
૭.
કાનમાં જરીક ફૂંક શું મારી, ગુરુ થઈ ગયા.. – જલ્પા જૈન
૮.
અભણ માતાપિતાને એન્જીનિયર નમ્યો..
કાં?
ગુરુવંદના
પ્રોજેક્ટ સફળ – સંજય ગુંદલાવકર
૯.
શિક્ષકે સોટી મારી,
અનુભવે લાઠી,
ગુરુદક્ષિણા કોને અર્પણ? – ધર્મેશ ગાંધી
૧૦.
માળામાં કબૂતર શિખવે બચ્ચાંને ઉડતા,
મને યાદ આવ્યા મારા શિષ્યો.. – મીરા જોશી
૧૧.
ફ્લેશલાઈટ્સ અને ટીવી ઈન્ટર્વ્યુ છોડી એણે ગોલ્ડમેડલ ગુરુચરણે મૂક્યું. – કેતન દેસાઈ
૧૨.
ઈન્ટરનેટથી પૂજ્યા
ગુગલ ગુરૂ
“ધર્મ, અર્થ, કામ, મોક્ષ”
ઓત્તેરી
કનેક્ટિવીટી? – સંજય ગુંદલાવકર
૧૩.
માતાની શીખ સારી મળી એટલે
સાસરીમાં સમાઈ ગઈ. – મીનાક્ષી વખારિયા
૧૪.
પીડામાંથી સમજણ પ્રગટી,
ને બની હું જ મારી ગુરુ – મીરા જોશી
૧૫.
અમે નસીબદાર,
શિક્ષકને સાહેબ, બેનથી સંબોધનાર અંતિમ પેઢી – મિત્તલ પટેલ
૧૬.
મંદિર આશ્રમ ભગવામાં ભટકતો રહ્યો,
ગુરુ તો સાથે જ હતાં. – સંજય થોરાત
૧૭.
ગુરુ પહેલા શિષ્ય દોડ્યો
પ્રથમ ઈનામ લીધા વગર એકબીજાને ભેટવા.. – દિવ્યેશ સોડવડીયા
૧૮.
મને સાચા ગુરુ મળે,
ગુરુપૂર્ણિમા શરદપૂર્ણિમાની જેમ ઝળકી ઉઠે.. – લીના વછરાજાની
૧૯.
આજે વિયાર ફરક્યો..
ગુરુ તો કૌરવોનાય હતાં. – લીના વછરાજાની
૨૦.
દ્રોણ આજેય છે,
એકલવ્ય હોંશિયાર થઈ ગયા છે. – લીના વછરાજાની
૨૧.
રાહબરે આંગળી ચીંધી,
મેં કેડી પકડી રાખી
સફળ થયો.. – મીનાક્ષી વખારીયા
૨૨.
જરૂર છે સાંદિપનીની,
જગતને ફરી એક કૃષ્ણ, એક સુદામા મળે. – લીના વછરાજાની
૨૩.
જિંદગીના સારા નરસાં અનુભવો.. મારા ગુરૂમંત્રો – જાગૃતિ પારડીવાલા
૨૪.
‘ગુરૂ.. જ્ઞાનની માસ્ટર કી’
પુસ્તકનું મારા ગુરૂ દ્વારા વિમોચન – સંજય થોરાત
૨૫.
હોટલનો માલિક થયો,
ગુરુ ભૂખ્યો થોડો રહે?
રોજ ભોજન.. – શીતલ ગઢવી
૨૬.
નેત્રહીન ગુરૂએ દિશા દેખાડી
દેખતાં ય પાછા પડ્યાં
હું સફળ.. – દિવ્યેશ સોડવડીયા
૨૭.
હું ને મારા અંધ વિદ્યાર્થી,
હું વિશારદ શીખવું, એ જિંદગી. – – લીના વછરાજાની
૨૮.
‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા’
ચાણક્યએ ચંદ્રગુપ્ત સર્જ્યો.. – સંજય થોરાત
૨૯.
પત્ની જો ગુરુ બને
કંઈક કાલિદાસ ઉભા કરે.. – શૈલેષ પરમાર
૩૦.
‘પુસ્તકાલયની પૂજા કરી,
આજે ગુરુપૂર્ણિમા ખરીને!’
ઉપસ્થિતો બોલી ઉટ્યા. – સોનિયા ઠક્કર
૩૧.
‘મારા પ્રિય શિક્ષક’
નિબંધ લખતા ગરીબ બાળકની આંખમાં પૂર ઉમટ્યું. – સોનિયા ઠક્કર
૩૨.
જ્ઞાન સાથે પ્રસાદમાં બૂંદી ગાંઠીયા
વધુ ભીડ જામી પ્રસાદની હરોળમાં – દિવ્યેશ સોડવડીયા
૩૩.
સફર ઈન્ટરનેટથી અક્ષરનાદ સુધી,
વાયા ફેસબુક
ગુરુ કોમ્પ્યૂટર.. – જાહ્નવી અંતાણી
૩૪.
ગુરુપૂર્ણિમા ને મારો જન્મદિન
ઉત્સવ તો ગુરુનો જ ને! – મીરા જોશી
૩૫.
ધૂળ ખંખેરી એક શિક્ષકે
ત્યક્તા બાળકીના જીવન પરથી.. – મીરા જોશી
૩૬.
‘તું તો અંગૂઠા છાપ..’
..
‘પપ્પા હું મમ્મીને ભણાવીશ.’
દિકરી મારી ગુરુ – મીરા જોશી
૩૭.
આજે ગુરૂએ ઓમ શીખવી શાળામાં પ્રવેશ આપ્યો હતો. – સરલા સુતરિયા
૩૮.
ગાંધારીએ આંખે પાટા બાંધ્યા,
પુત્રોને મા રૂપે ગુરૂ ન મળી. – સરલા સુતરિયા
૩૯.
શાળાની ગળતી છતે,
ઘણાં પાયા મજબૂત કર્યાં. – ધર્મેશ ગાંધી
૪૦.
“કાશીબેનને હેરાન કર્યા’તા, મળે તો માફી માગવી છે.” રડી પડાયું.. – દિવ્યેશ સોડવડીયા
૪૧.
પિતા ગુરૂ છતાં જ્ઞાનહીન રહ્યો અશ્વત્થામા.. – સરલા સુતરિયા
૪૨.
ધ્રુજતા અવાજે રિયાઝ કરતી મમ્મી,
એનાથી ઉંચા સ્થાને કોઈ નથી. – લીના વછરાજાની
૪૩.
‘મા, ગરીબોના ગુરુ કોણ હોય?’
‘એમના ભગવાન ને હાડમારી..’ – મીરા જોશી
૪૪.
મા
પ્રથમક્રમે પરીપૂર્ણ ગુરુ
કાન આમળીને ચીંધ્યો માર્ગ.. – સંજય ગુંદલાવકર
૪૫.
મારો સમય, મારો ગુરૂ
બસ એણે હજી અંગૂઠો માંગ્યો નથી. – શ્રીરામ સેજપાલ
૪૬.
ભણાવ્યા પછી શિક્ષક રડ્યા..
આજે એમના પુત્રનું મરણ.. – મીરા જોશી
૪૭.
એક ને એક બે – શિક્ષક
બેમાંથી એક, એકલાં – જીવન – ધર્મેશ ગાંધી
૪૮.
બધા સરવાળાને અંતે ગુરુજીને મળી
ગ્રેચ્યુઈટી.. – શીતલ ગઢવી
૪૯.
‘સમ્રાટ ટેલર’નો અશોક
સંચાને પગે લાગ્યો.
ચકરડામાં ગુરૂ ચાણક્ય દેખાયા. – સંજય ગુંદલાવકર
૫૦.
‘હે ગુરુદેવ, ગુરુદક્ષિણા?’
‘તારામાંથી ‘હું’ કાઢી આપ..’ – જલ્પા જૈન
૫૧.
શહેર, શાળા, શિક્ષકો, બધુંય હેમખેમ
સમય સિવાય.. – મીરા જોશી
૫૨.
‘મારો અંગૂઠો?
એ ક્યાં નવરો છે? ચેટિંગમાં..’ – જલ્પા જૈન
૫૩.
રેતીમાં પડેલા ગુરુના પગલામાં
પગ મૂકી માપ્યું,.
નાનું પડ્યું – મીનાક્ષી વખારિયા
૫૪.
ધૂમ વેચાઈ ગુરુની આત્મકથા,
એકલવ્ય જેવો શિષ્ય મળેલો.. – મીરા જોશી
૫૫.
હું નાસ્તિક નથી,
માત્ર ગુરુમાં માનું છું. – મીરા જોશી
૫૬.
ટેકનોલોજી શીખવા,
કાચો કુંવારો ગુરૂ
બમણી ઉંમરનો શિષ્ય,
“બ્રાવો દાદાજી.” – સંજય ગુંદલાવકર
૫૭.
ગુરૂએ સત્ય શીખવ્યું,
જિંદગીમાં અસત્યનો મેળાપ,
મનના કુરુક્ષેત્રમાં રોજ મહાસંગ્રામ. – લીના વછરાજાની
૫૮.
‘ગુરૂ જેલમાં..’
અવઢવ, પશ્ચાતાપ અંતરમાં
માતાપિતાઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ – સંજય ગુંદલાવકર
૬૦.
અહલ્યા, શબરી, ઉર્મિલા, હનુમંત, ભરત, રામ..
કોણ ગુરુ કોણ શિષ્ય? – જીજ્ઞેશ અધ્યારૂ
૬૧.
વેકેશન પડ્યું,
ઘોંઘાટની સંધ્યા ઢળી,
શિક્ષકને એકાંત નડ્યું.. – મીરા જોશી
અંતિમ અપડેટ ૧૯ જુલાઈ બપોરના ૪.૩૦
.. દર કલાકે અપડેટ થશે..



તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સુંદર પ્રયાસ. આનંદ. અભિનંદન. મહાભારત કે જેના વિશે કહેવાયું છે કે જે અેમાં છે એ વિશ્વમાં છે, અને વિશ્વમાં છે એ જ મહાભારતમાં છે. એના રચયિતા ભગવાન વેદવ્યાસના જન્મદિન, ગુરુપૂર્ણિમાને અનોખી રીતે, તકનીકી રીતે જોઇએ તો રિઅલ ટાઇમ, ઉજવીને એક નવો ચીલો ચાતરવા બદલ પુનઃ ખૂબ ખૂબ અભિનંદન અને ગુરુપૂર્ણિમાની શુભેચ્છાઓ…જીવનના દરેક તબક્કે, જાણેઅજાણે મળેલાં, બનેલાં અને થયેલાં સૌ પ્રકારના ગુરુઓને વંદન.
દુનિયાની સહુથી ઘાતકી અને કપટી ગુરુ દક્ષીણા – એકલવ્યનો અંગુઠો. : ત્રિકુ મકવાણા
ગુરુએ મોહનદાસને પરીક્ષામાં ચોરી કરવા કહ્યું, ન માન્યા, મહાત્મા બન્યા. – ત્રિકુ મકવાણા
न गुरु: अधिकं तत्त्वं. न गुरु: अधिकं तप: | न गुरु: अधिकं ज्ञानं. तस्मै श्रीगुरवे नम: ||
અર્થાત..
”ગુરુથી કોઈ શ્રેષ્ઠ તત્વ નથી, ગુરુથી અધિક તપ નથી અને ગુરુથી વિશેષ કોઈ જ્ઞાન નથી એવા શ્રી ગુરુદેવને નમસ્કાર.”
ph.d થવાના ત્રણ લાખ, ગુરુએ ગોવિન્દને કહ્યું.
ઘનિ મે શોધ કરિ શ્લોક અને સ્તુતિ મા, પન ઇસ્વર આખરે મલ્યા ગુરુ મા!
પ્રત્ય્ક્ષ કે પરોક્ષ રીતે દરેક ક્ષણે કંઈક નવું શીખવ્યું, મારા માટે તો દરેક ક્ષણ છે ગુરુ પૂર્ણિમા.
જિજ્ઞેશભાઇ,
ગુજરાતી બ્લોગજગતમાં એક નવિન પ્રયોગ…ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
ગુરુ અને ગોવિન્દ સાથે ઉભા હતા.ગુરુને નમ્યો અને ગોવિન્દ મુસ્કુરાયા.
પીડામાંથી સમજણ પ્રગટી,
ને બની હું જ મારી ગુરુ – મીરા જોશી
My personal believing as per above.
Best Guu = Our Experience
ગુરુ ગોવિન્દ સમે મલિયા, ક હે લાગુ પાય્.
બલિહારિ ગુરુ કિ જો ગોવિન્દ દિયો બાતાય્.
ગરુ, તે જેને યાદ કરતા .માથુ.અને આખો આપ મેેલે નમ થેઈ જાય.
જ્ઞાન પામી ઊંચ શિખરે પહોચ્યાં પછી ઘણાં શિષ્યોને તળેટીથી આવતો ગુરુંનો નો અવાજ સંભળાતો નથી.
‘બહેન,મારા ઘરે ખાવાનું બની ગયું છે’કહી મે આપેલાં ખોરાકને મારી કામવાળી એ સાંજ માટે રાખવા ના બદલે કૂતરાને ખવડાવી દીધો…અને જાણે મારા ઘર માં સંગ્રહિત મૂલ્યવાન ચીજો પર પ્રશ્ન-ચિન્હ મૂક્યું!
સમય નો સંચય કરવો એ ભવિષ્ય ને તાળું મારવુ!
આજના ગુરુ ઉપર મારી એક કવિતાઃ
ગુરુદક્ષિણા … !
અરે ! ગુરુ દ્રોણ … !
આટલા બધા ક્રોધિત કેમ ?
શું કહું , તમને … ?
શિષ્ય એકલવ્ય પાસે
ગુરુદક્ષિણા માગી તો …
અંગુઠો દેખાડ્યો …
… ડીયો … !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
ગુરુ ગોવિન્દ દોનો ખડે……….જિસને ગોવિન્દ દિયો બતાય !
આ સાખિનિ રચના કરનાર કોઇ ભગવાન કે ઇશ્વર ન હતા કોઇ ભગવાધારિ માનવ ગુરુ જ હતા. સદાચારિ અને પરોપકારિ જિવન જિવો એજ સાચો ધર્મ અને અએ માતે કોઇ ગુરુનિ જ્રુર નથિ હોતિ,
દીકરીએ એકડો ઘૂંટયો ને માં હરખાણી કે બે કુળ શિક્ષિત થયા
દીકરીએ એકડો ઘૂંટયો ને માં હરખાણી કે બે કુળ શિક્ષિત થયા
એક કાઠિયારાએ લીમડાના ઝાડ પર કુહાડી ચાલવી ને ‘ઓ માં રે ! ‘ સાંભળતા જ ધરતીમાં રડીપડી
વિદ્યાર્થી પાસેથી પાસ થવા માટે પાંચ હજાર રૂપિયા લેતા ગુરુએ વર્ગમાં પ્રામાણિકતા વિશે મોટું ભાષણ આપ્યું
anubhav ej pratham guru.
વિદ્યાર્થી પાસેથી પાસ થવા માટે પાંચ હજાર રૂપિયા લેતા ગુરુએ વર્ગમાં પ્રામાણિકતા વિશે મોટું ભાષણ આપ્યું….
હર અેક ક્ષણે તે વધતો ગયો
મારો અનુભવ મારો ગુરુ