(‘હાસ્યનું મેઘધનુષ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)
હાઈ-વે પર તમે ઍક્સિડેન્ટ થતા જોયા હશે. જોયા જ હોય ને, કારણ કે ડ્રાઇવરો બસો-ટ્રકોને જેટ પ્લૅનની માફક ઉડાવતા હોય છે ! અમે થોડા સમય પહેલાં નવસારીથી અમદાવાદ આવતા હતા ત્યારે લક્ઝરી બસનો ડ્રાઇવર પણ એ જ રીતે બસને ઉડાવતો હતો ! શરૂઆતમાં અમારો અમદાવાદી જીવ રાજીનો રેડ થઈ ગયો, કારણ કે બસના ભાડામાં અમે પ્લૅનની સફર કરતા હોઈએ તેવું લાગ્યું ! પરંતુ પાછળથી ગભરામણ શરૂ થઈ, કારણ કે ડ્રાઇવર ફક્ત બસને જ ઉડાવતો નો’તો, પરંતુ વચ્ચે વચ્ચે પોતાના બંને હાથ સ્ટિયરિંગ વ્હીલ પરથી ઉઠાવી આળસ મરડતો હતો, વાળ ઓળતો હતો. આવા અંગકસરતના અનેક દાવ તે કરતો હતો ! અમારે અમદાવાદ પહોંચવું હતું, સ્વર્ગે નહીં ! તેથી અમે બીજા જ સ્ટૉપે બસ બદલી ! આવા ડ્રાઇવર હોય ત્યારે હાઈ-વે પર ઍક્સિડેન્ટ જોવાનું નવું નથી, પરંતુ તમે કોઈને હાઈ-વે પર હેલ્મેટમાં ટમેટાં લેતાં જોયો છે !? નહીં જ જોયો હોય ! અમે જોયો છે ! અમે હાઈ-વે પરથી સુરત પાસેથી જઈ રહ્યા હતા ત્યારે એક પોલીસને હેલ્મેટમાં ટમેટાં લેતાં જોયેલો ! શાકવાળા પાસે ટોપલી નો’તી, તેથી પોલીસે હાથવગા સાધનનો ઉપયોગ કર્યો હતો ! વળી પોલીસવાળાએ શાકવાળાને ટમેટાંનો ભાવ પૂછ્યો એટલે શાકવાળો સમજી ગયો કે આ ભાઈ પોલીસમાં નવોનવો ભરતી થયો લાગે છે એટલે ભાવ પૂછે છે ! બાકી પોલીસને શાક અને ભાવ વચ્ચે કોઈ સંબંધ હોતો નથી ! પોલીસવાળાઓ શાકની લારી પાસે જઈ બે ડંડા ફટકારે એ જ એનો ભાવ ! અને એ જ શાકવાળા પાસે જઈ કોઈ સુરતી લાલો શાકના ભાવ પૂછવાની હિંમત કરી બેસે તો શાકવાળો કહેશે, ‘જાવ, જાવ, તમારાથી નહીં લેવાય ! સુરતમાં શાકનો સીધો ઑર્ડર જ અપાય ! ભાવ ન પુછાય !’
હવે આપણે મૂળ વાત પર આવીએ, તો જૂના શાકવાળાએ નવા પોલીસવાળાને ડબલ ભાવ કહ્યા ! એ જ પોલીસવાળાએ ભાવ ન પૂછ્યો હોત અને જમીન પર ડંડા ફટકાર્યા હોત તો શાક તેને કદાચ મફત મળત ! પરંતુ નવો હતો એટલે તેને ડબલ ભાવ આપવા પડ્યા ! ‘કોઈને તમે છેતરશો નહીં તો કોઈક તમને છેતરશે !’ આ છે આજની દુનિયાનો નિયમ !
રક્ષાબંધનના દિવસે એક બહેન આ હેલ્મેટમાં ટમેટાં(!) વાળા ટ્રાફિક પોલીસના હાથમાં ટ્રાફિકના કોઈક નિયમના ઉલ્લંઘન બદલ ઝડપાયાં ! પ્રથમ તો એ બહેને રુઆબ દેખાડતાં કહ્યું કે ‘હું ભૂતપૂર્વ પ્રધાનની દીકરી છું – તમને જોઈ લઈશ !’ પરંતુ ‘ભૂતપૂર્વ’ શબ્દ પોલીસને તો શું, કોઈને પણ સ્પર્શે નહીં !
પોલીસવાળાએ કહ્યું : ‘બહેન, ઝટ નામ લખાવો !’ પોલીસના સકંજામાંથી જાન છોડાવવા પેલાં બહેને એક ત્વરિત નિર્ણય લઈ પર્સમાંથી એક રાખડી કાઢી પોલીસના હાથમાં બાંધી દીધી ! આમ પોલીસને અણધાર્યું ‘રક્ષાબંધન’ થઈ ગયું તેથી ઘડીભર તો તે પણ હેબતાઈ ગયો ! પરંતુ પોલીસ અવા બંધનમાં જકડાવવા માંગતો નો’તો. તેણે તો ફટ દઈને પેલાં બહેનને મેમો પકડાવી દીધો. છેવટે પેલાં બહેને પણ તેનો સ્વીકાર કર્યો – વીરપસલી તરીકે ! આ કેસને પકડ્યા બાદ પણ આ પોલીસ ચિંતાતુર હતો, કારણ કે દરરોજ તેને જે ‘મિનિમમ મેમા’ ફાડવાનો ક્વૉટા હતો તેમાં એક કેસ હજુ ખૂટતો હતો અને તેની ડ્યૂટીનો સમય પૂરો થવાની તૈયારી હતી ! પરંતુ આ કટોકટીની પળે તેની મદદે આવી ગયું આર.ટી.ઓ.વાળાઓનું છેલ્લામાં છેલ્લું જાહેરનામું ! આ જાહેરનામા પ્રમાણે કોઈ પણ વાહન પર કોઈ પણ જાતનું લખાણ હોવું જોઈએ નહીં. નહીં તો તે ટ્રાફિક પોલીસ મિટાવી દેશે, વાહનચાલકના હિસાબે ને જોએમે !
ટ્રાફિક પોલીસના સદ્ભાગ્યે એક ટ્રક આવા લખાણ સાથે ત્યાંથી પસાર થઈ અને પોલીસના ચહેરા પર ચમક આવી ગઈ ! જાણે સફેદીનો ચમકાર ! તેણે ટ્રકવાળાને રોક્યો અને ટ્રકવાળો કાંઈ સમજે વિચારે તે પહેલાં તો તેણે ‘મેમો’ ફટકારી દીધો ! અને ટ્રકની પાછળના ભાગે લખેલા સૂત્ર પર સફેદ કૂચડો ફેરવી દીધો ! ટ્રક પર લખાણ હતું –
‘બૂરી નજરવાલે તેરા મુંહ કાલા !’
[કુલ પાન ૧૧૮. કિંમત રૂ. ૧૨૦/- પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય. રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. ફોન. +૯૧(૭૯)૨૨૧૪૪૬૬૩]
11 thoughts on “હાઈ-વે પર હેલ્મેટ! – ચિત્રસેન શાહ”
Writer is Learner for something writing…Good Keep it up…
હેલ્મેટ પહેરવી જ્રરૂરી છે,
ચિત્રસેનભાઈ,
આ હાસ્યલેખ છે ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
ભાઈ…કાલિદાસ વ. પટેલ…. તમે કૈક લખિ ને બતાવો
પછિ અમે ‘?’ તમારિ ક્રુતિ પાછળ લગાડિયે..
શ્રી કાલિદાસભાઇ, આપની સિધ્ધીઓ અને ગ્યાનથી હું સુપેરે પરિચીત છું. અહી પ્ર્સ્તુત લેખ એક હળવો લેખ છે અને પ્રકાષન તરફથ પુસ્તકમા સ્થાન પામ્યો છે તેે પણ એક પ્રકારની લેખકની સિધ્ધી જ છે ને ?! હા, વાચકો લેખ પ્રત્યે ગમો અણગમો વ્યક્ત કરી જ શકે, પરંતુ મારુ અંગત રિતે માનવુ છે (આદર સાથે, ખોટું ના લગાડશો) કે ટિકા ટિપ્પણી પણ મિઠાશ ભર્યા શબ્દોમા કરી શકાય.
મિઠાશ ભર્યા શબ્દોમા કરી શકાય.
Very Good.
હેલ્મેતના ઉપયોગ અને નવા પોલિસમેનનિ ગુથનિથિ હાસ્ય સર્જ્વાનોપ્રયત્ન ચ્હે,
Laughing is good for Health.
હાઈવે પર હેલ્મેટ અતિ સુંદર ખડખડાટ હસાવતો હાસ્ય લેખ. ચિત્રસેનભાઈને અભિનંદન.
ગોપાલ એમ. ભાગીયા
જુનાગઢ
Laughter is best medicine life
NICE……….