Archive for July, 2016

ગજ્જુચોર – સાધ્વી તત્વદર્શનાશ્રીજી મહારાજ

(‘કથા-નિર્ઝરી’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) રાજગૃહનગરીની આસપાસની પર્વતશ્રૃંખલામાં છુપાઈને રહેતો એક દુર્દાન્ત ચોર. એનું નામ ગજ્જુ. એ ગજ્જુ પાસે અવસ્વાપિની નિદ્રા હતી. એ નિદ્રાના બળે એ સ્વચ્છંદ રીતે ચોરી કરતો હતો. તેને એક ભાઈ હતો. ભાઈનું […]

સંજોગો ગમે તેટલા ખરાબ હોય, જિંદગી આગળ જીવવી જ પડે છે ! – બિંદુબહેન કચરા

(‘જીવનસરગમ’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) જીવન એક અજાયબ ઘર જેવું છે, જેમાં અજાયબીઓનો પાર નથી. આ વાત જેને એક વાર સમજાઈ જાય એ જીવન જીવી જાય અને જીતી જાય. જીવનમાં હાર અને જીત એ ગૌણ છે. […]

પાસ – કીર્તિ હ. પરીખ

(‘જનકલ્યાણ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) રમણભાઈ શાહની સંસ્થાએ એક કાર્યક્રમ ગોઠવ્યો હતો – ‘મા-બાપની સેવા એ જ પ્રભુસેવા.’ નામ પરથી જ હેતુ સમજી શકાય તેવો કાર્યક્રમ હતો. આજકાલના જમાનામાં વ્રુદ્ધ મા-બાપની છોકરાંઓ કાળજી રાખતાં નથી તેમાં થોડો સુધાર આવે તેઓ આ પ્રયત્ન હતો. આ કાર્યક્રમ માટે ફાળો ઉઘરાવવા તેઓ એક સાંજે સુનીલભાઈ ડૉક્ટરને દવાખાને […]

જરા હસો તો… (રમૂજી ટુચકાઓ)

કોરિયામાં લડાઈ ચાલતી હતી ત્યારે એક અમેરિકન જનરલ દક્ષિણ કોરિયાના દળો આગળ ભાષણ કરવા આવ્યો હતો. એ અમેરિકન ઇંગ્લીશમાં બોલતો હતો અને એનો કોરિયન દુભાષિયો એનું ભાષાંતર કરતો. બનતું એવું કે જનરલ જે લાંબી લાંબી જોક્સ કહેતો એનું આઠ-દસ શબ્દોમાં જ પેલો ભાષાંતર કરી નાખતો અને સામે બેઠેલા કોરિયન સૈનિકો ખડખડાટ હાસ્ય કરતા. પ્રવચન પૂરું […]

રીડગુજરાતી : બારમા વર્ષમાં મંગલ પ્રવેશ

સ્નેહીઓ, મિત્રો, વાચકો, રીડગુજરાતી આજે બારમા વર્ષમાઁ પ્રવેશી રહી છે. મૃગેશભાઈએ તેમના જન્મદિને, ૯મી જુલાઈ, ૨૦૦૫ના દિવસે આ વેબસાઈટ શરૂ કરી ત્યારથી લઈને આજ સુધી કેટલાય ગુજરાતીઓ તેને માણી રહ્યા છે, વાચકોનો અવિરત પ્રેમ અને તેમની સાહિત્યના મનનીય, ચિંતનપ્રેરક અને સત્વશીલ વાચનની અપેક્ષાનો પડઘો રીડગુજરાતી સદાય પાડતું જ રહ્યું છે અને એમ જ થતું રહેશે. […]

Copy Protected by Chetan's WP-Copyprotect.