Archive for August, 2016

ઊમરો – પ્રવીણ દરજી

(‘ઓળખ’ સામયિકના મે, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ‘ઉંબર’ અથવા તો ‘ઊંબરો’ શબ્દ જીભ ઉપર આવે છે ને અનેક સ્મરણોની ઘંટડીઓ રણકી ઊઠે છે. મારું ગામ, મારું ઘર અને પેલા મારા ઘરના ચારેચાર ઊમરા પ્રત્યક્ષ થઈ રહે છે. આ પળે એની સાથેના મારા અનેક અધ્યાસો ઊઘડીને મને તે કાશઘાસની જેમ ડોલાવી રહે છે. અમારા ઘરમાં તો પરંપરા […]

કૂવાનો દેડકો – પુષ્પા અંતાણી

(‘ઓળખ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી) કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ? ચાલો, આજે હું તમને એ વિશે એક વાર્તા કહું. વાત જાણે એમ બની કે સનાભાઈ ઉંદરને એક વાર યાત્રા કરવા જવાનું મન થયું. એ તો નીકળી પડ્યો યાત્રા […]

ઘરથી મોટું અન્ય કોઈ તીર્થસ્થાન નથી – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘ધર્મની ટેલિપથી’ પુસ્તકમાંથી સાભાર. આ પુસ્તક રીડ ગુજરાતીને ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) તીર્થયાત્રા એ કેવળ ‘પુણ્યસંચય’ પ્રેરિત પ્રવાસકાર્ય નથી પરંતુ અંદરથી પવિત્ર બનવા માટે મન-હૃદયના જરૂરી ફેરફારો કરવાની સંકલ્પબદ્ધતા છે. દેવદર્શન એ દેહાસક્તિ ઘટાડી પોતાનામાં માનવતા અને નિષ્કલંક ચારિત્ર્યશીલતા વિકસાવવા માટેની માનસિક […]

ફિલ્મ સમીક્ષા : ‘વિસરાનાઈ’ તામિલ ફિલ્મ – નિલય ભાવસાર

વિસરાનાઈ એ વર્ષ ૨૦૧૫માં આવેલી તમિલ ભાષાની ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. વિસરાનાઈ શબ્દનો ગુજરાતીમાં અર્થ થાય છે ‘પૂછપરછ અથવા તપાસ કરવી’. વિસરાનાઈ ફિલ્મ સૌપ્રથમ ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૫ના રોજ વેનિસ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને ત્યારબાદ ભારતીય સિનેમાઘરોમાં આ ફિલ્મ ૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ રિલીઝ થઇ હતી. […]

સામ્રાજ્ય – નયના શાહ

(‘જનકલ્યાણ’ સામયિકના જૂન, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) વારંવાર થનાર પતિના મોંએ સુરભી ભાભીનું નામ સાંભળી મને કંટાળો આવતો હતો. હું તો ઘણી વાર કહેતી કે, ‘તમારા દરેક વાક્યના અંતે પૂર્ણવિરામને બદલે સુરભી ભાભી જ આવે.’ મેં જોકે સુરભી ભાભીને જોયા ન હતાં, પરંતુ મનોમન હું સુરભી ભાભીની ઈર્ષ્યા કરતી હતી. જોકે અમે કોઈ પણ સગાંને ત્યાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.