પ્રાર્થના એટલે શું? – દિલશાદ રફિક ચુનારા

સામાન્ય શબ્દોમાં પ્રાર્થના એટલે આજીજી કરવી અથવા વિનંતી કરવી. દરેક મનુષ્ય ઈશ્વર પાસે કંઈને કંઈ માંગણી કરે છે, ભૌતિક અથવા આધ્યાત્મિક સુખ મેળવવા માટે આજીજી કરે છે અને એટલા માટે પ્રાર્થનાને ઈશ્વર પાસેથી સુખને પામવા માટેની આંતરિક હિંમત માંગવા તરીકે વર્ણવી શકાય છે.

પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનીઓ સ્વ-પ્રત્યક્ષીકરણ માટે ત્રણ માર્ગો જણાવે છે. જેમાં પહેલો છે જ્ઞાનનો માર્ગ, બીજો છે કર્મ, એટલેકે કાર્યનો માર્ગ અને ત્રીજો છે ભક્તિ એટલેકે આધિનતાનો માર્ગ.

એ ત્રીજો માર્ગ છે, જે ભક્તિનો માર્ગ છે, જે એક મનુષ્યને પોતાના અહમ, ઘમંડ અને અભિમાનને નાબુદ કરીને સર્વ-શક્તિમાન ઈશ્વરની આધિનતામાં ગરકાવ થઇ જવા માટે માર્ગદર્શન આપે છે અને એટલા માટે ભક્તિ, એ પ્રાર્થનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. નિયમિતપણે પ્રાર્થના કરવાથી મનુષ્યમાં એ વિશ્વાસ વિકસિત થાય છે કે સર્વ-શક્તિમાન ઈશ્વર હંમેશા તેની સાથે છે.

સર્વ-શક્તિમાન ઈશ્વરને યાદ કરવા માટે ઘણીવાર પ્રાર્થના બોલવામાં આવે છે અથવા તો સાથે મળીને ગાવામાં આવે છે. જે મનુષ્યોના ધર્મ સાથેના સંબંધને વિકસાવે છે અને તેથી તેનો અન્ય જીવો સાથેનો સંબંધ પણ વિસ્તરે છે. દરેક ધર્મમાં પ્રાર્થનાના જુદાં-જુદાં સ્વરૂપો જોવા મળે છે, જોકે તે દરેકમાં એક સમાન સત્વ જ સમાયેલું જોવા મળે છે અને તે છે સર્વ-શક્તિમાન ઈશ્વર પાસે યાચનાઓ કરવાનું.

પ્રાર્થના, એ એક આચરણ છે, જે મનુષ્યની શક્તિ, કરુણા અને ડહાપણની આંતરિક ક્ષમતાને જાગૃત કરે છે. પ્રાર્થનાની એક સુંદરતા એ છે, કે પ્રાર્થના ક્યારે પણ અને કોઈ પણ સ્થળે કરી શકાય છે અને તે દ્વારા, સામાન્ય અને ભૌતિક બાબતોને જાગૃતિના માર્ગમાં પરિવર્તિત કરી શકાય છે અને તે ઊંડા આધ્યાત્મિક જોડાણ વડે મનુષ્યનું જીવન સમૃદ્ધ બને છે.

પ્રાર્થના, યોગ્ય રીતે, સાચા મનોભાવ સાથે અને સ્વ-આધિનતા સહીત ઈશ્વરના સ્મરણ થકી તેની ક્ષમા યાચવા માટે કરવામાં આવે તો તેની અસર કાયમી રહે છે. એકાગ્રતા અને એક મનથી કરેલ પ્રાર્થના પૂરી થઇ ગયા પછી પણ પ્રાર્થીનું મન ઈશ્વરના સ્મરણથી અને આશાઓથી ભરેલું હોય છે જે મનુષ્યને પાપો અને અનિષ્ટ કાર્યોથી વંચિત રાખે છે. આમ, પ્રાર્થના મનુષ્ય માટે એક પ્રકારની શુદ્ધિકરણની પ્રક્રિયા સમાન બની રહે છે.

પ્રાર્થનાનું ખરું મહત્વ શું છે? શા માટે પ્રાર્થના કરવી જોઈએ?. ઘણીવાર મનુષ્ય પોતાના માટે, પોતાના સ્વજનો અને સ્નેહીજનો માટે પ્રાર્થના કરે છે, ઘણીવાર કઈ મનગમતું મેળવવાની ઈચ્છા પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.

પરંતુ આ પ્રશ્ન ઓ હજુ પણ પ્રશ્ન જ રહ્યો છે, કે કેટલીવાર મનુષ્ય સારી પરિસ્થિતિમાં, સુખમાં ઈશ્વરને યાદ કરે છે? અથવા તો ઈશ્વરની પ્રાર્થના ત્યારે જ કરે છે જયારે જરૂર હોય અથવા જયારે કોઈ મુશ્કેલીમાં સંપડાઈ ગયા હોય? આપણને એ યાદ કરવું જોઈએ કે આ અપાર કૃપાઓ બદલ છેલ્લે ક્યારે આપણે ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો હતો? કે જયારે આપણો આખો દિવસ ખુબ જ સારી રીતે પસાર થઇ ગયો હતો, અથવા તો આપણે કામ પરથી સહી સલામત ઘરે પાછા ફર્યા હતા.

ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે તે માટે મનુષ્યએ ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પ્રાર્થના ફક્ત એક સામાન્ય જરૂરીયાત નથી પરંતુ તે એક ભાવના પણ છે કે જે થકી મનુષ્ય ઈશ્વરની અવિરત મળતી અપાર કૃપાઓ બદલ તેનો આભાર વ્યક્ત કરી શકે.

– દિલશાદ રફિક ચુનારા


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાત દિવેશ્વરની… – મહેશ યાજ્ઞિક
સામ્રાજ્ય – નયના શાહ Next »   

6 પ્રતિભાવો : પ્રાર્થના એટલે શું? – દિલશાદ રફિક ચુનારા

 1. Subhash Patel says:

  મહાત્મા ગાંધીએ પ્રાર્થનાની વ્યાખ્યા –
  Prayer is a confession of one’s unworthiness and weakness
  આને જો પ્રમાણ માનીયે તો બીજાઓ જે પ્રાર્થના કરે છે તે ભૌતિક અથવા આધ્યાત્મિક સુખ મેળવવા માટે ઈશ્વર પાસેથી ભીખ માંગવા તરીકે વર્ણવી શકાય. અને અત્યાર સુધીમાં થયેલી બધી જ પ્રાર્થનાનું પરિણામ પ્રાર્થીના ધાર્યા પ્રમાણે ભાગ્યે જ આવ્યું હશે. એટલે ગાંધીજીની જેમ પ્રાર્થના કરવી જ સાર્થક છે બાકી બીજી બધી પ્રાર્થનાઓ પોતાને જ અને બીજાઓને પણ મૂર્ખ બનાવવા જેવું છે.

 2. Arvind Patel says:

  પ્રાર્થના એટલે શું !! પ્રાર્થના શબ્દ ને આપણે ખરેખર સમજ્યા જ નથી. આપણે તો એટલુંજ જાણીયે છીએ કે ઈશ્વર પાસે માંગણી કરવા માટે છે પ્રાર્થના. ભગવાનને રોજ સવારે મંદિરે જઈ ને ગંટડી વગાડી ને આપણી જરૂરિયાત નું લિસ્ટ બોલી જવું જેમ કે કરિયાના ની દુકાને લિસ્ટ આપઈએ છે તેમ જ. જાણે કે ભગવાને તમારું કામ કરવાની જવાબદારી લીધી છે. અરે, જે કામ ભગવાને આપણને કરવા માટે સોંપયું છે, તે આપણે ભગવાનને કરવા માટે કહીયે છીએ. હે પ્રભુ, મને નોકરી અપાવે, મને પરીક્ષામાં પાસ કરી દે, મારા દીકરાને દીકરો આપજે, મને મોટો સાહેબ બનાવજે , વગેરે વગેરે.

  આ વાત ખોટી છે. પ્રાર્થના આપણા મનોબળ ને મજબૂત કરવાની પ્રક્રિયા છે. આપણા કામો તો આપણે જ કરવાના છે, ઈશ્વર પાસે ફક્ત બળ માંગવાનું છે. કોઈ પણ જાત ની અપેક્ષા કે માંગણી વગર મનમાં રહેલા ભાવ ની અભીવ્યક્તિ તેનું નામ પ્રાર્થના. વિશુદ્ધ મનની પ્રાર્થના ઈશ્વર શુદ્ધિ જરૂર પહોંચે છે.

 3. Vijaymanek (Manchester) says:

  Prarthna means
  asking God to give you good qualities,so you can be his instrument to do his work.
  Asking God what can I do for you.
  Prarthna is saying THANK YOU GOD for giving you everything.

 4. Mansukh Savaliya says:

  Prarthna is request to almighty to bless us to make us capable of remaining positive for life. Rest follows automatically. It keeps our connection to supreme soul live and we get continuous flow of energy.

 5. krishna says:

  NICE……….

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.