“શર્વિલ, ઉઠી જાઓ, જુઓ સવાર ના સાડા સાત થઈ ગયા, પછી તમારે હોસ્પિટલ જવાનું મોડુ થશે.” રસોડા માં રસોઈ બનાવતાં બનાવતાં નિર્મિકા એ બૂમ મારી ને બેડરૂમ માં સૂઈ રહેલા પોતાના પતિ ને ઉઠાડતાં કહ્યું. શર્વિલ પણ હોશિયાર હતો. આમ બૂમ થી થોડો ઉઠી જવાનો હતો! એ જાણતો હતો કે […]
Monthly Archives: September 2016
(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) પચાસ હજારના પગારને આંબી ગયેલા, પરંતુ થોડા કૃપણ સ્વભાવ, ટૂંકી વિચારધારા અને સંકુચિત માનસ ધરાવતા સરકારી ઑફિસર મિ. વૈભવના સ્વભાવને સારી રીતે જાણતી પત્ની શ્વેતા આજે એમના સ્વભાવ વિરુદ્ધની માંગણી કરવાની હોઈ, પત્ની હોવા છતાંય, માંગણી કરવાની હકદાર હોવા છતાંય, ડરતાં-ડરતાં વિનંતીના સૂરમાં […]
(‘અખંડ આનંદ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ભારતીય પરંપરામાં દીર્ઘ આયુષ્યને સદ્ભાગ્ય ગણવામાં આવે છે. એટલે તો વડીલો પોતાનાં સંતાનોને ‘દીકરા સો વરસનો થજે’ અથવા ‘आयुष्यमान भव’ એવા આશીર્વાદ આપે છે. પરંતુ અસ્વસ્થ દીર્ઘાયુષ્ય જીવનાર માટે કંટાળારૂપ અને નજીકનાં સગાં માટે ભારરૂપ બને છે. ઈન્દ્રિય બધિર અને પંગુ વૃદ્ધ હરીફરી […]
(‘જનકલ્યાણ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મારું બાળપણ અનેક હાડમારીઓથી ભરેલું રહ્યું છે. કાળ, કરમ તેમ જ કઠણાઈઓએ મારી કસોટીઓ લેવામાં કાંઈ બાકી નથી રાખ્યું, પરંતુ જેમ રણમાં ક્યારેક શીળી છાંયડી મળી આવે કે મીઠાં પાણીનો વીરડો જડી આવે અને જેવી શીતળતા થાય એવી શીતળતા આપતું મારા માટે પણ એક […]
(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સભાર) કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થયું અને મહારાજ યુધિષ્ઠિરે આદરેલો અશ્વમેઘયજ્ઞ પણ સંપન્ન થઈ ગયો એ પછી શ્રીકૃષ્ણ હસ્તિનાપુર છોડીને દ્વારકા ગયા છે. કુરુક્ષેત્રની ઘટના પછી પૂરાં છત્રીસ વર્ષે યાદવાસ્થળી થઈ અને શ્રીકૃષ્ણનો દેહોત્સર્ગ થયો. છત્રીસ વર્ષનો આ કાળ શ્રીકૃષ્ણે એક નિવૃત્ત વડીલની જેમ દ્વારકામાં જ […]
(‘જનકલ્યાણ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મારી વહાલી મા, મારા અક્ષરો જોઈને તને આશ્ચર્ય થયું હશે કે, એક જ ઘરમાં રહેવા છતાં આ રીતે પત્ર લખવાની મને શું જરૂર પડી? પણ હું જાણું છું કે, મારે જે વાત તને કરવી છે એ તારી આંખમાં આંખ પરોવીને કરવાની મારામાં હિંમત નથી. […]
(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણચંદ્ર લક્ષ્મીદાસ પરમારનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો laxmisons@hotmail.com પર સંપર્ક કરી શકો છો.) અમે બે મિત્રો એક વખત આ દુનિયા દુઃખથી ભરેલી છે, તે વિષય ઉપર ચર્ચા કરતા હતા. તેમાં મારા મિત્રે એક ઘટસ્ફોટ કર્યો કે, “મારી દ્રષ્ટિએ આ અનંતકોટી બ્રહ્માંડનો સર્જનહાર […]
(રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.) “અરે વાલજીભાઈ, આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો… તમારા બંને છોકરા સુરેશ અને રમેશ ક્યાં ગયા ?” “અરે ના હોં… છોકરાઓને તે કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે કાંઈ? […]
(‘અખંડ આનંદ’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) મોસમનો પહેલો વરસાદ પડ્યો પણ મન મૂકીને વરસ્યો. ધરતીનો તાપ દૂર થયો. વાતાવરણમાં માટીની મીઠી મહેક પ્રસરી ગઈ. સોસાયટીની છોકરીઓએ પેલા સીંગ-ચણાવાળાને ત્યાં મળે એ માટી છાનામાના થોડી ખાઈ લીધી. વરસાદનાં પડતાં મોટા મોટા ફોરામાં નહાવા કેટલાય લોકો ઘરની બહાર આવી ગયા હતા. […]
(‘વ્યક્તિત્વનો વ્યોમવિહાર’ સ્વવિકાસની અનુભવ કથાઓ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સામાન્ય રીતે આપણે ત્યાં પ્રામાણિકતાને લાંચ-રુશવત સાથે જોડવામાં આવે છે. લાંચ ન લે તે પ્રામાણિક તેવો મર્યાદિત અર્થ કરવામાં આવે છે. પ્રામાણિકતાનો […]
(જન્મભૂમિ પ્રવાસીની ‘મધુવન’ પૂર્તિના ૩૧ જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) વર્ષોથી નાનકડા શહેરની એક શાળામાં આચાર્ય રહી ચૂકેલા રમણભાઈ ભટ્ટ નિવૃત્ત થયા. નિવૃત્ત થયા પછી અમદાવાદ રહેવાનું નક્કી કર્યું એટલે નાનકડો ફ્લૅટ કે ટેનામેન્ટ શોધવા માંડ્યા. નિવૃત્ત થયા પછી હાથમાં સાઠ હજાર રૂપિયા જેટલી રકમ આવેલી. જિંદગીભરની બીજી બચત પણ ઘર […]