ખાવું છે પણ વાવવું નથી.. – વિજય શાહ

(રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.)

“અરે વાલજીભાઈ, આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો… તમારા બંને છોકરા સુરેશ અને રમેશ ક્યાં ગયા ?”

“અરે ના હોં… છોકરાઓને તે કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે કાંઈ? એ તો ભણીગણીને દાક્તર અને એન્જિનીયર બનશે.. મારી જેમ ઘઉં ઉગાડવા, વાવવા, લણવાની કાળી મજૂરી નહીં કરે… ઠંડાગાર એ.સી.વાળા મોલમાંથી જઈને લઈ આવશે…”

તદ્‍ન સામાન્ય વર્તાઈ રહેલો આ વાર્તાલાપ આવનારા સમયમાં ભારતભરમાં અન્નસંકટ અને મહામારી લાવવાનો છે.. અને તેના પરિણામો કેવા આવે છે તેની ભયાવહતા જોવી હોય તો હાલના સોમાલિયા દેશની હાલત જોઈ લો…

વર્તમાન સમયમાં કૃષિપ્રધાન દેશ ભારતની દુર્દશા એવી છે કે…

ડૉક્ટરનો છોકરો ડૉક્ટર, સી.એ.નો છોકરો સી.એ. અથવા વકીલનો છોકરો વકીલ બને છે. પણ કોઈ ખેડૂતનો છોકરો ખેડૂત બનવાના વિચારથી પણ દૂર ભાગે છે..

ભારત દેશમાં ૬૫ ટકા વસ્તી આજે પણ ગામડાંઓમાં વસે છે. તે ગામડાંઓ શહેરોના પાકા મકાનો, પહોળા રસ્તા, ભવ્ય ઈમારતો, મોલ, સિનેમાઘરો અને હૉટલોની ચમક-દમકમાં અંજાઈને તૂટી રહ્યા છે. શહેરમાં રહેતો હોય કે ગામડાંમાં કે જંગલમાં.. બે વાર જમવાનું તો દરેકને જોઈએ જ ને !

પણ દરેક વ્યક્તિ એમ જ વિચારે કે અનાજ તો દુકાનમાંથી મળી જશે. પાણી તો નગરપાલિકાના નળમાંથી આવે. દૂધ તો ડેરીમાંથી આવી જ જાય ને. પણ શું આ વાસ્તવિકતા છે ?

અનાજ પેદા કરવાવાળો કારમી ગરીબીનો સામનો ન કરી શકતા આત્મહત્યા કરી રહ્યો છે. ખેડૂતોના છોકરાઓ ખેતી છોડી રહ્યા છે. તો અનાજ વાવશે અને લણશે કોણ ?

તળાવો પૂરીને માનવવસ્તીઓ વિકસાવવામાં આવી રહી છે. નવા કૂવા ખોદવામાં સરકારી તંત્રને કે નગરજનોને રસ નથી. શહેરોમાં શેરીએ શેરીએ આરસીસી રોડ થઈ ગયા છે. જેના લીધે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, પણ આપણે તો સમગ્ર પૃથ્વીના અધિપતિ હોય તેવા અહમભેર બોલીએ છીએ કે, ‘ટૅક્સ શેનો આપીએ છીએ? પાણી આપવાનું કામ નગરપાલિકાનું છે ને..’ પણ નળમાં પાણી આવે ક્યાંથી ?

જે ગાયને હજારો વર્ષોથી માનો દરજ્જો આપવામાં આવ્યો છે અને વાસ્તવિકતામાં પણ જે પશુપાલન વ્યવસાય ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે ગાયની, અરે તેના વાછરડાંની નિર્મમ હત્યા કરીને; તેનું માંસ ખાતા અને નિર્લજ્જતાથી ‘આ તો અમારો ખાવાનો અધિકાર છે’ કહેતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે..

પણ દૂધ, દહીં, પનીર, ચીઝ તો ડેરીમાંથી મળી જશે નહીં !? ગાયો, ભેંસો નહીં હોય તો પણ મળી જશે નહીં !? પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ ? આ અજ્ઞાનતા અને અણસમજ માટે જવાબદાર કોણ ?

ખેતીપ્રધાન દેશમાં સરકાર દાળ આયાત કરી રહી છે અને શાકાહારની છાપ ધરાવતો દેશ માંસ નિર્યાત કરી રહ્યો છે.

ખેડૂત પોતાનું લોહી અને પરસેવો સીંચીને ખેતી કરે, તેણે ઉગાડેલી ડુંગળી બજારમાં 25 રૂપિયે કિલો વેચાય પણ તેને 2 રૂપિયા કિલો પર મળે !

કોંગ્રેસ હોય કે ભાજપની સરકાર, ખેડૂતના પાક નાશ થવાના વળતર પેટે 3 રૂપિયા અને 5 રૂપિયાના ચેક બેશરમીથી આપી ગરીબની આંતરડી કકડાવવાનું પાપ દરેક સરકારે કર્યું છે.

સમય પાકી ગયો છે, કદાચ થોડું મોડું થઈ ગયું છે કે સરકાર અને સમાજનો જાગૃત નાગરિક ખેડૂતની વ્યથાને સમજે અને તેના પડખે ઊભો રહે. મંગળ ગ્રહ પર જવા કરોડો રૂપિયા વાપરતા પહેલા આ દેશના ગરીબ ખેડૂતના ઘરમાં થોડી મંગળવેળાઓ આવે તે સુનિશ્ચિત કરે. સરકાર ગામનો માણસ ગામમાં જ કમાય તેવો માહોલ તૈયાર કરે અને વિકાસલક્ષી પગલાં લે. નહીં તો આજે જે કારમી અને કફોડી સ્થિતિ ખેડૂતનો ભોગ લઈ રહી છે તે આપણો અને આપણી આવનારી પેઢીનો કાળ બનશે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રીમા – કોમલ પટેલ
અબળાઓની અવદશા – પ્રવીણચંદ્ર પરમાર Next »   

12 પ્રતિભાવો : ખાવું છે પણ વાવવું નથી.. – વિજય શાહ

  1. Nikul H. Thaker says:

    ખૂબ જ સરસ લેખ. આવનારી પેઢી માટે કાંઇક પણ બાકી રાખવું હશે તો તેની શરૂઆત આજથી જ કરવી પડશે.

  2. ખૂબ જ મજાનો પ્રેરણાદાયક અને વિચારવાયોગ્ય લેખ વિજયભાઈ!
    જય હો!

  3. Harshit says:

    Awesome..agree with what u said..

  4. ઈશ્વર કે ડાભી says:

    આંખો ઉઘાડનારો લેખ. હજી સુધી એવું કોઈ કોમ્પુટર કે એવો કોઈ કોમ્પુટર નો પ્રોગ્રામ નથી બન્યો કે જેનાથી ઘઉં ચોખા કે બાજરી બની શકે. એના માટે તો ખેતર માં જઈ ને પરસેવો જ પાડવો પડે.

  5. akber lakhani says:

    Gambhir Mudda par bahuj asarkarak rajuat. Abhinanadan Vijay bhai.

  6. hitesh zala says:

    Mera desh Badal raha he.nahi nahi bigad raha he

  7. જો અને તો ના સદર્ભમા એક નરિ વાસતવિક્તા સાદર રજુ ઃ-
    જ્યારે ભારતનિ વસ્તી ૫૫-૬૦ કરોડનિ હતિ ત્યારે ૧૯૬૫ સુધિ અમેરીકાથિ પ્પી.એલ.૪૮૦ હેઠ્ળ વિદેશોને સહાય કરવાનિ યોજનામા ભારતને ઘઉ લેવા પડતા. જે મે પણ વર્શો સુધિ ખાધા હતા. આજે ભારતનિ વસતિ ૧૨૦ કરૉડ અને ભારત અન્ન ક્ષેત્રે સ્વ નિર્ભર હોઇ અન્યદેશોમા નિકાશ્ પણ વર્શોથિ કરે છે. ત્યારના કરતા આજે ખેતિ લાયક જમિન ઓછી છે અને ઘણા ખેદૂતના દિકરા ખેડુત રહ્યા નથિ. તો આ સમજ બહારનિ સ્થિતિ કોણે સર્જિ. જમિનતો તો કદિ વધતી જ્ નથિ, વધે છે રસ્તાઓ-ઘરો, મકાનો-ફેકતરીઓ-કારખાનાઓ અને વસ્તીનુ પુછ્વુ જ્ શૂ ???? છે કોઇ સમજમા બેસે તેવો ઠોસ જવાબ્ ???

  8. Arvind Patel says:

    આ દુનિયા એક રંગ ભૂમિ છે. દરરોજ નવા કલાકારો આવતા રહે છે અને રોજ જુના કલાકારો જતા રહે છે. શ્રુષ્ટિ ની શરૂઆત થી આ ક્રમ ચાલે છે અને અનંત કાલ સુધી ચાલ્યાજ કરશે. દરેક સૌનું કામ કરેછે અને ચાલ્યા જાય છે. શ્રુષ્ટિનો વિકાસ થયા જ કરે છે. આજ થી 200 વર્ષો પહેલા શું હતું અને આજે શું છે !! વિજ્ઞાન વધે જ જાય છે, સુખદ પરિવર્તનો આવે જ જાય છે. કશું જ ખોટું નથી અને આજ જ સાચું છે, તેવું પણ નથી !! જેને જે ગમે તે કરે !! ડોક્ટર નો દીકરો ડોક્ટર પણ બને અને ખુબ પૈસા કમાઈ ને મોટી જમીન લઇ ને શોખ ખાતર ખેતી પણ કરે. ઠોઠ નિશાળીઓ સૌથી ધનાઢ્ય ઉદ્યોગ પતિ બને છે. હવે કઈ બંધન નથી. આ કરાય ને આ ના કરાય. બધું જ સારું. જે ગમે તે કરવું જેથી ખુબ જ સારું થશે.

  9. Vijay Shah says:

    આપના પ્રતિભાવો બદલ આપનો હર્દયપૂર્વક આભાર.. મારા બીજા લેખો વાંચવા મારો બ્લોગ એકવાર જોવા વિનંતિ
    http://vijutells.blogspot.in/2016/09/blog-post.html

  10. Hasmukh says:

    અમારો પરીવાર વર્ષો થયે ખેતી કરતો આવ્યો છે. છેલ્લા દસેક વર્ષથી ખેતીમાં ઓછા ભાવ મળવાથી ખાસ કમાણી નથી. પરંપરાગત ખેતપધ્ધતિ હવે લાંબુ ચાલે એમ નથી. જાયન્ટ મશીનો થકી અન્નજરુરિયાતને પહોચી વળાશે

  11. gopal khetani says:

    આ લેખમાં બે મહત્વના મુદ્દાઓ છે.
    ૧) ખેડુતનો દીકરો ખેતી કેમ નથી કરતો.
    પ્રતિભાવઃ ઓલ ઈન્ડિયા રેડિયોના તાઃ ૧૯/૦૯ ના સમાચાર પ્રમાણે સરકારનો લક્ષ્યાંક ૯ કરોડ ખેડુતોને એસ.એમ.એસ. દવારા ખેતી વિશ્યક માહીતી પહોંચાડવાનો છે. હાલ આ સંખ્યા ૧ કરોડ ઉપર છે. મને એ જણાવો કો કેટલા ખેડુત સરકારની બધીજ યોજનાઓ વિષે માહિતી ધરાવે છે? માંગ્યા વિના મા પણ મોસાળમાં ના પિરસે એ કહેવત બધે જ લાગુ પડે.
    ૨) ખેતીની આવક
    હમણા જ દાખલો મળેલો કે કાકડી, આદુ , દાડમની વૈગ્યાનીક ઢબે ખેતી કરીને લાખોની આવક મેળવે છે. જુઓ એ હું પણ સમજુ છુ કે સરળા નથી. પણ ધીમે ધીમે આધુનીક ખેતી તરફ વળવુ જોઇએ કે નહી. સરકાર અને ક્રુષી સંસ્થાઓ જાહેરાતો અને યોજનાઓ જાહેર કરે છે એ પ્ર્ત્યે તમારે જાગ્રુક ના થવું હોય તો કોઈ શું કરે.

    અને છેલ્લે, કેટલાયે લોકો બાગાયતી ખેતી કરવા માટે અત્યારે જમીન કેમ મેળ્વાય તેના ઉપાય શોધે છે. ઘણાના બાપ દાદાઓ ખેડુત નથી તો યે કંઈક રસ્તો કાઢે છે. માટે એવુ નથી કે ખેતીમાં પૈસા નથી. સોચ બદલો, દેશ બદલેગા; અકેલા મોદી ક્યા ક્યા કરેગા?
    નોંધઃ હું કોઈ પણા પક્ષ સાથે જોડાયેલ નથી અને સરકારી સંસ્થા સાથે પણ નહીં. આ મારા અંગત મંતવ્યો છે માટે દિલ પર લેવું નહીં.

    • Kalidas V.Patel { Vagosana } says:

      ગોપાલભાઈ,
      ૧. સરકારની યોજનાઓનો લાભ નાના અને સીમાંત ખેડૂતોને મળતો નથી … કારણકે તે જરૂરી ડૉક્યુમેન્ટ રજુ કરી શકતા નથી, નહિ કે તે યોજનાઓ વિષે જાણતા નથી.
      ૨. દાડમ, આદુ વગેરેની વૈજ્ઞાનિક ખેતી કરવા માટે બહોળી જમીન તથા પીયતના પાણીની સગવડ જોઈએ, જે નાનો ખેડૂત ક્યાંથી લાવે ?
      ૩. પોતાની ટૂંકી જમીનમાં તે ખાધાજોગ અનાજ પકવવા મજબૂર હોય ત્યારે આવા વૈજ્ઞાનિક પ્રયોગ માટે જરૂરી જમીન,પાણી,બિયારણ,ખાતર,જંતુનાશાક દવાઓ અને સમય ક્યાંથી લાવે ?
      ૪. હું પોતે પણ એક ખેડૂત છું અને જાણું છું કે એક-બે વીઘા જેટલી જમીન ધરાવતા લાખો ખેડૂતો છે જે આવા પ્રયોગો કરી જ ન શકે.
      ૫. રાજા માહારાજાઓના સમયથી ખેતી હંમેશા ઉપેક્ષિત જ રહી છે. … કરોડોના ખર્ચે તાજમહાલ બંધાવનાર શાહજહાંએ કેટલા બંધ-ચેકડેમ, કે કૂવા બંધાયેલા ?
      ૬. ભાઈએ પડતા ભાગને કારણે પેઢી દર પેઢી જમીનના ભાગ જ પડતા જાય છે અને ખૂબ જ ઓછી જમીનને કારણે ખેડૂત બેહાલ થતો જાય છે.
      ૭. ઉત્તર ગુજરાતના દરેક ગામડામાં હજારો મણ ચોમાસું બાજરી પાકતી હતી, જ્યાં હવે એક કિલો પણ ચોમાસું બાજરી નથી પાકતી… વાવતા જ બંધ થઈ ગયા છે !
      ૮. ટૂંકમાં, ખેડૂતને પોષણક્ષમ ભાવો મળતા નથી તેથી જ ખેડૂત બીજે ધંધે વળ્યો છે તે ના ભૂલાવું જોઈએ.
      ૯. વળી, દોઢ રૂપિયાની કોલગેટ અત્યારે ૬૦-૭૦ રૂપિયે ખરીદતાં તે આપણને માંઘી નથી લાગતી, પરંતુ ઘઉં – બાજરીના ભાવ જરા પણ વધે તો ભણેલો-બોલકો વર્ગ બૂમરાણ મચાવી દે છે, તેને શું કહીશું ?
      ૧૦. અંતમાં, એટલું જ કહેવાનું કે — વાવશો નહિ તો ખાશો શું …? અર્થાત ગમેતેમ કરીને ખેડૂતને વાવતો કરવો પડશે… નહિતર, અધધ વસ્તીવાળા આપણા દેશમાં ફરીથી અન્નસમસ્યા નૉતરીશું !
      કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.