સર્જકમિત્રો, વાચકમિત્રો, સહયોગીઓ, પ્રકાશકો અને સર્વે સ્નેહીજનો.. રીડગુજરાતીના વિશ્વવ્યાપી તમામ વાચકમિત્રોને નવા વર્ષના સાલ મુબારક. આવનારું નવું વર્ષ આપ સર્વેને જીવનમાં સર્વ રીતે સંતોષપ્રદ, આનંદસભર, ઉલ્લાસમય અને સફળતા આપનારું હોય એવી ઈશ્વરને અભ્યર્થના. ગત વર્ષે રીડગુજરાતી ઈશ્વરકૃપાથી સરસ ચાલતું રહ્યું. વાચકમિત્રોનો અનન્ય સ્નેહ અને પ્રેમ, લેખકમિત્રોનો એ જ અનહદ વિશ્વાસ […]
Monthly Archives: October 2016
(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) આ વાત આમ તો ઘણી, સદીઓ પુરાણી છે. એ સમયમાં તો શાહુકારો જ નહીં, ચોર લોકો પણ સંસ્કૃત ભાષા જાણતા હશે, એટલું જ નહીં, એ બોલચાલની ફરજિયાત ભાષાય હશે ને બધા એ જ ભાષામાં વ્યવહાર ચલાવતા હશે. એ જે હોય તે, પણ, […]
(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોબર-નવેમ્બર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ટપાલ આવી. રજિસ્ટર્ડ પરબીડિયું હતું. અનંત માટે આવી ટપાલ અસમાન્ય હતી. સામાન્ય રીતે તો બે-પાંચ દિવસે એકાદ પોસ્ટકાર્ડ કે એકાદ પરબીડિયું આવે. એમાં કોઈ સગાંવહાલાં કે જૂના દોસ્તોની સામાન્ય ખરખબર હોય. વાસ્તવમાં, અનંતનું જીવન દરેક પ્રકારે સામાન્ય હતું. આજે એ પાંસઠની વયનો […]
(‘નવનીત સમર્પણ’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) સ્વ. ઈન્દુલાલ ગાંધીની ‘ભાણી’ નામની એક કવિતા છે. આ કવિતાની પ્રથમ પંક્તિઓ નીચે મુજબ છે : દિવાળીના દિન આવતાં જાણી, ભાદરમાં ધુએ લૂગડાં ભાણી. એક વાર દિવાળીના દિવસોમાં ઉપરની બે પંક્તિ પરથી મને નીચેની પંક્તિઓ સૂઝી હતી : દિવાળીના દિન આવતાં જાણી, […]
(‘નવચેતન’ સામયિકના ઑગસ્ટ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ઘણા વખત પહેલાંની વાત છે. રમેશ અને વિપુલ ગાઢ મિત્રો. સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે; સાથે ભણવા જાય, લેસન કરે અને સાથે જ રમવા જાય. કોઈ તહેવારને દિવસે બંને મંદિરમાં પગે લાગવા ગયા. રમેશ કહે – “આજે હું ભગવાન પાસે કશું માગીશ.” વિપુલ કહે […]
(રીડગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.) હું ખડખડાટ પેટ પકડીને હસી પડ્યો.. આંખની પાંપણો હાસ્યઅશ્રુઓથી ભીંજાઈને અરધી મીંચાઈ ગઈ જ્યારે મેં ગુજરાત સમાચારના એક પ્રખ્યાત લેખકના લેખમાં વાચ્યું કે ટેકનોલોજી માનવજીવન સરળ બનાવવા અને […]
(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) [શ્રી વિજયભાઈ ગાંધી લિખિત પુસ્તક : ‘વસિયત : મારું છેલ્લું સદ્કાર્ય’ શ્રી પુનિત સેવા ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થયેલું છે જેમાં કાયદાકીય, ભાવનાત્મક, આધ્યાત્મિક, વાસ્તવિક વસિયતનામું બનાવવા માટેનું સરળ/સચોટ માર્ગદર્શન આપવામાં આવેલું છે. પુસ્તક અત્યારે પણ ઉપલબ્ધ છે અને રૂ.૩૫/- સંસ્થાને મોકલી આ ઉપયોગી પુસ્તક […]
(‘સમાજની સોનોગ્રાફી’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) સંસ્કૃતના ‘સંતુષ્’ (સંતોષ પામવો) શબ્દ જેટલું મળે તેટલાથી ‘પ્રસન્ન’ રહેવું, તેવો ભાવ સૂચવે છે. ભાગ્યમાં માનનાર એમ વિચારી સંતુષ્ટ રહેવામાં માને છે કે નસીબમાં લખ્યું હશે […]
(‘જનકલ્યાણ’ સામયિકના સપ્ટેમ્બર, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ખરેખર તો ચિત્રા મૂંઝાઈ જ ગઈ હતી. ડોક્ટરના શબદો તેના મગજમાં હથોડાની પેઠે ભટકાતા હતા, ઘણની જેમ માથામાં અઠડાતા હતા, ‘જુઓ ચિત્રાબહેન… તમને બ્લડકેન્સર છે, જેનો કોઈ ઈલાજ નથી… આપણે શંકા ના રહે એટલા માટે ચાર-ચાર વખત તમારા બધા જ ટેસ્ટ કરાવ્યા છે, પણ […]
(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૬ના અંકમાંથી સાભાર) રોજના ક્રમ મુજબ મિત્રો બાગમાં એકઠા થયેલા. હું અને મારો મિત્ર અરવિંદભાઈ કોઈ પ્રવાસની રૂપરેખા આપી રહેલા. નર્મદા નદીને કિનારે એક સાધના કેન્દ્ર ખુલ્લું મૂકવાના પ્રસંગે હાજર રહેવાનું આમંત્રણ મળેલું. સ્થળ હતું રાજપીપળા પાસેનું નાનકડું ઓરી ગામ… રાત્રીની ટ્રેનમાં નીકળવાનું. સવારે વડોદરા. ત્યાંથી […]