Archive for November, 2016

જોગસંજોગ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોમ્બર-નવેમ્બર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) સૂર્યાસ્ત થતાં રાબેતા મુજબ સૌ માતાજીના મઢ પાસે આવી પહોંચતાં અને માતાજીની મૂર્તિનું પૂજન-અર્ચન શરૂ થયું. ભીડ જોઈ પૂજારી પણ તાનમાં આવી જતા અને માઈક્રોફોન પર ત્રાસ ગુજારતા. ભક્તિમાં મૌનનું મહત્વ હવે સાવ વીસરાવા લાગ્યું છે ! દેવીદેવતાઓને રિઝવવા માટે કાનફોડ અવાજ કરવો એને ‘ભાવિક ભક્તો’ અને […]

કૂતરું પાળવાની કઠણાઈ – ડૉ. જગદીશ ત્રિવેદી

(‘ગુજરાત’ના વિક્રમ સંવત – ૨૦૭૨ના વર્ષ – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસથી સાન ડિયાગો જતાં રસ્તામાં મુરીએટા નામનું ગામ આવે છે. આ ગામમાં મૂળ અમરેલી જિલ્લાના જાળિયા ગામના અતુલભાઈ નાકરાણી રહે છે. મેં એમને પૂછ્યું કે આપનો અભ્યાસ કેટલો છે ? આ સાંભળી મને જવાબ આપવા માટે ચાલુ મોટરે બારણું ખોલીને […]

મંગલ મંદિર ખોલો – નીલમ દોશી

(‘અભિયાન’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંક ભાગ-૨માંથી સાભાર) નવ્યા લાઈબ્રેરીમાંથી બહાર નીકળી ત્યાં જ વાવાઝોડાની જેમ અવિનાશ એની પાસે ધસી આવ્યો અને હાંફતા અવાજે એકીશ્વાસે બોલી ઊઠ્યો. “નવ્યા, મારી સાથે આવી શકીશ ? ક્યાં, ક્યારે, કેમ એવા કોઈ સવાલ પૂછ્યા સિવાય મારી સાથે નીકળી પડીશ ? મારા પર વિશ્વાસ રાખી શકીશ ? તારી જિંદગીમાંથી એક […]

એકવીસમી સદીમાં પ્રગતિ – મૃગેશ શાહ

(‘સમ્યક જીવન’ શીર્ષક હેઠળ મૃગેશભાઈએ “આપણી આસપાસમાં રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતા ચિંતનાત્મક લેખો સંગ્રહ” માં પાંચ લેખ છે. ‘એકવીસમી સદીમાં પ્રગતિ’ એ પહેલો લેખ છે.) આપણી પ્રવૃત્તિઓ ઘણી વાર ખૂબ વિચિત્ર પ્રકારની અને ન સમજાય એવી હોય છે. પ્રત્યેક મનુષ્યની રસ અને રૂચિ તો ભિન્‍ન હોવાં જ […]

તર્ક વિતર્ક કુતર્ક – વિજય શાહ

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.) “જુઓ આ દ્રષ્ટિકોણની અને તર્કની વાત છે ધારો કે આ એક દરવાજો અડધો બંધ છે એનો અર્થ એ છે કે તે અડધો ખુલ્લો છે..” ‘‘અચ્છા તો તમારા તર્ક પ્રમાણે જો આ દરવાજો […]

Copy Protected by Chetan's WP-Copyprotect.