Archive for 2016

વાહનયોગ – મૃગેશ શાહ

(૧૫ ફેબ્રુઆરી, ૨૦૦૫ના રોજ મૃગેશભાઈએ લખેલો એક હાસ્ય લેખ તેમના હસ્તલિખિત લેખોના સંચયમાંથી આજે પ્રસ્તુત કર્યો છે.) સવાર-સવારમાં ગરમ-ગરમ ચાની ચૂસકીઓ લેતાં લેતાં મેં સોમવારનું શેરબજાર કોલમ જોવાની શરૂઆત કરી. ઑફિસ આજે મોડું જવાનું હતું એટલે ફ્રેશ થવાને વાર હતી. ત્યાં અમારો નાનકો (કોલેજના બીજા વર્ષમાં ભણતો પણ બુદ્ધિ બાલવાડીના બાળક જેટલી) અને નેન્સી (નાનકા […]

ગૃહપ્રવેશ – વર્ષા અડાલજા

(દિવ્ય ભાસ્કરના ‘ઉત્સવ’ ૨૦૧૬ના અંકમાંથી સાભાર) ગ્રહો, નક્ષત્રો, જન્મકુંડળી અને વડીલોના તેત્રીસ દોકડાનો મનમેળ લઈ માનસીએ ગૃહપ્રવેશ કર્યો. રજતનાં મા નહોતાં. બીમાર નંદલાલે હક કરીને સ્વજનોની હાજરીમાં તે દંપતીને પોંખ્યા અને આમ સંસારની વેલ શણગારાઈ અને કાને કાને ઘૂઘરા ખનકાવતી ચાલવા માંડી. છવ્વીસ વર્ષ સુધી ન જેમને કદી જોયા હોય, ન કદી જે ઘરમાં પગ […]

જોગસંજોગ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના ઓક્ટોમ્બર-નવેમ્બર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) સૂર્યાસ્ત થતાં રાબેતા મુજબ સૌ માતાજીના મઢ પાસે આવી પહોંચતાં અને માતાજીની મૂર્તિનું પૂજન-અર્ચન શરૂ થયું. ભીડ જોઈ પૂજારી પણ તાનમાં આવી જતા અને માઈક્રોફોન પર ત્રાસ ગુજારતા. ભક્તિમાં મૌનનું મહત્વ હવે સાવ વીસરાવા લાગ્યું છે ! દેવીદેવતાઓને રિઝવવા માટે કાનફોડ અવાજ કરવો એને ‘ભાવિક ભક્તો’ અને […]

કૂતરું પાળવાની કઠણાઈ – ડૉ. જગદીશ ત્રિવેદી

(‘ગુજરાત’ના વિક્રમ સંવત – ૨૦૭૨ના વર્ષ – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસથી સાન ડિયાગો જતાં રસ્તામાં મુરીએટા નામનું ગામ આવે છે. આ ગામમાં મૂળ અમરેલી જિલ્લાના જાળિયા ગામના અતુલભાઈ નાકરાણી રહે છે. મેં એમને પૂછ્યું કે આપનો અભ્યાસ કેટલો છે ? આ સાંભળી મને જવાબ આપવા માટે ચાલુ મોટરે બારણું ખોલીને […]

મંગલ મંદિર ખોલો – નીલમ દોશી

(‘અભિયાન’ સામયિકના ઓક્ટોબર, ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંક ભાગ-૨માંથી સાભાર) નવ્યા લાઈબ્રેરીમાંથી બહાર નીકળી ત્યાં જ વાવાઝોડાની જેમ અવિનાશ એની પાસે ધસી આવ્યો અને હાંફતા અવાજે એકીશ્વાસે બોલી ઊઠ્યો. “નવ્યા, મારી સાથે આવી શકીશ ? ક્યાં, ક્યારે, કેમ એવા કોઈ સવાલ પૂછ્યા સિવાય મારી સાથે નીકળી પડીશ ? મારા પર વિશ્વાસ રાખી શકીશ ? તારી જિંદગીમાંથી એક […]

Copy Protected by Chetan's WP-Copyprotect.