Archive for 2016

એકવીસમી સદીમાં પ્રગતિ – મૃગેશ શાહ

(‘સમ્યક જીવન’ શીર્ષક હેઠળ મૃગેશભાઈએ “આપણી આસપાસમાં રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતા ચિંતનાત્મક લેખો સંગ્રહ” માં પાંચ લેખ છે. ‘એકવીસમી સદીમાં પ્રગતિ’ એ પહેલો લેખ છે.) આપણી પ્રવૃત્તિઓ ઘણી વાર ખૂબ વિચિત્ર પ્રકારની અને ન સમજાય એવી હોય છે. પ્રત્યેક મનુષ્યની રસ અને રૂચિ તો ભિન્‍ન હોવાં જ […]

તર્ક વિતર્ક કુતર્ક – વિજય શાહ

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લેખ મોકલવા બદલ શ્રી વિજયભાઈ શાહનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો vijayshah113@gmail.com અથવા 90676 96577 પર સંપર્ક કરી શકો છો.) “જુઓ આ દ્રષ્ટિકોણની અને તર્કની વાત છે ધારો કે આ એક દરવાજો અડધો બંધ છે એનો અર્થ એ છે કે તે અડધો ખુલ્લો છે..” ‘‘અચ્છા તો તમારા તર્ક પ્રમાણે જો આ દરવાજો […]

ચાચા નહેરૂને બાળકનો પત્ર – શૈલેષ સગપરિયા

(‘સમજણનો સઢ’ પુસ્તકમાંથી. આ પુસ્તકમાં પ્રેરણાસભર ૧૦૧ વાર્તાઓ આપવામાં આવી છે, તેમાંથી કેટલીક પસંદગીની વાર્તાઓ પૂર્વે રજૂ થઈ હતી. આજે તેમાંથી એક પત્ર અહીં પ્રસ્તુત કરીએ છીએ. પુસ્તક પ્રાપ્તિની વિગતો પત્રના અંતે આપવામાં આવી છે.) બાળદિને એક બાળકે ચાચા નહેરૂને પત્ર લખ્યો : વ્હાલા વ્હાલા નહેરૂચાચા, આજે તમારો હેપી બર્થ ડે છે એટલે મને થયું […]

કોર્ટની રમૂજ – મધુકર દિ. ધ્રુવ

(‘ગુજરાત’ના વિક્રમ સંવત – ૨૦૭૨ના વર્ષ – ૨૦૧૬ના દીપોત્સવી વિશેષાંકમાંથી સાભાર) ન્યાયાધીશ : આ કેસમાં પુરાવામાં એવું આવે છે કે ફરિયાદીએ તમારી દુકાનમાંથી ઘડિયાળ ખરીદેલી ત્યારે તેની ગુણવત્તા વિશે પૂછેલું. આરોપી : જી સાહેબ, તે વાત ખરી છે. ન્યાયાધીશ : તમે ફરિયાદીને જણાવેલ કે આ ઘડિયાળ આખી જિંદગી ચાલશે. આરોપી : જી નામદાર સાહેબ, મેં […]

આપણું કર્તવ્ય – મૃગેશ શાહ

(આપણી આસપાસ રહેલા પદાર્થો, વસ્તુઓ, ભૌતિકતાને સમ્યકરૂપી ઉપભોગ કરીને ભોગથી યોગ તરફની યાત્રા કરાવતો મૃગેશભાઈનો વિચારપ્રેરક અને ચિંતનાત્મક લેખ આજે પ્રસ્તુત છે.) સવારથી સાંજ સુધીમાં આપણી મુલાકાત બે પ્રકારના માણસો સાથે થાય છે. એક પ્રકાર છે પ્રત્યક્ષ અને બીજો છે પરોક્ષ. આપણે જે મિત્રો, સગાસંબંધીઓને, વેપારીઓને તથા પરિચિત વ્યક્તિઓને મળીએ છીએ તે મુલાકાતનો પ્રત્યક્ષ પ્રકાર […]

Copy Protected by Chetan's WP-Copyprotect.