Archive for March, 2017

બંધ મુઠ્ઠી – મહેશ યાજ્ઞિક

બંધ મુઠ્ઠીમાં સમયની વેદના સંતાડતાં
ને સદા આછું મલકતાં હું, તમે ને આપણે

‘આવું દુઃખ તો ભગવાન દુશ્મનનેય ના આપે…’ આજુબાજુ બધાના ચહેરા સામે જોઈને લતા પરીખે ઉમેર્યું. ‘બિચારા હેમંતભાઈની દશા જોઈને દયા આવે છે.’

‘એમના કરતાં તો મને બેઉ છોકરાઓની ચિંતા થાય છે. મોટો ચાર વર્ષનો ને નાનો બે વર્ષનો.’ લતાની બાજુમાં બેઠેલાં ગીતાબહેનના અવાજમાં સાચુકલી લાગણી છલકાતી હતી. ‘મા વગર બાપડાં કેવી રીતે મોટાં થશે?’

વાત એમ હતી કે હેમંતની ત્રીસ વર્ષની પત્ની અકસ્માતમાં મૃત્યુ પામી હતી. હેમંતની ઓફિસના બધા સહકાર્યકરો એને ત્યાં બેસણામાં જઈને ઓફિસે આવ્યા હતા. ‘બચ્ચાંઓની પરવરિશ માટે હેમંતે બીજી શાદી કરવી જોઈએ.’ સાજિદ શેખે કહ્યું, ‘એ એકલો આ બે ટેણિયાંઓને કઈ રીતે ઉછેરશે?’

ચહેરો.. – જીજ્ઞેશ અધ્યારૂ

સંંધ્યા ઢળી, અંધકારના ઓળા ઉતરી આવ્યા અને આશકાની ગભરામણ ફરી શરૂ થઈ. પાછા આવ્યાનો આજે દસમો દિવસ હતો અને આ દસ દિવસમાંં છેલ્લા છ દિવસની એની એકલતાએ એને વધુ નબળી કરી મૂકી હતી. આશકામાસી છ દિવસથી ઘરે નહોતા, અવની યુનિટ સાથે ફોરેન શૂટમાં ગઈ હતી. અશ્વને ત્યાં જવાનો તો… સવાલ જ નહોતો. માં પણ ગામડે પહોંચી ગઈ હતી.. અહીંં પોતે સાવ એકલી હતી. રોજની જેમ એ બાલ્કનીમાં જઈને બેઠી, મુંબઈના પોશ વિસ્તારના તેરમા માળના ફ્લેટની એની બાલ્કની પણ રૂમ જેવડી જ મોટી હતી.. આ એની રોજની જગ્યા થઈ ગયેલી. ક્યારેક અંગૂઠાથી ફ્લોરમેટ ખોતરતી તો ક્યારેક અન્યમનસ્કપણે રસ્તાપરની અવરજવર જોઈ રહેતી. એને ઉંચાઈનો ડર લાગતો… પણ હવે પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. દસ વાગ્યા તોય ત્યાંથી હલી નહીં, અવરજવર ઓછી થઈ રહી અને સ્તબ્ધતા વધતી રહી.. અંદરની પણ અને બહારની પણ..

રાની બિલાડો – નમ્રતા દેસાઈ

“શાંતિ, જો તો! કિચનની બારી બંધ છે કે નહીં?”

“હા બેન, જોઈ લઉં, નહીં તો પેલો બિલાડો ફરી આવી ચઢશે!”

“ખબર નહીં કોણ જાણે ક્યાંથી, આ ઘરમાં પેધો પડ્યો છે, એકાદવાર દૂધની તપેલી ખુલ્લી રહી ગયેલી તે વારંવાર જાણે એનું જ ઘર, પાછો કોઈનાથી ડરતો જ નથી. શાંતિ જો ને ! કેટલો ખૂંખાર દેખાય છે? લીલી આંખો વાળો, ડોળા કાઢીને મને ડરાવતો હોય એમ! મને તો બહુ ડર લાગે. આ રાની બિલાડો નથી ને?”

એક બીજી સ્ત્રી – અજિત કૌર, અનુ. પ્રફુલ્લ રાવલ

(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૧ના અંકમાંથી સાભાર) એપ્રિલના પ્રારંભની એ એક ઉદાસ સાંજ હતી, થકવી દેનારી ગરમી અને ઉકળાટ ભરેલી. અમે સડક પર ભટકી રહ્યા હતા. થોડેક વાર સુધી જનપથ હોટલના કૉફીલોંજમાં બેસી રહ્યાં હતાં. ધીમે ધીમે, ખૂબ જ ધીમેથી કૉફીના ત્રણ ત્રણ પ્યાલા પૂરા કર્યા હતા. ન જાણે કેટલા જમાના એ ત્રણ પ્યાલાઓના ઘૂંટડાની વચ્ચેથી […]

પ્રભુનો અંશ – ગિરીશ ગણાત્રા

(‘નવચેતન’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) સાંજે અરુણ ઑફિસેથી ઘેર આવ્યો ત્યારે પ્રીતિએ શરમાતા શરમાતા સમાચાર આપ્યા : “હું આજે ડૉ. માલતીબેન પાસે જઈ આવી, એણે કહ્યું કે મને સારા દિવસો રહ્યા છે…” “રીઅલી?” અરુણે પ્રીતિને પોતાની પાસે ખેંચતા કહ્યું. “આવું શું કરો છો? બારણાં ખુલ્લાં છે…” “તો ખુલ્લાં જ રાખજે. આપણા ચાર જણના સંસારમાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.