Archive for April, 2017

વળગણ – મનીષ રાજ્યગુરુ

(‘નવચેતન’ સામયિકના માર્ચ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) હવે રાત પડવાને બહુ વાર ન હતી. અંધકારના ઓળા શહેર ઉપર ફરી વળવાની તૈયારીમાં હતા. આમ તો મારા જીવનમાં પણ અંધકારે ઘર કરી લીધું હતું. કેમ કે દસ-દસ વરહથી ભગવાને ગાયત્રીનો ખોળો ખાલી રાખ્યો હતો. આ ખાલીપો અમારા જીવનમાં શૂળની જેમ ડંખતો હતો. આમ તો આખા ગામમાં છાના ખૂણે […]

શ્રદ્ધાનાં સુમન – કુમારપાળ દેસાઈ

(‘શ્રદ્ધાનાં સુમન’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો પ્રસંગલેખના અંતે આપવામાં આવી છે.)

[૧] પરમાત્માને કોતરવા પીડા સહેવી પડે !

એક મોટો કુસ્તીબાજ મલ્લ હતો. બંને હાથે સિંહની આકૃતિનાં છૂંદણાં છૂંદાવવા ગયો. એણે છૂંદણાં છૂંદનારને કહ્યું, “જુઓ, જ્યારે સિંહ સૂર્યરાશિમાં હતો એ વખતે મારો જન્મ થયો છે. આથી બહાદુરી અને શૂરવીરતામાં હું સિંહ જેવો છું. આ બંને હાથે મને સિંહની આકૃતિ કાઢી આપો.”

પેલાએ હાથમાં સોય લઈને સહેજ શરીર પર ભોંકી કે મલ્લ આ સહન કરી શક્યો નહિ. એણે કહ્યું, “અલ્યા ઊભો રહે. પહેલાં કહે તો ખરો કે તું શું કરે છે?”

હરીફ – સુમંત રાવલ

હું અને જિતુ રાજપરની ધૂળી નિશાળમાં સાત ધોરણ સાથે ભણ્યા હતા, અમે બંને એક શેરીમાં રહેતા હતા. સાથે રમ્યાં હતાં, સાથે ભણ્યા હતા અને સાથે જ મોટા થયા હતા. આઠમું પૂરું થયું અને રાજપર ગામમાં નવમું ધોરણ નહોતું, પણ ગામના આગેવાનોએ પાટનગર સુધી દોડધામ કરી, ફંડફાળા કરીને મિડલ સ્કૂલ શરૂ કરાવી. મુંબઈ રહેતા ગામના જ એક વેપારીએ પોતાનું પાકું મકાન મિડલ સ્કૂલ માટે ફાળવી દીધું. અમે બંને નવમામાં આવ્યા અને સ્પર્ધા શરૂ થઈ. રંજન નામની એક વેપારીની એકની એક દીકરી પણ નવમા ધોરણમાં ભણવા આવતી હતી. કદાચ આ રંજનને કારણે જ અમારી વચ્ચે સ્પર્ધા શરૂ થઈ હતી અને મારા હૈયામાં નાનકડો તણખો ઝર્યો હતો. જિતુ મને કહેતો, “રાજુ દોસ્ત, જીવનમાં આગળ આવવા માટે સ્પર્ધા બહુ જરૂરી છે. હું જો આગળ નીકળી જઈશ તો તેનું કારણ તું હોઈશ, તારી સાથેની સ્પર્ધા હશે.”

ઓટલો – સુરેશ ઓઝા

રમાભાભી કંઈક વિચારતાં લાકડીને ટેકે ખૂબ જ ધીમે ચાલતાં, પગ હમણાં ઘૂંટણમાંથી વળી જશે ને બેસી પડીશ જમીન પર; એવી તેમના મનની સ્થિતિ સાથે ઉબડખાબડ ગલીના નાકા સુધી પહોંચી ગયાં. તે દેરાસર ગયાં હતાં. રોજનો તેમનો આ નિયમ.

હવે તો પચીસ ડગલાં ને ઘર. તેમને નિરાંત થઈ.

પહોંચીને ઘરમાં જવાને બદલે ઓટલા પર, લાકડી દીવાલને ટેકવી બેસી પડ્યાં, શરીરને મજૂર ગુણ ફેંકે તેમ ફેંકતાં, ધબ દઈને. શરીર તેમનું પોતાનું નથી એવી લાગણી તેમને થઈ આવી.

આ શરીરે કેટલાં વરસ ખેંચી કાઢ્યાં ! તેમના ભરતનો જનમ પણ નહોતો થયો. આમ દેરાસરથી આવીને બેઠાંબેઠાં લગભગ રોજ તેમના મનમાં આ વિચાર ઉભરાતો. આ વિચારમાં બેસી જ રહેતાં.

ડ્યૂટિ પર હતો ત્યારે જ હું ગાળો બોલતો… – વિનોદ ભટ્ટ

(‘એ દિવસો…’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો હાસ્યલેખના અંતે આપવામાં આવી છે.) જમાનો બદલાઈ ગયો છે. આપણા ગરીબ અને લાચાર વડદાદાઓને એક રૂપિયાનું અઢી શેર શુદ્ધ ઘી ખાવું પડતું ને દસ રૂપિયે તોલો સોનું ખરીદવું પડતું. એમના કરતાં આજે આપણ કેટલા બધા […]

Copy Protected by Chetan's WP-Copyprotect.