રાજન ઑફિસ ગયો હતો... ઘરમાં વિદિશા એકલી જ હતી અને કુરિયરબોય એક કવર આપી ગયો – જેના ઉપર માત્ર વિદિશાનું જ નામ લખેલું હતું. વિદિશાને નવાઈ લાગી, હજુ તો આ શહેરમાં રહેવા આવ્યે તેને માંડ બે મહિના થયા હતા, તે કોઈને ઓળખતી નહોતી, તો તેને પણ કોઈ ઓળખતું નહોતું... તો પછી તેને આ રીતે કુરિયરથી કવર મોકલનાર કોણ હશે? તેની ઉત્સુકતા એટલી બધી વધી ગઈ કે તે પોતું કરતી હતી – રસોડામાં, તે કામ અધૂરું છોડીને ભીના હાથે જ કવર ફાડી નાખી વાંચવા બેઠી. કોણે કાગળ લખ્યો હશે – અને તે પણ તેના નામ ઉપર?! હજુ કદાચ રાજનના નામ ઉપર હોય તો સમજ્યા... પણ આ તો સ્પષ્ટ વિદિશાના નામ ઉપર જ...! કોઈક નોટ અથવા ચોપડામાંથી ફાડેલો કાગળ હતો. વિદિશાએ વાંચવાની શરૂઆત કરી...
Monthly Archives: May 2017
નીરજે તો ધરાર ના જ પાડી દીધી. ‘ના, ના ને સાડી સત્તર વાર ના! ઍન્ડ આઇ મીન ઇટ. અંડરસ્ટુડ? અને આ પ્રકરણ ફરી વાર ઉકેલીશ નહીં, સમજી ને?... સવાર સવારમાં મૂડની પત્તર...’ હું તો હેબતાઈ જ ગઈ. આવી ઉગ્ર પ્રતિક્રિયા? મને તો એમ હતું કે તેઓ મારાં વખાણ કરશે. પ્રશંસાના પુષ્પો વેરશે. કહેશે – ‘વાઉ અદિતિ! આ કહેવું પડે! બ્રેવો!...’ પણ તેમણે તો સીધો ‘ના’નો પતરો જ વીંઝી દીધો મારી ઉપર! અને ના પાડવાનું કારણ? ‘તું પોસ્ટ ગ્રૅજ્યુએટ થાય, તે મને ના પાલવે. અત્યારે જ તું તારી સુપીરિયારિટી કૉમ્પ્લેક્ષમાંથી ઊંચી આવતી નથી તો પછી તો...’
મિ. નિર્જિતના સરકારી નોકરીના દસ વર્ષ વહી ગયાં. પ્રશસ્તા સાથેનું દામ્પત્ય પણ પ્રમાણમાં પ્રસન્ન તાસભર, પણ આખરે ખોળાના ખૂંદનારની ખોટ તે ખોટ. વડીલોના માર્ગદર્શન મુજબ દર પૂનમે ડાકોર રણછોડરાયનાં દર્શને જઈ આજીજીપૂર્વક પુત્રપ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવાનો એમણે સંકલ્પ કર્યો. સરકારી નોકરીમાં પોતાની પવિત્રતા લાંછિત ન થાયે તેનો મન-વચન-કર્મથી મિ. નિર્જિતે પૂરો ખ્યાલ રાખ્યો, જોકે તેમની પત્ની પ્રશસ્તા એમના આવા ઈમાનદારીના પ્રયોગો સાથે સંમત નહોતાં. એમનો ‘પગાર’ પણ ‘લગાર’ જેટલો લાગતો હતો. પતિ નિર્જિતના કડક સ્વભાવના કારણે તેઓ અનિચ્છાએ મૌન ધારણ કરતાં. આદર્શને વરેલા મિ. નિર્જિત સાદગીથી સરકારી ક્વાર્ટર્સમાં રહેતા. એમના અન્ય સાથીઓનાં નિવાસસ્થાન લેટેસ્ટ ફર્નિચરથી સુસજ્જ હતાં. દરવાજા પાસે ભવ્ય કાર એમની પ્રતીક્ષા કરતી હોય. નોકર-ચાકર-રસોઈયા બધું જ એમના ઘરમાં હાજર હોય !
‘મમ્મી, ઓબ્સ્ટિકલ રેસ એટલે શું?’ દસ વર્ષના નિલયે હેમાક્ષીને પૂછ્યું. ‘બેટા, ઓબ્સ્ટિકલ રેસ એટલે વિઘ્ન દોડ. દોડની વખતે જેટલા અંતરાયો આવે તેને કુશળતાપૂર્વક પાર કરીને તેમાં આગળ વધવાનું હોય છે.’ ‘મમ્મી, કાલે મારી સ્કૂલમાં કોમ્પીટીશન છે. હું ભાગ લેવાનો છું.’ નિર્દોષ નિલય હેમાક્ષીને વ્હાલ કરીને ઝડપથી બહાર રમવા માટે દોડી ગયો. હેમાક્ષી વિચારે ચડી ગઈ… જીવન પણ ઓબ્સ્ટિકલ રેસ જેવું જ હોય છે ને? તેમાં પણ જેટલાં વિધ્નો આવે તેને કુશળતાપૂર્વક પાર કરતાં કરતાં જ માણસે મંઝિલ સુધી પહોંચવાનું હોય છે ને? હેમાક્ષીને જયદીપની યાદ આવી ગઈ. હેમાક્ષીની આંખમાં આંસુનાં તોરણ બંધાયા. જયદીપ સાથેનો પ્રથમ પરિચય કોલેજનાં સ્પોર્ટ્સરૂમમાં જ થયો હતો. જયદીપ ટેબલ ટેનિસનો અચ્છો ખેલાડી હતો.