(‘ઊગે સૂર્ય વિવેકનો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પુનિત સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.) હું મારા દરવાજા પાસે ઊભી હતી ને કમુબેન ત્યાંથી નીકળ્યાં. વરસોથી કમુબેનને માથે શાકનો ટોપલો લઈને શાક વેચવા જતાં હું જોઉં. મને જોઈને એ બોલ્યાં : ‘હાશ ! આજે કેવું સારું લાગે છે, તમારા ઘરનું બારણું ખુલ્લું છે, ને તમે અહીં ઊભાં છો.
Monthly Archives: September 2017
૧. “હું થોડો ગાંડો થયો છું !” – જ્યોતીન્દ્ર હ. દવે ગુજરાતી હાસ્ય-સાહિત્યને સમૃદ્ધ કરનારા ધનસુખલાલ મહેતાનાં પ્રથમ પત્ની સરલા એમને યુવાન વયે જ છોડીને ચાલી ગયાં. દ્વિતીય પત્નીને કોઈક મનોરોગ થયો. ગાંડપણમાં બધો રોષ એમણે ધનસુખલાલ પ્રત્યે જ ઠાલવ્યો. એમને દેખે ત્યાંથી જે કંઈ હાથમાં આવે તે એમના પર ફેંકે. આખરે ઘરમાં એને રાખવી અશક્ય છે એમ લાગવાથી એને ‘મેન્ટલ હોમ’માં રાખવાનો પ્રબંધ કરવો પડ્યો.
એક માણસે એક મજૂરને બોલાવીને કહ્યું : ‘જો, આ પેટીમાં કાચની બાટલીઓ ભરેલી છે, એ મારા ઘેર પહોંચતી કરવાની છે. બોલ, શું મજૂરી લઈશ?’ મજૂરે જણાવ્યું : ‘તમે સમજીને જે કંઈ આપવું હોય તે આપજો.’ શેઠે કહ્યું : ‘અહીંથી ઘર સુધી પહોંચતાં રસ્તામાં હું તને અમૂલ્ય સલાહનાં ત્રણ સોનેરી વાક્યો કહીશ. મજૂરીના પૈસા તો બે કલાકમાં ખલાસ થઈ જશે, પણ આ સોનેરી સલાહ તો તારે જીવનભર કામમાં આવશે.’ આ સાંભળી ‘ભલે’ કહી મજૂરે પેટી માથે મૂકી ચાલવા માંડ્યું. થોડી વાર ચાલ્યા પછી મજૂરે એ માણસને એમની વચ્ચે થયેલી શરતની યાદ દેવડાવી અને સોનેરી સલાહના પહેલા વાક્યની માગણી કરી. એ માણસે કહ્યું : ‘જો સાંભળ, બરેલા પેટ કરતાં ખાલી પેટ વધારે સારું એમ કોઈ કહે તો વિશ્વાસ રાખીશ નહિ.’ થોડો રસ્તો કાપ્યા પછી મજૂરે એ માણસે કહ્યું : ‘હવે બીજી સલાહ સાંભળ. ઘોડા પર બેસવા કરતાં પગે ચાલવું સારું એમ કોઈ કહે તો એ વાતમાં વિશ્વાસ કરીશ નહિ.’
“ખૂબ જમેગા રંગ જબ મિલ બેઠેંગે તિન યાર, છગન મગન ‘ને બકા ભરવાડની ચા!” ચાના રસિયા તમને ગામ-એ-ગામ જોવા મળશે. એકાદી ઉજ્જડ જગ્યાએ પણ તમને ચાની ટપરી કે લારી જોવા મળશે. એક પ્રખ્યાત કાર્ટૂનમાં તો દર્શાવ્યું હતું પણ ખરું કે આપણા નિલભાઈ અઢી કિલોના હાથવાળા.. ન ઓળખ્યા? અરે નિલ આર્મસ્ટ્રોંગ.. હા તો એ જ્યારે ચંદ્ર પર પહોંચ્યા ત્યારે ઉતરતાની સાથે જ ખેતલાઆપાની ચાનું પાટિયું દેખાયેલું. રાજકોટની જય અંબેથી માંડીને મુંબઈની તાજ હોટેલ સુધીની ચા ફેમસ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગના ત્રણ વર્ષ વત્તા ડિગ્રી એન્જીનિયરિંગના ત્રણ વર્ષનો તાળો મેળવતાં એટલું સમજાયું કે જો ચા ઊગે તો જ એન્જીનિયરિંગ સારી રીતે પૂરું થાય. પરીક્ષા તો સમજ્યા, ટર્મવર્ક પૂરું કરવા અને સબમિશન માટે સારી ચા પીવી અને મળવી સૌથી જરૂરી વસ્તુ છે.