જરા કહેશો, માબાપની શા કારણે કરો છો અવગણના? – અવંતિકા ગુણવંત

(‘ઊગે સૂર્ય વિવેકનો’ પુસ્તકમાંથી સાભાર. રીડ ગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ પુનિત સેવા ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.)

હું મારા દરવાજા પાસે ઊભી હતી ને કમુબેન ત્યાંથી નીકળ્યાં. વરસોથી કમુબેનને માથે શાકનો ટોપલો લઈને શાક વેચવા જતાં હું જોઉં.

મને જોઈને એ બોલ્યાં : ‘હાશ ! આજે કેવું સારું લાગે છે, તમારા ઘરનું બારણું ખુલ્લું છે, ને તમે અહીં ઊભાં છો.’

હું બોલી : ‘ત્યાંય મને તમે યાદ આવતાં. સવારના આઠેક વાગે એટલે મને થાય કે તમે શાક વેચવા નીકળ્યા હશો.’

કમુબેનના માથે ભાર હતો તોય એ વાતો કરવા ઊભાં રહ્યાં. કહે : ‘રોજ અહીંથી નીકળું ને દરવાજે તાળું જોઉં ને મારાથી નિસાસો નંખાઈ જતો. બેન, લોકો તો વાતો કરતાં હતાં કે બેન અમેરિકા જ રહેવાનાં છે, આ બંગલો વેચી નાખશે. તો, તમે આ બંગલો વેચી નાખશો?’

‘ના આ ઘર રાખવાનું છે.’ મેં કહ્યું. જીવન હેઠો બેઠો હોય એમ કમુબેન બોલ્યાં : ‘તો બરાબર બહેન, આપણે જીવીએ ત્યાં સુધી આપણું ઘર કદી ના કાઢવું. છોકરાના ઘેર ભલે તમે રહો; છોકરા આપણા, પણ એમનું ઘર આપણું ના કહેવાય. ત્યાં આપણી મરજી ના ચાલે. ત્યાં લાંબું ના ગોઠે. મન ઊંચું થઈ જાય તો અહીં આવીને રહેવાય.’

કમુબેનને પાંચ છોકરા અને ત્રણ છોકરીઓ. બધાંને ભણવા સ્કૂલમાં મોકલે. મને કહે : ‘બહેન, એને જન્મ આપ્યો, ભણાવીને માણસ બનાવીએ, રળતા કમાતા કરીએ એટલે આપણી ફરજ પૂરી.’

હું કહું : ‘ઘડપણમાં તમારે શાંતિ. છોકરા કમાશે અને તમે શાંતિથી ખાજો.’

‘ના રે બહેન, મારે કોઈની કમાઈ ખાવી નથી, હું તો ઉપરવાળાને કહું છું જીવાડે ત્યાં સુધી પગમાં તાકાત આપે. મારો રોટલો હું કમાઈ ખાઉં.’

આ કમુબેન સાથે વાત કરવી મને ગમતી. લગભગ બે વરસે કમુબેને તે દિવસે મને જોઈ હતી. તે બોલ્યાં : ‘બહેન ! ચારે બાજુ બધું બદલાયેલું લાગતું હશે, નહીં?’

‘હા જુઓને, કેટલા બધા બંગલા તૂટ્યા ને ફ્લેટો આવી ગયા છે. એરિયાની રોનક વધી ગઈ.’ હું બોલી.

‘શું બહેન? રોનક વધી પણ શાંતિ નથી વધી. આપણી લાઈનમાં આગળ એક બંગલો છે, જૂનો વેચાઈને નવો થયો છે, ત્યાં એક બા રહે છે, બપોરે શાક વેચીને પાજી વળું ત્યારે એ થોડીવાર એમની પાસે મને બેસાડે.’

‘તમારે જૂની ઓળખાણ હશે.’ મેં પૂછ્યું.

‘ના રે, ત્યાં કોઈ ઓળખાણ ન હતી. એક વાર બપોરે હું પાછી આવતી હતી ત્યારે એમણે મને બોલાવી. મને એમ કે એમને શાક જોઈતું હશે તેથી મેં કહ્યું બા શાક નથી. તો એ કહે, શાક નથી જોઈતું. તું ફરીફરીને સાદ પાડી પાડીને થાકી હોઈશ થોડી વાર બેસ. મેં કહ્યું બા, ઘેર પહોંચું. હજી રોટલા ઘડવાના છે. તે કહે જવાય છે, હું ઓટલે જઈને બેઠી. મને થોડી પૂરીઓ અને અથાણું આપ્યું. મેં થોડીવાર વાતો કરી અને ઊભા થતાં મારી પાસે કોબીજનો એક દડો વધ્યો હતો એ એમની પાસે મૂક્યો ને બોલી, બા આના સિવાય મારી પાસે બીજું કંઈ નથી.’

એ બા કહે : ‘મારે તારી પાસેથી કાંઈ શાક જોઈતું નથી. શાક તો મારકીટમાંથી આવે છે. બસ તારે રોજ મારી પાસે આવીને વાતો કરવાની.’

મેં કહ્યું : ‘પણ મારાથી મફત ના ખવાય.’ તો એ બા કહે : ‘તું મફત નથી ખાતી, મારી પાસે બેસીને વાત કરે છે એની કિંમત હું તને આપું છું.’ પછી એ બા નિસાસો નાખીને કહે, ‘આવડું મોટું ઘર છે, ઘરમાં માણસો છે પણ કોઈ મારી પાસે બેસતું નથી, વાત કરતું નથી. કામવાળી બાઈનેય મારી સાથે વાત કરવાની મનાઈ છે.’ ઘરડાંની લાચારીની હૃદયદ્રાવક વાતો હું સાંભળી રહી હતી. કમુબેન કહે, મેં એ બાને પૂછ્યું કે તમારો આખો દિવસ શી રીતે જાય ! તો એ બા કહે, મારા રૂમમાં ટી.વી. છે. ફોન છે, ટી.વી. જોઉં. કોઈની સાથે વાત કરું, પણ મારે ક્યાં બહુ ઓળખીતા હોય, હું તો બહાર ઓટલે બેસી રહું છું ને જતા આવતા ફેરિયાને બોલાવું ને વાતચીત કરું.

આજુબાજુના બંગલામાં જવાનીય મનાઈ છે. મહેમાન આવે તે જો વહુ દીકરાના હોય ત્યારે મારે મારી રૂમમાં ભરાઈ જવાનું. કોઈ સગાં આવે તો બહાર દીવાખાનામાં બેસવાની છૂટ ખરી પણ બોલવાની કે વાતો કરવાની છૂટ નહીં. હું તો અહીં, નજરકેદમાં છું. એ લોકો બહાર જાય પણ મને નથી લઈ જતાં.

કમુબેન કહે, મેં એ બાને કહ્યું, તમારે તમારું પોતાનું ઘર નથી? ત્યાં જઈને રહો, ત્યારે બા કહે, ગામમાં મારું મોટું ઘર હતું, આગળ આંગણું, પાછળ વાડો, ઓસરીમાં મોટી પાટ. આડોશી પાડોશી આવે ને પાટ પર અમારો ડાયરો જામે. એય અલકમલકની વાતો કરીએ. મારા આંગણામાં તો વસ્તી જ વસ્તી હોય પણ દીકરાએ આ બંગલો લીધો ને ગામ આવીને કહે ચાલો મારી સાથે રહેવા. અને મેં ઘર વેંચી દીધું ને અહીં કેદખાનામાં આવી પડી. દીકરાની સાથે રહેવાના મોહમાં મારા આયખામાં મેં ધૂળ નાખી. હવે તો અહીંથી ઉપરવાળો છોડાવે ત્યારે છૂટીશ.

કમુબેને એ દુખિયારાં બાની વાત પૂરી કરી પણ એ સાંભળીને મારા મનમાં ઉપજેલી ઉદાસીનતા જતી નથી. થાય છે શિક્ષિત, સ્થિતિસંપન્ન યુવાન સંતાન પોતાનાં જ માબાપ સાથે કેમ આવો નિષ્ઠુર સંવેદનારહિત વર્તાવ કરતાં હશે? બહારનાની જોડે હસી હસીને વિવેકથી વાતો કરનાર એ સંતાનોને પોતાના જ માવતરની અવગણના કરતાં જરાય હિચકિચાટ નહીં થતો હોય?

[કુલ પાન ૧૨૮. પ્રાપ્તિસ્થાન : પુનિત સેવા ટ્રસ્ટ. સંત પુનિત માર્ગ, મણિનગર, અમદાવાદ-૩૮૦૦૦૮ ફોન.: ૦૭૯-૨૫૪૫૪૫૪૫]

– અવંતિકા ગુણવંત


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચરિત્રકીર્તન – અંતિમ વાચનયાત્રા – સં. મહેન્દ્ર મેઘાણી
નૂતન વર્ષના સાલમુબારક – સંપાદક Next »   

6 પ્રતિભાવો : જરા કહેશો, માબાપની શા કારણે કરો છો અવગણના? – અવંતિકા ગુણવંત

 1. shirish dave says:

  ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ખપ પૂરતું બધાએ શિખી લેવું. બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
  સૌ એ પોત પોતાનામાં મસ્ત રહેવું.

  • SUBODHCHANDRA H MUDIYAWALA says:

   કમૂબહેન શાકવાળા બહેન ને 5+3 સંતાન એટલે જ કદાચ તેમના વિચાર બૂલંદ હતા અને તેમણે સંતાનો તરફ થી કોઇ અપેક્ષા નહોતી રાખી એ બરાબર જ છે.

   પણ શિર્ષક મુજબ આ વાર્તા ના મૂળ નાયિકા કમૂબેન નથી પણ ગામમા પોતાનુ ઘર વેચીને સંતાન પાસે રહેવા આવેલા બા છે અને તેમને સંતાન સાચવશે એવી અપેક્ષા એ જ ગામનુ તેમનુ ઘર વેચીને આવ્યા હતા…. અને પછી એજ સંતાન કે પુત્રવધુ તરફથી ઉપેક્ષા કરાય Neglect કરાય તો કેટલી વ્યથા થાય.
   એક વાચક ભાઇ એ કોમ્પ્યુટર/ઇન્ટરનેટ શીખવાથી બધુ બરાબર થઇ જશે.એવુ સૂચન કરવાથી શુ એ બા ને શાંતી મળી જશે…..( ? )

   આમ

 2. પેઢિ વચ્ચેના બદલાતા વહેણનિ સાથે દિન પ્ર્તિદિન જિવવાનુ મુશ્કેલ કે અશક્ય બનતુ જ જ્વાનુ !! પોતાનિ માલિકિનુ બધુ જ વેચિ દેતા પહેલા ૧૦૦૦ વાર વિચાર્વુ ખુબ જ જરુરી.

 3. સન્તાનો પાસે અપેક્ષાઓ રાખ્યા સિવાય જિવન સવારિ લેવાનો સમય છ્હે .
  જાતનિ માલ મિલ્ક્ત છેલ્લા શ્વાસ બાદ જ, સનતાનોને મળે તેવિ ચોક્ક્સ વ્ય્વસથા કરવાનિ વણમાગિ સલાહ !!!

  • tia says:

   કરસન કાકા ને બહુજ કડવો અનુભવ થયો લાગે છે…દેશ માં કોઇ મિલ્કત રહેવા દિધી છે કે નહીં ?

 4. MTP says:

  Good Comments.
  However, without knowing who is doing what ​and why​,​ ​it is difficult to judge any behaviour. Even though​ we​ ​​​e​lders have lived on ​our own at ​our home but as soon as ​we ​move in with ​our ​children, ​unknowingly ​we ​start expecting some time from them. Because ​we all are used to ​that ​human interaction. That’s how our joint family system was. So ​our bar is always how ​we had spent time with ​our elders, neighbours, relatives.

  On the other hand, Children ​might ​have develop​ed​ their nuclear family,​ lifestyle and ​for them getting out of their set up is a challenge.​ C​hildren love their elders that’s is why they invite us to live with them. ​B​ut then all relations ​go​ through a growth process.

  ​Because of separate living,​​​t​here are​ gaps in ​ thought​s​​, ​different ​though​ts​ patterns​ were already​ ​​been developed.​. Generation is changing ​not ​every​ 20years but ​every five years!!! Due to several reasons parameters of patience, flexibility all those ingredients which ​are​ foundation of​ a​ joint family​,​ ​have​ changed.​ ​Our only options is, to accept, adapt t​h​ese​​ changes and move forward, but with open mind that- my ​thinking is not the only right way​ of thinking​. ​Merging of two parallel lifestyle requires ​a ​lot of trials and ​a lot of ​errors​, at that point ​t​rust in relationship i​s the key. ​​

  ​​Old ‘norm​al​’ is no​t​ normal anymore. ​Th​ere is very good learning for people who are still independent​ like Kamuben.
  ​It is not reasonable to ask elders ​like baa ​to change as the​ir​ default is set.​Accept elders the way they are and do as much as we can for them because we understand their expectations.​
  Also,​​it​ is not reasonable to ask anyone to change, not even children, because they have carved​ ​their way of living to survive in their ​given ​circumstances​. ​So ​Best thing is to learn ​and develop a mindset about ​how to live without dependency on ​children financially and also emotionally​​​, but with a positive​,open and ​ loving thought process.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.