Archive for 2017

ઈમાનદારી – ડૉ. આઈ. કે. વીજળીવાળા

બપોરના બાર વાગ્યા હતા. હું મારી ઓપીડીનાં કામમાં વ્યસ્ત હતો. દરરોજ લગભગ ૧૨૦ જેટલાં દર્દીઓને જોવા પડતા હોવાના કારણે અમે અત્યંત વ્યસ્તતા અનુભવતા હોઈએ છીએ. દરરોજ મશીનની માફક અમારું કામ ચાલતું હોય. બાળ-દર્દીઓને તપાસવા, એમના રિપોટ્ર્સન જોવા, દવા લખી આપવી, ખોરાકથી માંડીને દવા વિશે સમજાવવું : એમ ઢગલો એક કામ ક્રમબદ્ધ ચાલત હોય.

‘સાહેબ, એક બાળક ખૂબ સિરિયસ લાગે છે, મોકલું?’ એ યંત્રવત કામોની ભરમાર વચ્ચે મારા માણસે મને કહ્યું.

‘શું થયું છે?’ મેં પૂછ્યું.

‘નાનું બાળક છે અને ખૂબ હાંફે છે.’ એણે જવાબ આપ્યો. મેં એને મોકલવા માટે માથું હલાવીને સંમતિ આપી.

સૂરજ – નયના મહેતા

(‘અખંડ આનંદ’ સામયિકના જૂન, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

ઢીંચણ પેટમાં પેંઠેલા હોય તેમ જમીન પર પગની એડીઓ ઉપર ઊભડક બેઠેલા કરસનને જરાય ચેન નહોતું. એ પોલીસથાણાની બહાર ભલે બેઠો હોય પણ એની આંખો અને મન ઘડીએ-ઘડીએ થાણાની અંદર આંટો મારી આવતાં હતાં. અંદર એનો વરસ પહેલાં ખોવાઈ ગયેલો દીકરો સૂરજ હતો!

એકનો એક દીકરો ખોવાયો ત્યારે કરસન અને ગોમતી બંને કેવાં બહાવરાં બનીને એને શોધતાં હતાં! દોડી-દોડીને એમના પગ ઘસાઈને ગોઠણે આવી ગયા ને રડી રડીને આંખોય નબળી પડી ગઈ ત્યારે, વરસ પછી આજે દીકરો મળ્યાની ખબર આવી! એ તો શહેરના માલેતુજાર તપન મરચન્ટની દીકરી લિપિ ખોવાઈ તેમાં ‘હો-હા’ થઈ ગઈ. મંત્રીઓ સુધ્ધાં જેના ઘેર આંટા મારે તેવા તપનની ધાકથી પોલીસે આકાશ-પાતાળ એક કર્યાં ને લિપિને શોધી કાઢી. ભેગા બીજા બે છોકરા પણ મળ્યા. એમાં સૂરજ પણ મળ્યો એટલે સૂકા ભેગું લીલું બળે એમ કોઈવાર લીલા ભેગું સૂકું બળેય ખરું જેવો તાલ હતો!

આજની યંગ જનરેશન – દિવ્યેશ વિ. સોડવડિયા

(રીડ ગુજરાતીને પ્રસ્તુત રચના મોકલવા બદલ શ્રી દિવ્યેશભાઈ સોડવડિયા (સુરત)નો ખૂબ ખૂબ આભાર. અત્યારની યુવાપેઢીનો બુલંદ અવાજ તેમના આ લેખમાં તમે સાંભળી શકો છો. આપ તેમનો 9638689821 અથવા sodvadiyadivyesh4@gmail.com પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેઓ પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ.)

મને ગમે છે આજની યંગ જનરેશન ! હા, જે ખરેખર વયની સાથેસાથે વિચારોથી પણ યંગ છે એવી જનરેશન. જેને તમે અવગણી ન શકો, જેને તમે એકવાર ટોક્યા પછીય વારંવાર ટોક્યા વગર ન રહી શકો એવી જનરેશન. જેના કપડાં અને ખાવાપીવાની રીતભાતથી માંડીને હેરસ્ટાઇલ સુધી સઘળું નોટિસ કર્યા વગર ન રહી શકો, ને છતાંય દર બીજા-ત્રીજા દિવસે હેરસ્ટાઇલને બદલીને કશીક નવી છટામાં ફરવા માંગતી જનરેશન. જે તમને નથી ગમતું કે ઓછું ગમે છે, એ બધું જ એને ‘પરફેક્ટ’ લાગે છે. ને જે તમારા માટે પરફેક્ટ છે એ બધું એના માટે ‘જુનવાણી’ છે કાં તો ‘નાપસંદ’ !

જાદુઈ છોકરી (ટૂંકી વાર્તા) – દુર્ગેશ ઓઝા

નવમાં ધોરણમાં ભણતી કોશા ભલી લાગણી અને સદબુદ્ધિનો ખજાનો. રમતિયાળ બાળક. કોઈની પણ સાથે ઓળખાણ-પિછાણ વિના સીધી જ વાતો કરવા મંડી પડે ને પેલો અજાણ્યો થોડી જ વારમાં પોતાનો થઇ જાય. પૂર્વી ને અંતરા બેય એની પાકી બહેનપણીઓ. પૂર્વી લાડમાં એને લીલુંછમ વૃક્ષ કહેતી તો અંતરા કહેતી એને બાળકબાગ. કોશા સાથે હોય એટલે શીતળતા, વિશ્રાંતિ અને આનંદ=સંસ્કારના ફળફૂલ મળતાં જ રહે. કલ્પનાના રંગો ખીલતા જ રહે. ધનાઢ્ય માબાપનું એકમાત્ર સંતાન. ક્યાંય આ વાતનું મિથ્યાભિમાન એનામાં ડોકાય પણ નહીં. સારા કામ માટે તત્પર કોશા જરા પણ રોકાય નહીં. ‘કર્યું એ કામ’ એમાં એ માને. તરત દાન ને મહાપુણ્ય. એનો એક મહત્વનો ગુણ એ કે તે એકીસાથે અનેક ઘટના પર ધ્યાન દે. એની જાગૃતિ ગજબની.

સંબંધોના સમીકરણ – અશ્વિન સુદાણી

દામ્પત્યજીવનમાં આત્મીયતા એ જીવનનું સૌથી વધુ સુખ આપનારું પાસું છે. આપણી કેટલીક પરંપરાઓ શ્રેષ્ઠ છે, એવી અનુભૂતિ અમોને ફેમીલી કોર્ટના કન્સીલેશન રૂમમાં, તૂટતા સંબંધોને બાંધવાના પ્રયત્ન કરીએ છીએ ત્યારે અનુભવાઈ છે. આજથી પચ્ચીસ વર્ષ પહેલાના માતા-પિતાથી અલગ આજના માતા-પિતાની પિડા છે. પહેલા કરતાં વિચારધારામાં વધુ આધુનિકતા આવી છે એવું કહેવા કરતા આજના માતા-પિતા પોતાના યુવાન દીકરા-દીકરીથી વધુ ડરતાં થઇ ગયા છે એમ કહેવું વધુ યથાર્થ ઠરે છે.

વીસ-બાવીશ વર્ષના દીકરા-દીકરી જે નિર્ણયોમાં લે છે તેમાં વાલીઓ ખુદ દબાણમાં રહીને પણ પોતાના નિર્ણયોને હડસેલે છે. સત્ય કહેતા ડરે છે કે રખેને મારા છે તે મારાથી અળગા થઇ જશે તો ? સાંપ્રત સમયમાં મહદ અંશે આવા માતા-પિતા પોતાના જ બાળકોના વર્તન- વ્યવહાર અને વિચારધારાને કારણે પીડાય છે. આધુનિકતાનો વિરોધ ન જ હોઈ શકે પણ જયારે પારિવારિક જીવનનો ભોગ લેવાતો હોય ત્યારે ચોક્કસપણે સમયસર જાગવાની જરૂર છે.

Copy Protected by Chetan's WP-Copyprotect.