Archive for 2017

શૈશવની આંગળીએ.. – કેતા જોશી

મારા મોસાળનું નાનું એવું ગામ, સરસ. કદાચ આજે પણ ભારતના નકશામાં ન મળે. હું સમજણી થઇ ત્યારથી મને એ ખબર કે ઉનાળાનું વેકેશન પડે એટલે ગામ જવાનો કાર્યક્રમ બને. ગામમાં રહેતા નાના-નાનીને મળવાનો આનંદ તો હોય જ પરંતુ નાના સાથે આખા ગામમાં ફરવાનું આકર્ષણ પણ એટલું જ રહેતું. બસ, ન ગમતી એક જ વાત એ કે નાનાજી શિસ્તપાલનના ચુસ્ત આગ્રહી. ઘડિયાળના કાંટે દોડવાનું. ઉનાળાનું વેકેશન એટલે તો આરામનો સમય કહેવાય પણ અમારે શિસ્તબદ્ધ રહેવું પડતું. મમ્મી એટલે ખુશ રહેતી કે મુંબઈમાં પાણી ભરવાના ત્રાસમાંથી થોડો સમય છૂટકારો મળશે, સવારે ચાર વાગ્યે ઉઠીને પાણી નહિ ભરવું પડે, ઝટપટ નાહીધોઈને રસોઈ નહિ કરવી પડે, સાડાનવ વાગતામાં બધાને જમાડી દેવાના નહીં હોય.

અંતરની બારી – નિખિલ દેસાઈ

મને આ બારીમાં બેસવાનું ગમે છે. શહેરમાં છેવાડે આવેલી અમારે સોસાયટીમાં મારું આ મકાન છેલ્લું છે. બારી બહાર નજર કરતાં વેરાન સીમ દેખાય. દૂર દૂર ક્ષિતિજમાં ઓગળી જતાં આંબલિયા અને રૂપાવતી ગામ દેખાય અને વચ્ચેના વગડામાં છૂટાંછવાયાં ઝાડ સિવાય વિસ્તાર સૂકો. સંધ્યાકાળના રતૂમડા પ્રકાશમાં સામેના બોરડીના ઝાડનો પડછાયો ધીમે ધીમે લાંબો થતાં થતાં મકાનની દીવાલ સુધી પહોંચે ને થાકેલા સૂરજદાદા ક્ષિતિજમાં ડૂબી જાય. આમ ઓર એક દિવસ પૂરો થાય.

જીવનસંધ્યાએ આપણે પણ થાકી ગયેલા હોઈએ છીએ. બાલ્યાવસ્થામાં કેવો ઉત્સાહ હોય છે ! નાનપણમાં ગામડાંના ઘરની આવી જ બારી પાસે અમે ઉત્સાહથી થનગનતા બારી બહાર વગડામાં દૂર જતી બસ કે પછી ગાય-ભેંસનાં ધણને જોયા કરતા.

વિરાટનો હિંડોળો – બકુલ દવે

એક છોકરીને લઈ એના પિતા કોઈ સંગીતકાર પાસે ગયા. ‘તમે મારી પુત્રને તમારી ફિલ્મમાં ગાવાની તક આપો.’ પિતાએ સંગીતકારને કહ્યું ને ઉમેર્યું, ‘એ હૂબહૂ લતા મંગેશકર જેવું ગાય છે.’

‘જો એવું જ હોય તો હું લતા મંગેશકર પાસે જ ગવડાવવાનું પસંદ કરીશ.’

‘એવું શા માટે?’

‘મારી પાસે મારું ગીત ગાવા માટે સ્વયં લતા મંગેશકર છે તો પછી હું એમની ડુપ્લિકેટની પાસે શા માટે ગવડાવું?

ભીડનાં એકાંત – મોહનલાલ પટેલ

વૈશાખ મહિનાની બપોર હતી. બસ-સ્ટેશન ઉપર ઊભરાઈ રહેલા માનવીઓની ભીડ જામી હતી. બસ પકડવા માટે ઉતારુઓનો રઘવાટ ઉત્તેજનાભર્યો હતો.

નિશીથની બસ મુકાઈ એ વખતે, ભીડમાં આવી જવાને લીધે જ પોતાના કોઈ પુરુષાર્થ વગર જ એ આપોઆપ બસમાં ઠેલાઈ ગયો અને એને બારી આગળ જગ્યા મળી ગઈ. કોઈ સ્પષ્ટ હેતુ વગર બાજુની ખાલી સીટ ઉપર એણે પોતાની બૅગ મૂકી દીધી અને બસમાં દાખલ થતી ભીડને એ નિહાળી રહ્યો.

એ વખતે બસની બાજુમાં ઊભાં ઊભાં એક પ્રૌઢ વયની સ્ત્રીએ એની તરફ બૅગ ઊંચી કરીને કહ્યું : “ભાઈ, આ બૅગ અંદર લઈ લો ને.”

નૂતન વર્ષના સાલમુબારક – સંપાદક

વિક્રમ સંવત ૨૦૭૪ના, નવ વર્ષના પ્રથમ દિવસે, આ મંગલ પ્રભાતે સૌ વાચકમિત્રો, લેખકમિત્રો, પ્રકાશકમિત્રો સહિત સૌને રીડગુજરાતી તરફથી નૂતનવર્ષાભિનંદન, સાલ મુબારક. આ નવું વર્ષ આપ સૌના માટે સુખદાયી, ફળદાયી, પ્રસન્નતા અને સંંતોષકારક, કલ્યાણકારી અને પ્રસન્નતા આપનારું નીવડે તેવી હાર્દિક શુભકામનાઓ. નવી આશા અને અપેક્ષાઓ, નવા જોમ અને સંકલ્પ સાથે આવો આપણે સૌ આ નવા વર્ષનું હર્ષભેર સ્વાગત કરીએ. નવા વર્ષમાં આપણે સૌ સાહિત્યના માધ્યમે વધુ ને વધુ વાંચન, ચિંતન અને મનન કરીને જીવનપથને વધુ પ્રકાશિત કરી શકીએ એ જ પ્રભુપ્રાર્થના.

Copy Protected by Chetan's WP-Copyprotect.