Archive for 2018

લગ્ન અને શ્રવણકૌશલ્ય – રતિલાલ બોરીસાગર

‘લગ્નજીવન સુખી બનાવવાના સો ઉપાયો’ નામના એક પુસ્તકમાં મેં એક વાક્ય વાંચ્યું હતું : ઓછી સમજવાળો પતિ પત્નીને કહેશે : ‘તારું મોં બંધ કર.’ જ્યારે સમજદાર પતિ કહેશે : ‘હોઠ બિડાયેલા હોય છે ત્યારે તું ખરે જ સુંદર લાગે છે!’

પુરુષ નામનું પ્રાણી ખૂબ વિચિત્ર હોય છે. પરણ્યા પહેલાં અને પરણ્યા પછી થોડો સમય દરેક પુરુષ ઈચ્છતો હોય છે કે પત્ની બોલ્યાં જ કરે ને હું સાંભળ્યાં કરું. બોલવા માટે એ પત્નીને પ્રોત્સાહિત પણ કરતો રહે છે : ‘પ્રિયે ! તારો પ્રત્યેક શબ્દ મને એટલો મધુર લાગે છે… એટલો મધુર લાગે છે… બસ, તું બોલતી જ રહે… બોલતી જ રહે.’ પણ તકલીફ એ છે કે આ સમયગાળામાં દરેક પત્ની બહુ ઓછું બોલે છે.

સૂનું માતૃત્વ – ફિરોઝ મલેક

સૂર્યના કિરણોમાં પણ એક અલગ જ પ્રકારનું કૌવત છુપાયેલું હોય છે. જ્યાં પ્રસરે ત્યાં આશારૂપી પ્રકાશનો જાદુ ફેલાય જાય છે. વહિદાના ઘર આંગણે સૂર્યપ્રકાશ બરાબર પોતાની માયા પાથરી રહ્યો હતો. બહાર ઓટલા પર બેસી શાકભાજી સમારી રહેલી વહિદાના ગાલ સૂર્યપ્રકાશથી ચમકી રહ્યાં હતાં. પરંતુ હૈયામાં કોઈ ઘેરી વેદના કોરાઈ રહી હોય, તેમ તેના મુખ પર નિરાશા ડોકિયું કરી રહી હતી. હાથમાં પકડેલી તુવેરની શીંગો એની મેળે જ જાણે યાંત્રિક રીતે છોલાતી જતી હતી. વહિદાનું મન તો જાણે કોઈ બીજે જ ઠેકાણે ઉડ્ડયન કરી રહ્યું હતું.

સુખનું સાચું સરનામુ આ રહ્યું.. – હિતેશ રાઠોડ

આ સંસારમાં આપણે મનુષ્ય તરીકે જન્મ ધારણ કરીએ અને પછી ધીમે ધીમે મોટા થતા જઈએ અને શિશુવસ્થાથી શરૂ કરી બાળઅવસ્થા, તરૂણાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા સુધીની નિયતકાલિન સાંસારિક પ્રવૃત્તિઓમાં જેમ જેમ રત થતા જઈએ થઈએ તેમ તેમ દુનિયાદારીની સમજ આવતી જાય છે અને જાણ્યે અજાણ્યે પણ આપણી દરેક પ્રવૃત્તિનો અંતિમ હેતુ તો આર્થિક લાભનો જ રહેતો હોય છે. જેમ જેમ સાંસારિક પ્રવૃત્તિઓમાં ખૂંપતા જઈએ છીએ તેમ તેમ આપણી અંદર એક સમજ દ્રઢ થતી જાય છે કે આર્થિક રીતે સાધન-સંપન્ન થઈશું તો જ આપણે સુખ મેળવી શકીશું. વળી આમ જોવા જઈએ તો આપણી સૌની સુખની પરિભાષા બહુ જ ટૂંકી, સરળ, સાદી, અને તદ્દન સ્વાર્થી હોય છે અને તે એ કે તમે ભણો, ગણો, નોકરી-ધંધો કે કોઈપણ પ્રવૃત્તિ કરો (પછી તે પ્રવૃત્તિ કહેવાતી સેવાની કેમ ન હોય) અંતિમ ઉદ્દેશ તો એ જ હોય છે કે કોઈપણ રીતે પૈસા કમાઓ અને પૈસા ભેગા કરો તો જ આપણે સુખને ખરીદી શકીશું.

ગ્રેફાઇટમાંથી ગ્રેફીન શોધનારાને નોબલ પરિતોષિક – કિશોર પંડ્યા

કાર્બન સર્વવ્યાપી તત્વ હોવા ઉપરાંત તેના વિવિધ સ્વરૂપોને લીધે દિવસે દિવસે પોતાનું મહત્વ વધારતું રહે છે. હીરો અને ગ્રેફાઇટ ખૂબ જાણીતા રૂપો હોવા ઉપરાંત કીમતી પણ બની ચૂક્યા છે ત્યારે કાર્બનનું એક વધારે સ્વરૂપ ફુલેરીન પોતાની ઉપયોગિતા પૂરવાર કરી રહ્યું છે. આમાં હવે કાર્બન અને ખાસ કરીને ગ્રેફાઇટ ઉપર સંશોધન થતાં એક વધારે ઉપયોગી પદાર્થ ગ્રેફીન અંગે વિજ્ઞાનીઓ આશાવાદી બન્યા છે.

સેકન્ડ ચાન્સ – ચિંતન આચાર્ય

વોટ્સએપમાં એક વિડીઓ મેસેજ આવ્યો. કોઈક કવિ જીવ ગરમ ચ્હાનો પ્યાલો હાથમાં લઇને બારી આગળ બેઠા-બેઠા, બહાર પડી રહેલા વરસાદ ઉપર કવિતા સંભળાવી રહ્યા હતાં. સારી હતી કવિતા, ગમી. પણ કોણ જાણે કેમ, મનના એક ખૂણે ઉદાસી ઘેરાવા લાગી. સમજાયું નહિ શું થઇ રહ્યું છે!

ખેર, મારા હાથમાં પણ ચ્હા ભરેલો કપ છે હવે. બંધ બારીના કાચમાં થઇને મે નજર બીજી તરફ નાખી. અફસોસ, બહાર વરસાદ નથી પડી રહ્યો. “એમ પણ દુબઈમાં ક્યાં ખાસ વરસાદ પડે જ છે!” મે માથું ઘુણાવી નાખ્યું એ વિચાર સાથે ચ્હાની એક ચૂસકી મારી.

Copy Protected by Chetan's WP-Copyprotect.