Archive for 2018

પાંચ બાળકાવ્યો – શૈલેષ કાલરિયા ‘દોસ્ત’

આજે પ્રસ્તુત છે શ્રી શૈલેષ કાલરિયા, મુ.પો. જીવાપર, જી. મોરબી ખાતે રહેતા અને શ્રી ચકમપર પ્રા.શાળા, તા.મોરબી ખાતે સરકારી પ્રા.શિક્ષક તરીકે ફરજ બજાવતા બાળસાહિત્યના ચાહક અને સર્જક લિખિત પાંચ બાળકાવ્યો. તેમના પ્રકાશિત પુસ્તકોમાં ‘એકડો લખવાની મજા પડી’ (બાળકાવ્ય સંગ્રહ) ૨૦૧૦; ‘એક હતાં ચકીબહેન’ (બાળવાર્તા સંગ્રહ) ૨૦૧૧; ‘અવનવી બાળવાર્તાઓ’ (બાળવાર્તા સંગ્રહ) ૨૦૧૩ અને ‘આવ્યો એક મદારી’ (બાળકાવ્ય સંગ્રહ) ૨૦૧૬ સમાવિષ્ટ છે. રીડગુજરાતીને પ્રસ્તુત બાળકાવ્યો મોકલવા બદલ તેમનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.

બબુ ગાંડી – સ્વાતિ મેઢ

મનુમાસીના રાજેશની જાન પોળને નાકે આવી પહોંચી. ત્યાં બેન્ડવાજાં તૈયાર હતાં. મોડી સાંજનો સમય હતો. ‘જાન આઈ ગઈ.’ પોળમાં સમાચાર ફેલાઈ ગયા અને પોળનું લગભગ બધું લોક જાનને આવકારવા દોડ્યું. પોળનો છોકરો રાજેશ નયનાને પરણીને આવી ગયો હતો. પોળને નાકેથી મનુમાસીના ઘર સુધી ખાસ્સો મોટો વરઘોડો નીકળ્યો. જાનડીઓએ ગીતો ગાયાં. હોંશે હોંશે વરઘોડિયાં પોંખાયાં. આઇસ્ક્રીમો વહેંચાયા. છેવટે બધું શાંત થયું. ઘરની પરસાળમાં કુટુંબની નજીકની સ્ત્રીઓ વચ્ચે ઘૂમટો કાઢીને નયના બેઠી હતી. એકદમ જ કોઈએ એનો ઘૂમટો ઉઠાવી.લીધો, “કેવી રૂપાળી છે મારી ભાભી,” એવું કાંઈક ન સમજાય એવું બોલીને ઘૂમટો પાછો ઢાંકી ય દીધો. બધાં હસી પડ્યાં.

“બબુ આવું ના કરાય”, મનુમાસી બોલ્યાં, “જા  ભૈ આઇસ્ક્રીમ આલશે.” બબુ ઉઠીને જતી રહી.  “આ બબુડી તે બબુડી જ.” મનુમાસી હેતથી બોલ્યાં.

“કોણ છે આ ગાંડી?” નયના મનમાં બબડી. એને એ જ ઘડીથી બબુ તરફ અણગમો થઈ ગયો.

શકટનો ભાર – કેદાર ભટ્ટ

(મારા મતે કેદારભાઈ ભટ્ટ દ્વારા રીડગુજરાતીને મોકલવામાંં આવેલ પ્રસ્તુત્ વાર્તા એક રૂપક છે, એ ખરેખર કોને ઉદ્દેશીને લખાઈ છે એ વિચારી શકો? ‘શકટનો ભાર’ રીડગુજરાતીને પ્રસ્તુત કરવા માટે મોકલવા બદલ કેદારભાઈનો આભાર, તેમનો સંપર્ક તેમના મોબાઈલ નંબર +૯૧ ૯૯૯ ૮૩૩ ૬૦૬૫ પર થઈ શકે છે.)

આજ સવારથી કામે વળગ્યો હતો તે છેક અત્યારે ઘડીક શ્વાસ લેવા માટે રોકાયો અને જાળાને જોઈને એ વિચારી રહ્યો. આજ પાંચમો દિવસ થયો નવું જાળું બનાવ્યાને. હજી સુધી કોઈ ઘાત આવી નથી અને સારી એવી ઝડપથી કામ થઇ રહ્યું છે. કોઈ અવરજવર, કોઈ જનાવર કે પવનની લહેરખી, કશું જ નહિ. આટલી શાંતિ અને એકાગ્રતાથી કામ થયું છે એટલે એક-એક તાર મજબૂતીથી ગૂંથાયો છે. થોડા થોડા જીવડાં પણ ફસાવા મંડ્યા હતા. જો થોડું વધુ મોટું થઇ જાય તો આખો દિવસ ચાલે એટલે ખોરાક આસાનીથી એમાં ફસાઈ જાય અને આરામથી દિવસો વિતાવી શકાય.

ત્રણ મોજમજાનાં ગીતો – યશવંત મહેતા

આજે પ્રસ્તુત કરેલા આ ત્રણેય મજેદાર બાળગીતો શ્રી યશવંત મહેતાના પુસ્તક ‘મોજમજાનાં ગીતો’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે. ચકલીનું ગીત, ફરફોલો અને ભૂત બનું તો – ત્રણેય ગીતો બાળમનના વિવિધ ભાવ અને વિચારવિશ્વને ઉઘાડી આપે છે. રીડગુજરાતીને પુસ્તક મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર.

સંતકવિ તિરુવલ્લુવર – રજની વ્યાસ

ભારતની દક્ષિણે કન્યાકુમારીથી સમુદ્રમાં વિવેકાનંદ શિલાસ્મારકની પાસે એક ઉત્તુંગ સ્મારક ઊભું છે તે છે સંત તુરુવલ્લુવરની પાર્થિવ સ્મૃતિ. ઉત્તર ભારતમાં જેમ વ્યાસ અને વાલ્મીકિનો મહિમા છે તેવો જ મહિમા અને તેવું જ મહાત્મ્ય છે તમિળ પ્રજામાં તુરુવલ્લુવરનું. ઉત્તર ભારતીય ધર્મગ્રંથોમાં જે મહત્વ રામાયણ – મહાભારતનું છે – લગભગ એવું જ સ્થાન દક્ષિણભારતમાં હતું ‘તિરુ-કુરુળ’નું! કવિએ તેમાં હળવા કટાક્ષ અને સહાનુભૂતિપૂર્વકના ઉપદેશો આપ્યા છે.

Copy Protected by Chetan's WP-Copyprotect.