Archive for 2018

અનુવાદના પડકારો – સુમંત વિદ્વાંસ, અનુ. હર્ષદ દવે

ભાષા આપણાં જીવનનું સહુથી વધારે મહત્વનું પાસું છે. તે માણસો વચ્ચે પરસ્પર સંવાદનું મૂળભૂત માધ્યમ છે. ભાષાનો વૈજ્ઞાનિક અભ્યાસ ભાષા-વિજ્ઞાન કહેવામાં આવે છે. ભાષાનો હેતુ આંતરિક વિચારો અને લાગણીઓને વ્યક્ત કરવાનો, જટિલ અને ગૂઢ વિષયોને સમજાવવાનો, બીજા લોકો સાથે સંવાદ સ્થાપિત કરવાનો, પોતાની ઈચ્છાઓ અને જરૂરિયાતોને પૂરી કરવાનો વગેરે છે. ભાષાનાં મૌખિક, શારીરિક, સાંકેતિક જેવાં ઘણાં રૂપો છે.

એક ધારણા પ્રમાણે વિશ્વમાં લગભગ ૫ થી ૭ હજાર ભાષાઓ છે. તેથી એ સ્વાભાવિક છે કે આ બધી ભાષાઓ શીખવી અને સમજવી કોઈ પણ વ્યક્તિ માટે અસંભવ છે. પણ એકબીજા સાથે સંપર્ક કરવો અને સંવાદ કરવો એ તો બધા માણસો માટેની પ્રાથમિક જરૂરિયાત છે. એટલે કોઈ એવી રીત હોવી જોઈએ કે જેના દ્વારા એકબીજાની ભાષા ન સમજવાવાળા લોકો પણ એકમેક સાથે સંવાદ કરી શકે અને અન્ય ભાષાઓમાં લખેલા પત્રો, સાહિત્ય વગેરેને પણ વાંચી શકે. આ જ છે અનુવાદની ભૂમિકા.

અંતિમ વ્યાખ્યાન – રેન્ડી પાઉશ, કુમારપાળ દેસાઈ

(આજનો પ્રસ્તુત લેખ શ્રી કુમારપાળ દેસાઈના સુંદર પુસ્તક ‘જીવી જાણનારા’માંથી સાભાર. પુસ્તકપ્રાપ્તિની વિગતો લેખને અંતે આપવામાં આવી છે. રીડગુજરાતીને પુસ્તક મોકલવા બદલ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયનો ખૂબ આભાર)

એકાએક ભયાવહ, પ્રાણઘાતક રોગથી ઘેરાઈ ગયેલા માનવી પાસે અતિશય અલ્પ આયુષ્ય બચ્યું હોય, ત્યારે એ શું કરે?

સુખ અને સમૃધ્ધિની પારાકાષ્ડાએ પહોંચેલી જિંદગી પર એકાએક મોતનો કાસદ બારણે ટકોરા મારે, ત્યારે એ શું કરે?

સંપત્તિ અને પ્રસિધ્ધિ પામ્યા પછી જીવનમાં જાહોજલાલીભર્યો સમય ઘરમાં પ્રવેશ કરતો હોય અને એની સાથોસાથ જીવનનો અંત સમય પણ ચોરીછૂપીથી ઘરમાં પ્રવેશતો હોય, ત્યારે શું થાય?

૪૭ વર્ષના અમેરિકાની વિખ્યાત કાર્નેગી મેલન યુનિવર્સિટીના કમ્પ્યૂટર ઈન્ટરેક્શન જેવાં ક્ષેત્રોના નિષ્ણાંત પીએચ.ડી પદવીધારી રેન્ડી પાઉશને એની કામગીરી માટે કેળવણી અને કમ્પ્યૂટર સાયન્સના કેટલાક એવોર્ડો પ્રાપ્ત થયા હતા. ‘કાર્લ રી કાર્લસ્ટ્રોમ આઉટસ્ટેન્ડિગ એજ્યુકેશન એવૉર્ડ’ અને ‘ એવૉર્ડ ફોર આઉટસ્ટેન્ડિગ કોન્ટ્રિબ્યૂશન ટુ કમ્પ્યૂટર એજ્યુકેશન’ અને ‘ફેલો ઓફ ધી એ.સી.એમ’ જેવાં સન્માનો રેન્ડીને પ્રાપ્ત થયાં હતાં કમ્પ્યૂટર સાયન્સના આ અધ્યાપકે એલિસ સોફ્ટવેર પ્રોજેક્ટનું સર્જન કર્યું, તો તેની સાથોસાથ ડિઝની ઈમેજિન્સ સાથે વર્ચ્યુઅલ રિઆલિટી રિસર્ચનો પ્રોજેક્ટ કર્યો. આ વર્ચ્યુઅલ રિઆલિટીની નવી ટૅકનોલોજી ઉપર કરેલા સંશોધનથી પ્રસિધ્ધિ પામનાર રેન્ડી પાઉશે વોલ્ટ ડિઝની જેવી અનેક કંપનીઓના રોમાંચક અને આધુનિક જગતને મંત્રમુગ્ધ કરતા કાર્યક્રમો શક્ય બનાવ્યા હતા.

પાંચ લઘુકાવ્યો – પારસ એસ. હેમાણી

(રીડ ગુજરાતીને પ્રસ્તુત લઘુકાવ્યો પ્રકાશિત કરવાની પરવાનગી આપવા બદલ શ્રી પારસ એસ. હેમાણી (રાજકોટ)નો ખૂબ ખૂબ આભાર. આપ તેમની આવી બીજી રચનાઓ તેમના પુસ્તક ‘આપણી વાત’માં વાંચી શકો છો. આપ તેમનો drhemani@yahoo.com અથવા 9904900059 પર સંપર્ક કરી શકો છો. લેખનક્ષેત્રે તેમને અઢળક શુભકામનાઓ.) 1. એક વાર કવિતા લખતા એમ થયું કે, આ શબ્દને નાણી લઉં, […]

ઘર – ફિરોઝ મલેક

“અરે રિયા! તું તો આખ્ખી ભીંજાઈ ગઈ ને! બહાર બહું વરસાદ પડે છે કે શું?” સામેવાળા ફ્લેટને દરવાજે ડોરબેલ વગાડતી રિયા હજી હમણાં જ કોલેજથી આવી ઊભી હતી. પાણીથી લથબથ શરીર ઠંડીથી ધ્રૂજી રહ્યું હતું. ઠંડીથી ફફડતાં હોઠે તો કશો પ્રતિભાવ આપ્યો નહિ, પરંતુ ભાવવિહીન રુક્ષ ચહેરાએ હકારમાં માથું હલાવી ઉત્તર વાળ્યો. દરવાજો ખૂલતાં જ રિયા ફ્લેટમાં ખેંચાઈ ને દરવાજો ધડામ કરી પછડાયો. જાણે દરવાજો સનતભાઈના આત્મા સાથે પછડાયો. દરવાજા અને રિયાના તિરસ્કૃત વર્તનનો હૃદય પર એવો ધક્કો લાગ્યો કે ધ્રૂજારી આખા શરીરમાં ફેલાઈ ગઈ. સનતભાઈ, એમના પત્ની રંજનબેન કે પુત્ર અને પુત્રવધુ માટે આવી ઘટના કંઈ નવી ન હતી. ફ્લેટમાં આમ પણ સ્વાર્થવૃત્તિ, એકલવાયુ જીવન, કૂપમંડૂક માનસિકતા અને ઔપચારિક વ્યવહાર સાથે જ સંબંધો સચવાતા હોય છે. એમાં રિયાનો કે બીજા કોઈનો પણ વાંક શા માટે કાઢવો?

હસતા’ક્ષર’ – સંં. તરંગ હાથી

એક વિમાન ૪ કલાકથી હવા માં ઉડતું હતું… એનાઉન્સમેન્ટ થયું કે રનવે પર ગાય ભેંસ આવી ગયા છે, લેન્ડ થઈ શકે નહીં… સર્વે મૂંઝવણમાં હતા
જુનાગઢનો મથુર ઉભો થયો પાઇલોટ ને કહે લાવો ટેરિંગ મને દ્યો.. મથુરે વિમાન ..આડી તેડી ..કટ મારી ને સુખ રૂપે લેન્ડ કરાવ્યું.
એનો લોકો એ સત્કાર સમારંભ કર્યો..
પત્રકારે પૂછ્યું સર આપ આ કૌશલ્ય ક્યાં થી મેળવ્યું..??
મથુર શરમાઈ ને બોલ્યો.. “પાંચ વરહ જુનાગઢમા છકડો હકાવ્યો સે..! ઇય પાસો હવેલી ગલી ને માંગનાથની માર્કેટમાં.

Copy Protected by Chetan's WP-Copyprotect.