'અમીછાંટણા' પુસ્તકમાંથી સાભાર. અક્ષરનાદને આ પુસ્તક પાઠવવા બદલ શ્રી કાંતિલાલ કામરિયાનો આભાર. ૧.બહેનની રાખડી (રાગઃ તીખોને તનમનતો ચેવડો) કંકુ ચોખા બ્હેને ચોડ્યા કપાળે, ચોખલે વધાવ્યો વીર રે બેન બાંધે બાંધવને રાખડી સ્નેહ ભરી આ બ્હેનીની રાખડીમાં, ભાવના ભરેલી અપાર રે... બેન બાંધે બાંધવને રાખડી
Yearly Archives: 2018
મિત્ર-મંડળી બરાબર જામી હતી. વાતોના વાણાતાણા ઉકેલાયે જતા હતા. રાજકારણની ડાળ પર બેઠેલી વાત કૂદકો મારીને ભૂત-પ્રેત પર આવે અને એના પરથી શેરબજાર, મોંઘવારી, ફિલ્મો કે સ્કૅન્ડલના ઝાડ પર આવીને બેસે. અત્યારે આ વાત-પંખી ‘અકસ્માત’ના ઝાડ પર બેઠું હતું. “…પછી તો માણસોનું ટોળું એકઠું થઈ ગયું. એના જ સ્કૂટર પર બેસાડીને કોઈ એને ડૉક્ટરને ત્યાં લઈ ગયું અને ત્યાંથી એને ઘેર…” “મારે પણ એક વાર એવું થયું હતું. હું એક અગત્યના કામે ગાંધીનગર જતો હતો. બપોરે ચાર વાગે મિનિસ્ટર જોડે મિટિંગ કરવાની હતી. હું તો ઘેરથી વહેલો નીકળી શાંતિથી સ્કૂટર ચલાવતો જતો હતો, પણ મારી આગળના એક સ્કૂટર પર એક યંગ-કપલ જતું હતું. નવાં નવાં પરણેલાં હશે તે યુવતી યુવકને એવી રીતે ચિપકીને બેઠેલી કે કોઈને એમની અદેખાઈ આવે.
ડૉક્ટર સાહેબ તમે ચર્મરોગ નિષ્ણાત કેમ બન્યા? એમાં ત્રણ ફાયદા છે. ચર્મ રોગી અડધી રાત્રે જગાડી પજવતા નથી, દર્દી મૃત્યુ પામતો નથી એટલે અપયશ મળતો નથી અને ચર્મ રોગનો ઇલાજ બહુ લાંબો ચાલે છે. *** ક્રિકેટનો સટ્ટો સાવ નક્કામો... હું કાલે રૂ.૨૦૦૦/- હારી ગયો. મને એમ કે ભારત જીતી જશે એટલે રૂ.૧૦૦૦/- નો દાવ ખેલ્યો હતો. તું તો કહે છે કે તેં રૂ.૧૦૦૦/- લગાડ્યા હતા તો ૨૦૦૦ કેવી રીતે હારી ગયો? બીજા ૧૦૦૦ હાઇલાઇટ્સમાં લગાડ્યા હતા.