હાસ્યનો હોજ.. – સં. તરંગ હાથી

[રીડગુજરાતીને આ રમૂજોનું સંકલન મોકલવા માટે શ્રી તરંગભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427605204 અથવા તેમના આ ઈ-મેલ taranghathi@gmail.com પર સંપર્ક કરી શકો છો. રીડગુજરાતીમાં તેમનું ફરી હાર્દિક સ્વાગત છે.]

***

‘ડૉક્ટર સાહેબ તમે ચર્મરોગ નિષ્ણાત કેમ બન્યા?’
‘એમાં ત્રણ ફાયદા છે. ચર્મ રોગી અડધી રાત્રે જગાડી પજવતા નથી, દર્દી મૃત્યુ પામતો નથી એટલે અપયશ મળતો નથી અને ચર્મ રોગનો ઇલાજ બહુ લાંબો ચાલે છે.’

***

‘ક્રિકેટનો સટ્ટો સાવ નક્કામો… હું કાલે રૂ.૨૦૦૦/- હારી ગયો. મને એમ કે ભારત જીતી જશે એટલે રૂ.૧૦૦૦/- નો દાવ ખેલ્યો હતો.’
‘તું તો કહે છે કે તેં રૂ.૧૦૦૦/- લગાડ્યા હતા તો ૨૦૦૦ કેવી રીતે હારી ગયો?’
‘બીજા ૧૦૦૦ હાઇલાઇટ્સમાં લગાડ્યા હતા.’

***

નવવધૂએ પોતાના પતિને પૂછ્યું : ‘પ્રિયે શાહજહાંએ એની બેગમ માટે તાજમહેલ બનાવ્યો હતો. તમે મારા માટે શું બનાવશો?’
‘આધાર કાર્ડ’

***

‘બેટા ગઈકાલે મેં તને ગણિતના દાખલાનું હૉમવર્ક કરવામાં મદદ કરી હતી. તેં સ્કૂલમાં ટીચરને એ કહી તો નથી દીધું ને?’
‘પપ્પા, મેં સાચી વાત સરને જણાવી જ દીધી.’
‘એમ? તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે… પછી તારા ટીચરે શું કહ્યું?’
‘એમણે કહ્યું કે દાખલા બધા ખોટા જ ગણી લાવ્યો છે પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને નહીં આપું !!’

***

એક મૂરખના સરદારે મોબાઈલ પાણીમાં નાખ્યો અને બોલવા લાગ્યો, ‘આવ જલદી આવ.’
એક રાહદારી : ‘એમ કંઈ પાણીમાં નાખેલો મોબાઈલ પાછો આવતો હશે?’
મૂરખનો સરદાર : ‘શું કામ ન આવે? ડોલ્ફિન છે !’

***

પ્રેમી (ભાવથી) : ‘તું જ મારી કવિતા ને તું જ મારી નવલિકા, તું જ મારી પ્રેરણા ને તું જ મારી રચના છે !’
પ્રેમિકા : ‘તું જ મારો રમેશ, ને તું જ મારો મુકેશ ! તું જ મારો હિતેશ, ને તું જ મારો મિતેશ છે !!’

***

રમેશ તથા રમા પ્રેમીઓ હતા… રમા રમેશના વખાણ કરતાં…
રમા: પપ્પા, તમે રમેશને જોશો કે તરત જ તે તમને મારા માટે ખૂબ જ પસંદ આવી જશે.
પપ્પા: એમ! તેની પાસે પૈસા કેટલા છે?
રમા: કમાલ છે! રમેશ પણ ઘડી ઘડી આવો જ સવાલો પૂછે છે. તે પૂછે છે કે, ‘તારા પપ્પા પાસે કેટલાં પૈસા છે?’

***

રતના: તું રોજ મારે ત્યાં જ ભીખ માગવા કેમ આવસ?
ભીખારી: મારા ડોક્ટરે કહ્યું છે માટે.
રતના: તારા ડોક્ટરે શું કહ્યું છે?
ભીખારી: તું હમણાં ફિક્કી મસાલા વગરની રસોઈ લેજે.

***

સંતા સદરો ખરીદવા માટે એક દુકાનમાં ગયો.
સંતા : આ સદરાની શું કિંમત છે?
દુકાનદાર : ૩૫૦ રૂપિયા.
સંતા : અરે ભાઇ, ડેઇલીવેર બતાવો, પાર્ટીવેર નહી.

***

સંતા : બંતા, એક ખેતરને ૬ મજૂર બે દિવસમાં ખેડે છે તો ૩ મજૂર કેટલા દિવસમાં ખેડશે?
બંતા : તું ગાંડો થઇ ગયો છો? એક વાર ખેડેલું ખેતર બીજી વાર કેમ ખેડે?

***

સંગ્રહાલયનો ઇંચાર્જ : (ગુસ્સામાં સંતાને) તને ખબર છે તે જે મૂર્તિ તોડી છે તે પાંચસો વર્ષ જુની હતી?
સંતા : ઓ….હાશ મને એમ કે નવી હતી.

***

સંતા : (બંતાને) મારી બાજુમાં બેઠેલ છોકરી રેડીયો એનાઉંસર છે.
બંતા : તને કેવી રીતે ખબર પડી?
સંતા : મેં તેને સમય પૂછ્યો તો મને કહે દસ વાગ્યાને પંદર મિનિટ અને બાવીસ સેકંડ થઇ છે.

***

સંતાએ એક કંપની જોઇન કરી ને તરત ફોન ઉઠાવી ને કેંટીનમાં રૂઆબ સાથે ઓર્ડર આપ્યો : એક કોફી લઇને આવો. જલદી.
સામે કોઇએ કહ્યું તમે ખોટો નંબર લગાવ્યો છે મહેરબાન, તમને ખ્યાલ છે તમે કોની સાથે વાત કરો છો?
સંતા : મને એ નથી ખબર પણ તમને એ ખબર છે કે હું કોણ બોલું છું?
એમ.ડી. : ના નથી ખબર..
સંતા : તો ઠીક.

***

ચમન : મને લોકોની વાતો ઉપરથી એવો અન્દાજ છે કે હું ઘરડો થતો જાઉ છું
ગગન : અરે નિરાશ કેમ થાય છે તું ક્યાં હજી ઘરડો છે. પણ તને એમ કેમ લાગે છે?
ચમન : લોકો પહેલાં મને કહ્યા કરતા હતા કે તમે લગ્ન કરી લો અને હવે કહે છે કે તમે લગ્ન કેમ ન કર્યા?.

***

છગનના મોબાઈલ પર મેસેજ આવ્યો :
‘….આથી અમેરિકન એમ્બસી દ્વારા તમામ ગુજરાતીઓને ખાસ જણાવવાનું કે, કૃપયા H1N1 માટે એપ્લીકેશન ન મોકલશો. એ વિઝા નથી….’

***

શિક્ષિકા : ‘મનિયા, તારા પિતાનું નામ વાપરીને અંગ્રેજી વાક્ય બનાવ.’
મનિયો : ‘માય ફાધર્સ નેમ ઈઝ બટર રેડ ગવર્મેન્ટ.’
શિક્ષિકા : ‘આ શું કહે છે? તારા પિતાનું નામ બટર રેડ ગવર્મેન્ટ છે?’
મનિયો : ‘તમે અંગ્રેજી કીધું ને એટલે એમનું નામ અંગ્રેજીમાં બોલ્યો. બાકી એમનું નામ ગુજરાતીમાં ‘નવનીતલાલ સરકાર’ છે.

***

પોલીસ : ‘કેમ અલ્યા, તું જાણતો નથી કે ભીખ માગવી એ ગુનો છે?’
ભિખારી : ‘પણ સાહેબ, મેં ભીખ માંગી જ નથી, મેં તો વરસાદ આવે છે કે નહિ તે જોવા માટે હાથ લાંબો કર્યો’તો. અને તેણે મારા હાથમાં રૂપિયો મૂકી દીધો !’

***

શિક્ષક : મનિયા, મારા ગુજરાતી વાક્યનો અંગ્રેજીમાં તરજુમો કરી બતાવ “શિવાજી લડતા લડતા રંગમાં આવી ગયા.”
મનિયો : શિવાજી ફાઇટ ફાઇટ કેમ ઇન ટુ ધી કલર.

***

સંતા : પ્રેમ વ્યક્ત કરવાની સહુથી સારી જગ્યા કઇ છે?
બંતા : મંદિર.
સંતા : કેમ?
બંતા : કારણકે ત્યાં છોકરી ચંપલ બહાર ઉતારી ને આવે છે.

***

સંતા : એક છોકરી મને જોઇને હસી રહી છે.
બંતા : જરા ધ્યાન થી જો… હસીને જોઇ રહી છે કે જોઇ ને હસી રહી છે.

***

પતિ : જો ભારત દેશની સરકારની લગામ મારા હાથમાં આવે તો હું દેશની તકદીર બદલી નાખીશ.
પત્ની : પહેલાં તમારો પાયજામો બદલો, સવારથી ઉંધો પહેર્યો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “હાસ્યનો હોજ.. – સં. તરંગ હાથી”

Copy Protected by Chetan's WP-Copyprotect.