એક સાંજે હું જુહુ ચોપાટી તરફ ફરવા ગયેલી; અચાનક જ મારી નજર નવા બંધાયેલા એક બંગલા પર પડી, એનું નામ ‘નિરાંત’ હતું. એમ તો ‘આશિયાના’, ‘પરિતોષ’, ‘ઘરોંદા’, ‘બસેરા’ એવા ઘણાં નામ વાંચવામાં આવ્યા, પણ ‘નિરાંત’ નામે મારા દિલને જીતી લીધું. એ ઘર બનાવનારને એમાં વસીને નિરાંતની સુંદર અનુભૂતિ થઈ હશે, તેથી જ કદાચ એ નામ રાખ્યું હશે. નિરાંત શબ્દ વિશે વિચારતાં જ મારું રોમરોમ પુલકિત થઈ ઉઠે છે. આકાશે ઉડતા વિહંગો સાંજ પડે પોતીકા માળામાં પહોંચવા કેવા ઉતાવળા હોય છે? પશુઓ પણ ગોરજ ટાણે પોતાના વાડા કે નેસ તરફ પાછાં ફરે છે ત્યારે તેમની ઘુઘરિયાળી ચાલમાં વર્તાતો ઉમંગ, ધ્યાનથી જોજો. તમારાં દિલનાં તાર પણ રણઝણી ન ઊઠે તો કહેજો ! સ્વાભાવિક છે દિવસભરની હડિયાપટ્ટી પછી માણસ પણ પોતાના ઘરે પહોંચી નિરાંત મેળવવા ઉતવાળો થાય જ, એટલે જ તો જે કહેવાયું છે તે સાચું જ છે કે ‘ધરતીનો છેડો ઘર’. જ્યાં વસવાથી જીવને પરમ શાંતિ, આરામ, પ્રેમ અને લાગણીભીની એક છત મળતી હોય, તેનાથી થોડા દિવસ પણ વિયોગ સહન કરવાનો આવે તો એને ઘર ઝુરાપો સતાવવા લાગે છે, દુનિયાના કોઈ પણ હસીન છેડે તે રહેતો હશે તોયે તેને થાય જ કે 'ક્યારે ઘરભેળો થાવ ને નિરાંતનો શ્વાસ લઉં !'
Monthly Archives: March 2018
(‘અખંડ આનંદ’ સામયિકના જાન્યુઆરી, ૨૦૧૮ના અંકમાંથી સાભાર) ઘડિયાળમાં બેના ડંકા પડ્યા. વાસુને આજે ઊંઘ આવતી નહોતી. વંદના અને ચૌદ વર્ષની દીકરી પિન્કી આજે જ વેકેશન માણવા વડોદરા ગયાં હતાં. વાસુનો શ્વસુરપક્ષ ખમતીધર હતો. દરેક વેકેશનમાં મા દીકરી દસેક દિવસ માટે તેમને ત્યાં અવશ્ય જતાં. વાસુને સરકારી નોકરી હતી. વીસ વર્ષની […]
છેલ્લાં દસ વર્ષથી ભારત જવાનું કોઈ ખાસ કારણ ન હતું, માબાપ કે ભાઈબેન કોઈ રહ્યું ન હતું છતાં પણ જન્મભૂમિ પ્રત્યેનું આકર્ષણ ક્યારેય ઓછું નથી હોતું. સાસરી પક્ષનાં સગાંઓ ઘણા વખતથી બોલાવી રહ્યાં હતાં. તે ઉપરાંત ઘણા બધા સંબંધીઓ તથા વિશાળ મિત્રવર્તુળને શાંતિથી મળવાની ઈચ્છા ઘણા વખતથી હતી. પરંતુ અમેરિકાની નોકરી, બાળકો, ઘરની જવાબદારીઓ, પતિનો આવવા જવાનો સમય, બાળકોનું ભણતર એમાંથી ભારત આવવાનો સમય જ મળતો ન હતો. આ વખતે દસ વર્ષ બાદ નોકરીમાંથી લાંબી રજા પણ મળી ગઈ હતી. બાળકો પણ મોટા થઇ ગયા હતા. તેથી જ મેં નક્કી કરેલું કે આ વખતે ભારત જઈ મિત્રો, સબંધીઓ બધાંને મળવું.
(‘અખંડ આનંદ’ સામયિકના જુલાઈ, ૨૦૧૭ના અંકમાંથી સાભાર) ‘અકેલે હૈ, ચાલે આઓ, જહાં હો, કહાં આવાજ દું તુમકો કહાં હો.’ દૂર ક્યાંક વાગતા ગીતને સાંભળીને પરાગનું હૃદય ભરાય આવ્યું. તેને સવારથી જ એકલાપણું લાગી રહ્યું હતું. કોઈ કામમાં મન લાગતું નહોતું. રવિવાર હોવાને લીધે તે ક્યાંય ફરવા નીકળ્યો નહોતો. ઘેર જ બેસી રહ્યો હતો. ઘર, હા, ઘર કહે તો કોને કહે? પરંતુ શું ચાર દીવાલો, બારીઓ અને દરવાજો તથા એક છત હોય તેવા ઘરને ઘર કહેવાય? આ ઘર કેવું હતું? જ્યાં સ્મશાન જેવી શાંતિ હતી. ન ક્યાંય પિન્કીનો અવાજ કે પલ્લવીની બોલચાલ ! પરાગને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ અજાયબ ઘરમાં આવી ગયો હતો. ક્યાં ગઈ ઘરની ચહલપહલ? શું કોઈ રજાનો દિવસ કદી આવો નીરસ વીત્યો હતો? કદાચ કદી નહિ.
(‘અખંડઆનંદ’ સામાયિકના ડિસેમ્બર ૨૦૧૭ના અંકમાંથી સાભાર) “ગૌરી બેઠક્ખંડમાં આવ. આપણે સાથે ચા લઈશું, વળી મારે તને એક ખાસ આમંત્રણ આપવુ છે.’ અમદાવાદ ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજશ્રી ગંગાપ્રસાદે કહ્યું. ચાના બે ક્પ સાથે ગૌરી બહાર આવી, બેઠીને અચકાઈને પૂછયું, ‘શું વાત છે ? આજે નાખુશ છો, એક મનની વાત કહુંઃ તમને નાખુશ જોઈને હું પણ નાખુશ થાઉં છું. બોલો શાનું આમંત્રણ છે?’ “ડીયર, આજે કોર્ટમાં મારી સામે એક ખેદજનક કેઈસ આવવાનો છે. તારે લોક બેઠકમાં આવી ને બેસી જવાનું છે. દાંપત્યજીવનની કરુણતાના દર્શન થશે. તું તૈયાર થઈ ને તારી રીતે બરાબર દસ વાગ્યે કોર્ટમાં પ્રેક્ષકવિભાગમાં બેસી જજે. તારો પરિચય કોઈને ન થઈ જાય તેની સાવધાની રાખજે.”
અથર્વ બહાનુ બતાવીને પાર્ટીમાંથી વહેલો નીક્ળી ગયો. એને આખી રાત ઊંઘ પણ ન આવી. બીજે દિવસે માથું ભારે લાગતા એ ઓફિસ પણ ન જઈ શક્યો. વિચારોમાં અર્ધપાગલ થઈ ચૂકેલ અથર્વ નક્કી કરી જ નહોતો શક્તો કે ‘હું જે જાણુ છુ તે વાત મારે હવનને કહેવી જોઈએ કે નહીં? જો હું જે જાણું છું એ વાત હવનને જણાવીશ તો આ નવદંપતિના જીવનમાં ભૂકંપ પણ આવી શકે. લગ્નવિચ્છેદન પણ થઈ શકે.. એક હસતી-રમતી દુનિયાની નાવ પણ ડૂબી શકે. જો હું નહીં કહું તો મિત્રને અંધકારમાં રાખ્યાનો અફસોસ થશે. મિત્રતા ન નિભાવ્યાનો બોજ હું જીરવી નહિ શકું.’
એક મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ. બહું જ દુઃખી થતા થતા પોલીસને કહ્યું: સાહેબ મારા પતિ બે દિવસથી ઘંટીએ ઘંઉ દળાવવા ગયા છે. આજ સુધી પાછા નથી ફર્યા" પોલીસ: "તો બહેન તમે અત્યાર સુધી શું કર્યું?" મહિલા: "શું કરું સાહેબ પરમ દિ' મગ-ભાત બનાવ્યા, કાલે બટાટા પૌંઆ અને આજે મને નહોતી ભાવતી તો ય ખીચડી મૂકીને આવી છું."
તબીબી વ્યવસાય દરમિયાન દર્દીઓની કેટલીક વિચિત્ર માન્યતાઓનો ખ્યાલ આવ્યો. ઘણા દર્દીઓ એવું માનતા હોય છે કે ડૉક્ટરે નિયત કરી આપી હોય તે કરતા વધારે દવા લેવાથી રોગ ઝડપથી ભાગે, પણ આ માન્યતામાં દમ નથી. ડૉક્ટરો દર્દીને જરુરી દવા જ આપતા હોય છે. ડૉક્ટરની ભલામણ વગર વધારે દવા લેવાથી લાભને બદલે નુકસાનની સંભાવના અનેકગણી વધી જાય છે. ઘણા દર્દીઓ એક રોગના ઈલાજ માટે એલોપથી, આર્યુર્વેદ અને હોમિયોપથી વગેરેની દવાઓ એકસાથે લેતા હોય છે. આવા દર્દીઓ સવારના પહોરમાં નાસ્તો કરવા બેઠા હોય તેમ જુદાં જુદાં પડીકાં ખોલીને દવાઓ આરોગતા જોવા મળે છે.