હાસ્યનું હુલ્લડ.. – સં. તરંગ હાથી

સસરા : (ફોન પર) હેલ્લો …જમાઇરાજા શુ કરો છો???
..સહન ..

***

પોલીસ :
“આટલો બધો દારૂ પીવાનું કોઈ કારણ?”
ભૂરો : “મજબૂરી.. સાહેબ.. મજબૂરી..”
પોલીસ : “એમાં વળી કઈ મજબૂરી..?”
ભૂરો : “સાહેબ.. બોટલનું ઢાંકણ ખોવાઈ ગયુ હતું..”

***

ભીખા બીડી નો પીવાય કેન્સર થાય..
ભીખો : ગુરુજી હું તો વરસાદ પડે ઈ હાટુ બીડી પીવુ સુ..
મૂર્ખ પ્રાણી બીડી અને વરસાદ ને શુ લેવાદેવા ??
ભીખો : હું બીડી પીવુ.. ધુમાડો થાય.. ઈ આકાશમાં જાય.. એનાં વાદળ બને.. એમાં પાણી ભરાય.. અને પસી વરસાદ વરસે..
ગુરુજી વિચારમા પડી ગયા… આને મારવો કે આનું સન્માન કરવું?

***

એક મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ.
બહું જ દુઃખી થતા થતા પોલીસને કહ્યું: સાહેબ મારા પતિ બે દિવસથી ઘંટીએ ઘંઉ દળાવવા ગયા છે. આજ સુધી પાછા નથી ફર્યા.”
પોલીસ: “તો બહેન તમે અત્યાર સુધી શું કર્યું?”
મહિલા: “શું કરું સાહેબ પરમ દિ’ મગ-ભાત બનાવ્યા, કાલે બટાટા પૌંઆ અને આજે મને નહોતી ભાવતી તો ય ખીચડી મૂકીને આવી છું.”

***

પત્ની: તમને આ શર્ટ સરસ લાગે છે…
પતિ: તું ગમે એટલી ચાપલુસી કર, પણ નવી સાડી તો નહીં મળે….
પત્ની: માત્ર શર્ટ જ સારૂં લાગે છે, સ્વભાવમાં તો કોઇ જ ફેર નથી…….

***

એક ગુજરાતણ બીજી ગુજરાતણને: “મારા હસબન્ડનું હાર્ટનું ઓપરેશન કરવાનું છે. પેલી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ કેવી રહેશે?”
બીજી ગુજરાતણ: “બેકાર છે. ત્યાંની કેન્ટિનમાં પંજાબી ડીશો ઠેકાણા વગરની છે અને ચાઇનિઝ તો મળતું જ નથી, બોલો!”

***

ઇ કાલે સાંજે….
ભેળ ખાતા ખાતા આંખોમાં ઝળઝળિયાં આવી ગયા…
ભૈય્યાજીએ પૂછ્યું: મરચાં વધારે પડી ગયા?
મેં કહ્યું: ના ભાઇ ના… બધા મિત્રો ભેળ ખાઈને ભાગી ગયા!

***

વહેલી સવારે કસરત માટે સાયકલીંગ શરૂ કર્યું…
તો…
સામે મળતા લોકો પૂછવા લાગ્યા.. કયું છાપું નાખો છો?

***

જમાઇ જમવા બેઠા, સાસુએ પૂછ્યું : “ખીર આપું કે શીરો?”
મે કહ્યુંઃ “કેમ? ઘરમાં એક જ વાટકી છે?”

***

એક મહિલા: “મારી પાસે બંગલો છે, ગાડી છે, અઢળક ઘરેણાં છે તારી પાસે શું છે?”
બીજી મહિલા: “મારી પાસે લગ્ન પહેલાના ડ્રેસ છે જે હજી પણ મને માપોમાપ થાય છે.”

***

જેના બેસવાથી સોફા ૬ ઇંચ દબાઇ જતા હોય…
એવી સન્નારીઓ સ્ટેટસ રાખે કે
‘મુજે પલકોં મે બીઠા લે સજના..’
આમાં સજના શું હાલત થાય?

***

છોટુ : મમ્મી તમે મને ખોટું કહ્યું હતું.
મમ્મી : I told you every time speak in English.
છોટુ : Ok mom you laid to me.
મમ્મી : When my son?
છોટુ : U said that my younger sister is an angel
મમ્મી : Yes, she is
છોટુ : So why did’nt she fly when I threw her from balcony.
મમ્મી : ડોબા, બુદ્ધિના બારદાન, ક્યાં ફેંકી છોકરી ને?
છોટુ : Relax mom… was just checking if you still talk in English with me.

***

પત્નીઃ તમે કોઈ પણ બાબતમાં તરતજ sorry ન કહો.
પતિઃ કેમ?
પત્નીઃ ઝઘડવાનો મૂડ ખરાબ થઈ જાય છે, અને અમારે આખા દિવસની ખીજ કોની ઉપર ઉતારવી?

***

પતિ (ગુસ્સામાં): “કેટલી વાર કીધું છે, રસોઈ કરતી વખતે મોબાઈલમાં ડાચું રાખીનેને નો બનાવતી જા.. દાળમાં નથી હળદર નથી મીઠું કે નથી મરચું કે મસાલો મોરી ફૂસ પાણી જેવી છે..
પત્ની (વેલણનો ઘા કરીને): “કેટલી વાર કીધું મોબાઇલમાં ડાચું ઘાલીને ન જમો, રોટલી સાથે પાણી ભરેલ ગલાસમાં ચમચી નાખીને પીવો છો..”

**

સીતા: આજ માથામાં બહુ હેવીપન ફિલ કરી રહી છું.
ગીતા: હેવીપન એટલે??
સીતા: ભારીનેસ
હિંદી અને અંગ્રેજી બન્નેનો આત્મા તડપી ઉઠ્યો.

***

દર્દી: “ડોક્ટર સાહેબ, મને મારી પત્ની બોલે છે તે ન સંભળાય એવી દવા આપો, બહુ માનસિક ત્રાસ આપે છે..”
ડોક્ટર: “તમને શું લાગે છે? મને શોખ છે રવિવારે દવાખાનું ચાલુ રાખવાનો…”

***

ઘડિયાળ તો રોલેક્ષની જ જોઈએ,
બાકી રાડો તો ઘરવાળી રોજ નાખે જ છે !!

***

સદાબહાર લોકો જીવનમાં
ઘણા સુખી હોય છે…
કારણકે
તે સદા બહાર જ હોય છે
ઘરમાં રહે તો મગજમારી થાય ને…

***

એક ભાઈ (સગાને ફોન પર)- “આપણે કલ્પેશનું નક્કી કર્યુ…”
સગો- “good news. સરસ. કેવા છે સામેવાળા…?”
ભાઈ- “એકદમ આપણાં જેવા…”
સગો- ‘લે, તોય કર્યું?”

***

ડોક્ટર: “જ્યારે તમને ફ્રસ્ટ્રેશન આવે ત્યારે શું કરો?”
પેશન્ટ: “મંદિરે જાઉં..”
ડોક્ટર: “અચ્છા.. શાંતિ મેડિટેશન કરતા લાગો છો..‌‌ એમ ને?”
પેશન્ટ: “ના ના, હંધાય બુટ-ચંપલ મિક્સ કરી નાખું પછી શાંતિથી બેઠો બેઠો જોયા કરું.”

***

હાલ લગ્નપ્રસંગોમાં સેલ્ફીનો ક્રેઝ જોતા
હવે કંકોત્રીમાં પણ છપાવવું પડશે.
સેલ્ફી સમયઃ સવારે ૯ થી ૧૦ (સેલ્ફી સ્ટિકની વ્યવસ્થા રાખી છે)

***

જજ: તે તારી પત્નીને છેલ્લા ૧૦ વર્ષથી ડરાવી, ધમકાવીને દાબમાં રાખી છે…!
છગન: સાહેબ એમાં વાત એવી છે કે…
જજ: મારે સફ઼ાઇ નથી સાંભળવી… રીત શિખવાડ…

***

રઘલાને જોવા છોકરીવાળા આવ્યા હતા
ઘરે બધા ચા-નાસ્તો કરતા હતા ને..
સોસાયટીના નાના બે ત્રણ ભુલકા ઘરમાં આવી ગયા..
“રઘુકાકા રઘુકાકા… કાલ રાતે અગાશીએ જે બોટલ ખાલી કરી ઈ આપોને! અમારે રોકેટ ફોડવાસ”
મહેમાન રોકેટની જેમ ગયા..

***

ટ્રેનમાં પિતાએ ખારીસીંગ વેચી રહેલા યુવક સામે આંગળી ચીંધી પુત્રને કહ્યું, “ભણીશ નહી તો આ અભણની જેમ સીંગ વેચવી પડશે!”
ફેરિયો:”એય ડોહા.. અભણ કોને કહે છે? Engineering કરેલું છે!”

***

ટીચર: “મન્કીનો સ્પેલીંગ બોલ.”
સ્ટુડન્ટ: “એમ. ઓ. એન. કે. ઈ. વાય.”
ટીચર: “ચોપડીમાંથી જોઈને બોલ્યો?”
સ્ટુડન્ટ: “ના, તમારી સામે જોઈને બોલ્યો.”
(બંને જવાબો સાવ સાચા હોવા છતાં ટીચરે એને આખો પીરીયડ ઊભો રાખ્યો…!!!).

– સં. તરંગ હાથી

Leave a Reply to Gayatri karkar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “હાસ્યનું હુલ્લડ.. – સં. તરંગ હાથી”

Copy Protected by Chetan's WP-Copyprotect.