'રાઠોડ સાહેબ ગમે તે કરો પણ રોહન વિરુદ્ધ કોઈ કેસ દાખલ ન થવો જોઈએ, પૈસાની ફિકર નહિ કરતાં કોઈનું પણ મોઢું બંધ કરવા. જે રકમ કહેશો તે મળી જશે પણ તમે મેનેજ કરી લેજો.' સોહનલાલના અવાજમાં એક અહંકાર હતો પણ ક્યાંક ને ક્યાંક ઝીણી કંપારી પણ હતી. ઇન્સ્પેક્ટર રાઠોડ તેમના ખાસ મિત્ર હતા, તેમણે કહ્યું, 'જુઓ સોહનલાલ, હજી સુધી કોઈ કંપ્લેન કરવા આવ્યું નથી અને આમ પણ તે સમયે ત્યાં અંધારું હતું એટલે કોઈએ રોહનને જોયો પણ ન હોય, આ તો અમારો એક ટ્રાફિક કોન્સ્ટેબલ ડ્યૂટી પતાવીને નીકળતો હતો, ને તેણે રોહનની કારને પેલી છોકરી સાથે ટક્કર મારી ભાગતા જોઈ લીધી, ને નંબર પણ નોટ કરી લીધો.
Monthly Archives: April 2018
ઘણા વખત પહેલાં વાંચેલું એક વાક્ય આજે આ લેખ લખવાનું નિમિત્ત બન્યું છે. દિવાળીના દિવસોમાં પરસ્પર શુભેચ્છાઓ મોકલીએ છીએ ત્યારે એમાં સતત સંપત્તિ, લક્ષ્મી, વૈભવ, ધન, ઐશ્વર્ય આ બધા શબ્દો ઢગલા મોઢે ઠાલવીએ છીએ. આ બધા વચ્ચે ઘણા વખત પહેલાં વંચાયેલું એક વાક્ય અચાનક ગોઠવાઈ ગયું. આ વાક્ય આજે શબ્દશઃ તો યાદ નથી પણ ભાવ કંઈક આવો હતો. જો તમે ઈચ્છતા હો કે તમારાં સંતાનો તમને તમારા મૃત્યુ પછી પણ યાદ રાખે તો તમે એક કુટિર બંધાવજો. જો તમે એવું ઈચ્છતા હો કે તમારાં પૌત્ર-પૌત્રીઓ પણ તમને તમારા મૃત્યુ બાદ સંભારે તો તમે ઈંટ, ચૂનાનું એક પાક્કું મકાન બંધાવજો અને જો તમે એવું ઈચ્છતા હો કે તમારાં પ્રપૌત્રો,પ્રપૌત્રીઓ પણ તમને સંભારે તો તમે એક કિલ્લો ચણાવીને ગામ વસાવજો. પણ જો તમે એવું ઈચ્છતા હો કે તમારા વંશજો તમને કાયમ યાદ રાખે તો તમારે એક પુસ્તક લખવું જોઈએ.
‘ગયા જનમમાં જરૂર તું સાઉથ ઈન્ડિયન હોઈશ.’ એવું મને ઘણાંએ કહ્યું છે. મારા સાઉથનાં વ્યંજનો પ્રત્યેનો પ્રેમ જોઈને જ મારા મિત્રોએ મને આવું કહ્યું છે. એમાં પણ ઈડલીનું નામ આવતાતો હું સઘળું ભૂલી જઊં. બચપણથી મને ઈડલી-સાંભાર ખૂબ જ ભાવે. મારી શાળામાં એક બહેન બપોરની રીસેસમાં ઘરનો બનાવેલો ગરમ અને સૂકો નાસ્તો લઈને આવતા. કોઈ દિવસ એ ગરમ નાસ્તામાં ઈડલી પણ લાવતા. અને તે દિવસે આપણે એ ઈડલીતો ખાવાની જ. એના માટે હું હંમેશા પૈસા બચાવીને રાખતી. ૨ રૂપિયામાં નાની સ્ટીલની ડીશમાં ઈડલી અને ગુજરાતી તીખી દાળ આપતા. આજે પણ જ્યારે હું ઈડલી-સાંભાર ખાઉં છું ત્યારે એ દાળને અચૂક યાદ કરું છું. મારી મમ્મી પણ રસોઈકળાની નિષ્ણાંત, ઉપરથી મારા એક માસી તમિલનાડુમાં રહે છે. તેથી મમ્મીનો ઈડલી-ઢોસામાં હાથ જામી ગયેલો. એટલે મહિનામાં એકાદવાર ઈડલી-સાંભાર-ચટણી તો અચૂક જ ખાવા મળે.
ઘર ચકલીએ દુનિયાના મોટા ભાગના પ્રદેશોમાં જોવા મળતું અને સદીઓથી માનવ સાથે સંકળાયેલું પક્ષી છે. જે વિશ્વભરમાં એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને અમેરિકા ખંડમાં બધે જ જોવા મળે છે. માનવ વસ્તી સાથે હળી-મળી ગયેલું આ પક્ષી હંમેશા પ્રસન્નચિત્ત રહી આપણી આસપાસનું વાતાવરણ પણ પ્રફુલ્લિત કરી નાખે છે. ચકલી વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારનાં નામથી ઓળખાય છે. દા.ત., હિન્દી ભાષી તેને ગૌરૈયા, તામિલનાડુ અને કેરાલીયન લોકો તેને કુરુવી, તેલુગુમાં તેને પીચુકા, કન્નડમાં તેને ગુબ્બાચેહી, મહારાષ્ટ્રીયન તેને ચિમની, જમ્મુ કાશ્મીરમાં તેને ચેર, પંજાબીઓ ચૈર ઇન અને ગુજરાતીઓ તેને ચકલી કહે છે. બાળપણમાં સૌથી પહેલા જોયેલું, ઓળખેલું તેમજ સવારના સમયે ચીં... ચીં... એવા ગુંજનાદ વડે વાતાવરણને ગુંજવી દેતું પક્ષી એટલે ચકલી