Archive for June, 2018

ત્રણ અછાંદસ – રાજુલ ભાનુશાલી

તુ કબૂલ કેમ નથી કરી લેતો કે

તે-
અહિ મોકલતા પહેલા
બધાને ‘ખુશ’ રાખવાવાળો વાઈરસ મારી અંદર ઇન્જેક્ટ કરી દીધો છે
અને એ હવે એટલી હદે ફેલાઈ ગયો છે કે.

ઘીનો દીવો – ડો. ચંદ્રકાન્ત મહેતા

‘શુદ્ધિ, મારાં કપડાં બદલવામાં મને મદદ કર, હમણાં વર્ચસ્વ આવી પહોંચશે, કપડાં નહીં બદલું તો મારી અને તારી ખેર નથી.’

‘અને બેટા, રેઝર, ક્રીમ અને અરીસો મને આપ. હું દાઢી કરી લઉં, વર્ચસ્વ આવશે તો મારે છણકા ખાવા પડશે’ અને પલંગના ગાદલાની ચાદર પણ બદલી નાખ, નહીં તો વર્ચસ્વને વળી પાછું વઢવાનું બહાનું મળી જશે.’ ધ્રૂજતા હાથે કપડાં બદલતાં યશોદત્તે કહ્યું.

‘પપ્પાજી, હું તમારી પુત્રવધૂ છું અને દીકરી પણ. વર્ચસ્વને આટલો બધો રુઆબ કરતાં જો તમે પહેલેથી જ નાથ્યો હોત તો આવા દિવસો ન આવત. સહનશીલતાની અને ક્ષમાની એક હદ હોય છે. હું આદર્શોનો વિરોધ નથી કરતી, પણ આદર્શો માણસને નિર્માલ્ય બનાવી દે ત્યાં સુધી તેનો પ્રયોગ જીવનમાં ન થાય, પપ્પાજી.’ શુદ્ધિએ કહ્યું.

પપ્પા ખોવાઈ ગયા! – તોરલ રાજપૂત

સાંજનો સમય હતો, આકાશમાં સંધ્યાના રંગો રેલાઈ ગયા હતા. મનસ્વી પોતાના ચાના કપ સાથે અગાશીમાં ગોઠવાઈ ગઈ હતી. તેને આ રોજની આદત થઈ ગઈ હતી. આકાશ જોવું, સંધ્યાના રંગોમાં ખોવાઈ જવું, પક્ષીઓના કલરવ કરતાં ઝુંડને ઉડતા જોયા કરવું.આખા દિવસનો થાક જાણે આ દૃશ્યો અને ચાના એક પ્યાલા સાથે ઉતરી જતો.

સાંજનો સમય તે પોતાને ફાળવતી. તેના મગજમાં ઘણા વિચારો ચાલતાં, જેમ કે ઓફિસમાં કાલે કયો પ્રોજેક્ટ આવવાનો છે, કે પછી ઓફિસેથી રજા લઈ મમ્મીની સાથે વેકેશન માટે ક્યાં જવું. પણ આજે વિચારોની દિશા ભૂતકાળ તરફ દોરી રહી હતી.

મારી ઓચિંતી અસવારી – દિપક બુચ

મારે ઓચિંતાનું સુરત જવાનું થયું.. કીધું’તું, પણ તોયે ‘થોડો મોડો’ ઉઠાડયો’ તેવા મનમાં, બીજાની ન થઈ હોય તો પણ; ભૂલના ભતકડાં કાઢતો અને પશ્ચાતાપના પરમાણુઓ જન્માવતો રીક્ષામાં બેઠો!

કાયમ રિક્ષાવાળા અને મુસાફર વચ્ચેના ‘એપી સેન્ટર’ જેવા અને અવિશ્વાસનું વાતાવરણ સર્જાતા મીટર તરફ, ઊંટ પાણી પીવા ડોકી નીચી કરે તેમ, ઝૂક્યો. ત્યાં રિક્ષાવાળો અમુક રકમ બોલ્યો… ‘મનના મીટર’ અને રિક્ષાના મીટર કદી ટેલી ન થાય તે મુજબ મેં કીધું “આટલા બધા ન થાય.”

બાપ એટલે જ બાપ – અર્જુનસિંહ કે. રાઉલજી

બારણું ખોલતાંની સાથે જ ચાર-પાંચ ગુંડા મંગેશ ઉપર તૂટી પડ્યા. હકીકતમાં મંગેશ ઓફિસ જવા તૈયાર થયો હતો અને બહાર નીકળવાની તૈયારી જ કરતો હતો ત્યાં ડોરબેલ વાગ્યો,મંગેશે બારણું ખોલ્યું તે સાથે જ ચાર-પાંચ જણા તેના ઉપર તૂટી પડ્યા. ગડદાપાટુ, ધોલધપાટ, લાતમલાત… મારી મારીને અધમૂવો કરી નાંખ્યો તેને, કવિતા વચ્ચે પડી તો તેને પણ હડસેલો મારીને દૂર ફેંકી દીધી. મંગેશ બૂમો પાડતો રહ્યો- તમે કોણ છો અને શા માટે મને મારો છો? … તો પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નહોતું, એને મારતા જ રહ્યા. તેનાં કપડાં ફાટી ગયાં, મોંઢામાંથી લોહી નીકળવા લાગ્યું, હાથ છોલાઈ ગયા. છેવટે એ લોકો થાક્યા ત્યારે મોટી મૂછોવાળો પડછંદ ગુંડો – કદાચ તે આ બધાયનો લીડર હતો

Copy Protected by Chetan's WP-Copyprotect.