"સર, સર..." બાળકોએ કૂતુહલભરી અપાર ખુશીથી કહેવા માંડ્યું: "સર, ઘેર અમારા દાદા-દાદી અમને મળવા આવ્યા છે.' બાળકોના ચહેરા પર આનંદના ફુવારાઓ ઉડી રહ્યાં હતાં. "મળવા નહીં!" બીજાએ વચ્ચે જ કહ્યું: "એ તો કાયમ માટે આપણા ઘેર રહી જવા આવ્યા છે. પાપા ખુદ એમને લઈને આવ્યા છે." શિક્ષક એ બંને બાળકોની અચરજભરી વાત સાંભળીને સ્તબ્ધ થયા. પળવારમાં એ વિચારોના વમળે ચડ્યા. પેલા બંને બાળકોના નામ નીલ અને નલીન, આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા હતાં.
Monthly Archives: July 2018
મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ 'વાર્તામેળો' ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. સ્પર્ધાની વધુ વિગતો આ કડી પર મૂકી છે. 'વાર્તામેળો' અંતર્ગત પ્રસ્તુત છે રિયા શાહની વિજેતા વાર્તા દાદા, દાદી અને હું.
મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ 'વાર્તામેળો' ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. 'વાર્તામેળો' અંતર્ગત પ્રસ્તુત છે મમતા રાજપૂતની વિજેતા વાર્તા કીડી અને હાથી.
આજના આ શુભ દિવસે, યોગિની એકાદશીના મંગલ પ્રભાતે આપ સૌ વાચકમિત્રો, સર્જકો, સહયોગીઓ, વડીલો તથા સર્વ મિત્રોને મારા પ્રણામ. આજે તેર વર્ષ પૂરા કરીને રીડગુજરાતી ચૌદમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે એનો અપાર આનંદ છે. સાહિત્ય સાથેની આ યાત્રામાં દર વર્ષે ઘણું બધું ઉમેરાતું જાય છે અને સાથે સાથે નવું નવું અમારી અંદર ઊગતું પણ જાય છે! સેંકડો પુસ્તકો-લેખોમાંથી પસાર થવાનું બને છે અને અનેક સર્જક મિત્રોને, નવું લખવા થનગનતા ઉત્સાહી દોસ્તોને રૂબરૂ - ફોન - વોટ્સએપ - ઈમેલ દ્વારા મળવાનું પણ થતું રહે છે. આથી, વર્ષના આ ‘મધ્યે મહાભારતમ’ જેવા દિવસે જ્યારે આ લેખ લખવાનો હોય ત્યારે મનમાં અપાર વાતો ઘોળાતી હોય છે. એમાંથી થોડીક વાતો વહેંચીએ..
મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના અમારા પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ વિચારવલોણું પરિવાર અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ 'વાર્તામેળો' ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. એ અંતર્ગત અંધ કન્યાશાળા, અમદાવાદના સવિતા પટેલિયાની વિજેતા વાર્તા 'મૂર્ખાઓનું ગામ' પ્રસ્તુત છે.
મૌલિક વિચારવા અને રચનાત્મક લખવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવા યોજેલ વાર્તાલેખન સ્પર્ધાના અમારા પ્રથમ અને સુખદ અનુભવમાંથી પ્રેરણા લઈ આ વર્ષે થોડા ફેરફાર કર્યા, હિંમત કરી હાસ્ય વાર્તાલેખનનો થોડો અઘરો વિષય રાખ્યો અને દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ આ સ્પર્ધામાં સામેલ કર્યાં. આ વર્ષે પણ રીટી ફ્લેક્ષપેક લિમિટેડ - વડોદરા, આત્માન ફાઉન્ડેશન - ગાંધીનગર, વિચારવલોણું પરિવાર - અમદાવાદ અને દર્શાબેન કિકાણીએ યોજેલી બાળ વાર્તાસ્પર્ધાનાં વિજેતા વાર્તાઓ 'વાર્તામેળો' ના નવા વિભાગમાં રીડગુજરાતી પર ક્રમશઃ પ્રગટ થઈ રહી છે. એ અંતર્ગત પ્રસ્તુત છે મિતિ ઠાકોરની વિજેતા વાર્તા ઉત્તર-રાયણ.
ધોરણ ૬ થી ૮ તથા ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે ૧૪ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ના સમયમાં એક સુંદર વાર્તાસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું, જેમાં બંને કેટેગરીમાં પ્રથમ વિજેતાઓને ૧૧૦૦૦ રૂ, દ્વિતિય વિજેતાઓને ૭૦૦૦ રૂ, તૃતિય વિજેતાઓને ૫૦૦૦ રૂ તથા ૧૦ પ્રોત્સાહક ઈનામો ૫૦૦ રૂ. ના જાહેર કરાયેલા. ૫૦થી વધુ શાળાઓના ૪૫૦થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધેલો. સ્પર્ધાનું આયોજન શ્રીમતી દર્શા કિકાણી (પ્યોરીટી ફ્લેક્ષપેક લિમિટેડ-વડોદરા, આત્માન ફાઉન્ડેશન-ગાંધીનગર અને વિચારવલોણું પરિવાર-અમદાવાદના સહકારથી) દ્વારા કરવામાં આવ્યું હતું. સતત બીજા વર્ષે આ પ્રકારની સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સામાન્ય અને દિવ્યાંગ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગયા વર્ષની વિજેતા વાર્તાઓ પુસ્તક રૂપે 'વાર્તામેળો' નામથી વિચારવલોણું પરિવાર તરફથી પબ્લિશ થઈ છે અને હાજર રહેલ મહેમાનોને તે ભેટ તરીકે આપવામાં આવી હતી. આ બાળકો આપણા ભવિષ્યના સર્જકો છે, તેમની કલમ વધુ નિખરે અને મા સરસ્વતીના આશીષ તેમના પર વરસતા રહે એ જ શુભકામનાઓ.
આજે એકવીસમી સદીમાં આપણા દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું મોખરાનું સ્થાન બનાવી રહી છે અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પોતાનો અવાજ પણ ઉઠાવી રહી છે ત્યારે સિનેમાનાં ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર મહિલા એવાં શમા ઝૈદી અને તેમનાં કાર્ય વિશે આપણે અહીં વિગતે ચર્ચા કરીશું.
આ સીઝનમાં ઉપરાઉપરી ત્રણચાર વાર કેરી નબળી આવી – સબળા ભાવની હોવા છતાં, અને હું ખરીદવા નહોતો ગયો છતાં ! ત્રણ-ચાર વરસ પહેલાં સ્વયંસ્ફુરણાથી ઊંચા ભાવની કેરી, હૃદયના એથીય ઊંચા ભાવથી હું ખરીદી લાવ્યો હતો અને તે પણ થોડીઘણી નહિ – ત્રીસ કિલો. પણ બહુ દિવસ સુધી કેરીનાં પાકવાનાં કોઈ ચિહ્નો જણાયાં નહિ એટલે પાકવાની આશા છોડી દઈ કાપવાની શરૂ કરી. એ દરેક કેરી ફેંકી દેતી વખતે મારા અણઘડપણા પર, મારા ઉડાઉપણા પર જે પસ્તાળ પડી હતી એનું વર્ણન થઈ શકે એમ નથી.
વધેલા શ્વાસને ભરવા ઇજન આપી ગયા છે એ. પ્રસંગોપાત મળવાનું વચન આપી ગયા છે એ મિલનની શક્યતાઓને ફરીથી મેં મઠારી છે, સમય, સ્થળ, તિથિ,જગ્યાનું ચયન આપી ગયા છે એ.
એક હતો છોકરો. એ હતો બહુ જ દયાળુ. ભોળો પણ એટલો જ. સંસારના સર્વે જીવ પ્રત્યે એને અપાર પ્રેમ અને લાગણી! એ છોકરાનું નામ ઢબુ. સૌ કોઈ એને ઢબુડો કહીને જ બોલાવે. ઢબુડો ભણવામાં બહુ જ હોશિયાર. નવું-નવું જાણવાનો એને જબરો શોખ. વળી, આ ઢબુડાને બાળપણથી જ બાગ-બગીચે,ખેતરે-વગડે ફરવાનોય અદભૂત શોખ હતો. આ બધામાં એનો સૌથી પ્રિય શોખ એટલે પંખીઓનો મધુર કલરવ સાંભળવાનો.