ચાર ગઝલો – શીતલ ગઢવી

(રીડ ગુજરાતીને પ્રસ્તુત ગઝલો મોકલવા બદલ શીતલબેન ગઢવી (અમદાવાદ)નો ખૂબ ખૂબ આભાર. તેઓ લેખનક્ષેત્રે પ્રગતિ કરે તેવી શુભકામનાઓ. આપ તેમનો mannzeel10@gmail.com અથવા 9974581290 પર સંપર્ક કરી શકો છો.)

1.
વધેલા શ્વાસને ભરવા ઇજન આપી ગયા છે એ.
પ્રસંગોપાત મળવાનું વચન આપી ગયા છે એ

મિલનની શક્યતાઓને ફરીથી મેં મઠારી છે,
સમય, સ્થળ, તિથિ,જગ્યાનું ચયન આપી ગયા છે એ.

સદા સાથે રહેવાની અમે પણ રાત માંગી’તી
નયન ચૂમીને ઈચ્છાનું શમન આપી ગયા છે એ.

વિશેષણને અલંકારોથી શબ્દોમાં ભરી યાદો,
અછડતા સ્પર્શની વચ્ચે કવન આપી ગયા છે એ.

મહેકી ઊઠશે આ આંગણે વાવેલ ગરમાળો,
ઉછરતાં છોડને ગમતું ભવન આપી ગયા છે એ.

2.
સાવ તાજી તરાહ ચાલે છે.
પ્રેમ નામે ગુનાહ ચાલે છે.

છે ક્યાં પાનેતરોમાં પરણેતર?
રોજ ગાંધર્વ માહ ચાલે છે.

ખૂબ ઊંડું કર્યું મેં સંશોધન,
તું રડે તોય વાહ ચાલે છે.

થોભશે ક્યાં જઈ, શબદ તોખાર!
ગાડરિયો પ્રવાહ ચાલે છે.

ક્યાંથી ચાવી મળી સફળતાની?,
મિત્ર હૃદયેય દાહ ચાલે છે.

3.
ક્યાં કશું બાકી રહ્યું’તું બોલવામાં?
હા, અમે મોડાં પડ્યા સત શોધવામાં.

સાવ સીધાં માર્ગ પર ડગલાં ભર્યા’તા,
તોય લપસ્યા બે કદમને જોડવામાં.

બોર મીઠાં આપવાની જીદ પાળી,
થયુ દશાનન ગામ મનને તોડવામાં.

એટલા અંગત હતા સૌ અર્થ એના,
વ્યસ્ત રાખી જિંદગી એ ખોલવામાં.

તાજગીના શ્વાસ કેવા છે એ જોવા,
ક્યાંક ખૂટી છું પ્રભાતે પહોંચવામાં.

4.
કેટલી વાર્તાનો અધિનાયક હતો તું.
કેમકે સાહિત્યનો સાધક હતો તું.

પ્રશ્ન એ બિલકુલ નથી કે શું ગુમાવ્યું?
જે મળ્યું એનેય ક્યાં લાયક હતો તું!

પક્ષ પલટો એક દિ’ ભાળ્યો હવામાં,
ના હવે કોઈ દિલે ચાહક હતો તું.

છેક અંદર આજ પણ ખટકી રહ્યું કૈ,
લેખકોમાં વેરનો વાહક હતો તું.

ક્યાં હજી અટકી હતી વાતો બધાની,
કૃતિથી જન્મ્યો અણ સમજ બાળક હતો તું.

– શીતલ ગઢવી


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવવાનો અધિકાર – અશ્ક રેશમિયા (બાળવાર્તા)
કેરીની રસદાયક કથા – રતિલાલ બોરીસાગર Next »   

11 પ્રતિભાવો : ચાર ગઝલો – શીતલ ગઢવી

 1. MaldevRay says:

  Wow great

 2. Ajit Gadhavi says:

  Very nice

 3. PANDYA HARDIKKUMAR MANUBHAI says:

  wah sundar gazalo

 4. Hiral Vyas says:

  સરસ ગઝલો…

 5. Divyang Panchal says:

  Aapni Gazlo ekdm JeevNt ane Jordar che.

  Wah Wah!!

 6. umedsinh gadhavi says:

  thank you very much Shitalben for your GHAZALS,
  it is the assence(NICHOD) of life
  feels that Ghazal is came from heart not from mind
  thank you ……

  umedsinh gadhavi palanpur

 7. Kalidas V.Patel { Vagosana } says:

  શીતલબેન,
  એકદમ સચોટ અને તરોતાજા ગઝલો આપી. આભાર.
  ઈચ્છું કે આપની કલમ આમ જ સરર … સરતી જ રહે.
  કાલિદાસ વ.પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.